Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 43:9 - પવિત્ર બાઈબલ

9 બધી પ્રજાઓ ભેગી થઇ જાઓ. તેમના દેવોમાંથી આ બધું પહેલેથી કહ્યું હતું, અથવા જે ઘટનાઓ બની ચૂકી છે તેની આગાહી કરી હતી! તેઓ પોતાનો દાવો પૂરવાર કરવા સાક્ષીઓ રજૂ કરે છે, જેઓ એમની વાત સાંભળીને કહે કે, આ સત્ય છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 સર્વ પ્રજાઓ, તમે એકઠી થાઓ, ને લોકો ભેગા થાઓ; તેઓમાંથી કોણ આવી વાત જાહેર કરે, અને અગાઉ બનેલી બિના અમને કહી સંભળાવે? તેઓ પોતાના સાક્ષી હાજર કરે કે તેઓ સાચા ઠરે; અને તેઓ સાંભળીને કહે, ‘એ ખરું છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 બધી પ્રજાઓ એકઠી થાય અને લોકો ભેગા મળે. તેમના કયા દેવે આ વાત અગાઉથી જાહેર કરી હતી? બની ચૂકેલી ઘટનાઓ વિષે કોણે પહેલેથી કહ્યું હતું? એ વિષે પોતે સાચા છે એવું પુરવાર કરવા માટે તેઓ સાક્ષીઓ રજૂ કરે; જેથી બીજાઓ તેમને સાંભળીને તેમનું કહેવું સાચું છે કે કેમ તેનું સમર્થન આપે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 સર્વ પ્રજાઓ એકઠી થાઓ અને લોકો ભેગા થાઓ. તેઓમાંથી કોણ આવી વાત જાહેર કરે અને અગાઉ બનેલી બિના અમને કહી સંભળાવે? તેઓ પોતાને સાચા ઠરાવવા પોતાના સાક્ષીઓ હાજર કરે અને તેઓ સાંભળીને કહે, ‘એ ખરું છે.’

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 43:9
17 Iomraidhean Croise  

યહોવા, દેવોના દેવ બોલ્યા છે, તે સમગ્ર માનવ જાતને પૂર્વથી પશ્ચિમ સુધી બોલાવે છે.


ઓ પૃથ્વી પરની સર્વ પ્રજાના લોકો, અહીં આવો અને સાંભળો; સમગ્ર પૃથ્વી અને તેમાં વસતાં સૌ કોઇ, સાંભળો!


યહોવા પૂછે છે, “સમુદ્રની પેલે પારના દેશો, મારી આગળ મૌન જાળવો, સાંભળો, તમારી સબળ દલીલો રજૂ કરો, સજ્જ થાઓ, મારી પાસે આવો અને બોલો, અદાલત તમારા પ્રશ્ર્ન માટે તૈયાર છે.


ઓ ઇસ્રાએલીઓ, આપણે સાથે ન્યાયાલયમાં જઇએ, મારા પરનો તમારો આરોપ રજૂ કરો, તમારી દલીલો રજૂ કરીને તમારી નિર્દોષતા સાબિત કરો.


ઇસ્રાએલનો રાજા અને તેના ઉદ્ધારક સૈન્યોના દેવ યહોવા આ પ્રમાણે કહે છે: “હું જ આદિ છું અને હું જ અંત છું; મારા સિવાય કોઇ બીજો દેવ નથી.


“ભવિષ્યમાં જે બનવાનું છે તે વિષે તમને કોણ કહી શકે? મારી ઇચ્છા પ્રમાણે જ બધું બનશે કારણ કે મને જેમ ગમે તેમ હું કરું છું.


“તમે બધા એકઠા થાઓ અને સાંભળો, તમારી સર્વ મૂર્તિઓમાંથી કોણે તમને આ પ્રમાણે કહ્યું, યહોવા કોરેશ ઉપર પ્રેમ કરે છે. બાબિલનાં સામ્રાજ્યનો અંત લાવવા યહોવા તેનો ઉપયોગ કરશે. તે ખાલદીઓના સૈન્યનો વિનાશ કરશે.


યહોવા કહે છે, “ભૂતકાળના બનાવોની મેં અગાઉથી આગાહી કરી હતી, મારે પોતાને મોઢે મેં એ જાહેર કર્યુ હતું, અને પછી એકાએક મેં અમલ કર્યો અને એ સાચું પડ્યું.


હે આજુબાજુની સર્વ પ્રજાઓ, જલદી આવો, ને એકત્ર થાઓ; હે યહોવા, તમારા યોદ્ધાઓને ત્યાં ઉતારી લાવો.


Lean sinn:

Sanasan


Sanasan