Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 42:10 - પવિત્ર બાઈબલ

10 યહોવા સમક્ષ નવું ગીત ગાઓ: સમગ્ર પૃથ્વી તેના સ્તુતિગાનથી ગાજી ઊઠો! હે સાગરખેડુઓ અને સાગરના સૌ જીવો, હે દરિયા કિનારાના પ્રદેશના રહેવાસીઓ, તેની સ્તુતિ ગાઓ!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 સમુદ્રમાં પર્યટન કરનાર તથા તેમાં સર્વ રહેનારા ટાપુઓ તથા તેઓના રહેવાસીઓ, તમે યહોવા પ્રત્યે નવું ગીત ગાઓ; પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી તેમનાં સ્તોત્ર ગાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 પ્રભુના માનમાં નવું ગીત ગાઓ! સમસ્ત પૃથ્વી, સૌ સમુદ્રમાં સફર કરનારા અને સાગરના સઘળા સજીવો, દૂરના ટાપુઓ અને તેમના પરના રહેવાસીઓ, તમે સૌ તેમની સ્તુતિ કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 યહોવાહની સમક્ષ નવું ગીત ગાઓ અને પૃથ્વીના છેડા સુધી તેમના સ્તોત્ર ગાઓ; સમુદ્રમાં પર્યટન કરનાર તથા તેમાં સર્વ રહેનારા ટાપુઓ તથા તેઓના રહેવાસીઓ.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 42:10
32 Iomraidhean Croise  

સમુદ્ર તથા તેમાં જે છે તે ગર્જના કરે છે, ખેતરો તથા તેઓમાં જે છે, તે સર્વ ઉત્સાહ કરે છે.


શ્વાસોચ્છ્વાસ લેનારાં સર્વ યહોવાની સ્તુતિ કરો! તમે સૌ યહોવાની સ્તુતિ કરો!


યહોવાના નૂતન ગીતો ગાઓ; વાજીંત્રોને કુશળતાથી અને મોટેથી વગાડો.


તેમણે આપણા દેવનું સ્તોત્ર, મારા મુખમાં મૂક્યું છે, એટલે ઘણા નવું ગીત જોશે અને બીશે; અને યહોવા પર ભરોસો રાખશે.


હે અમારા તારણનાં દેવ, ન્યાયીકરણથી તમે અદ્ભૂત કૃત્યો વડે અમને ઉત્તર દેશો; તમે પૃથ્વીની સર્વ સીમાઓના તથા દૂરનાં સમુદ્રો સુધી, તમે સર્વ માનવ જાતનાં એકમાત્ર આશ્રય છો.


તાશીર્શના રાજાઓ, અને ભૂમધ્ય સમુદ્રના કિનારાના રાજાઓ, તેમના માટે ભેટો લાવશે અને શેબાના રાજાઓ તેમની ખંડણી તેઓ પાસે લાવશે.


આકાશો આનંદ પામો! હે પૃથ્વી, સુખી થાવ! હે ગર્જના કરતા સમુદ્રની વિશાળતા હર્ષથી પોકારો.


યહોવા શાસન કરે છે. હે પૃથ્વી, આનંદિત થાઓ! હે દૂરનાં પ્રદેશો, સુખી થાઓ!


પછી મૂસાએ અને ઇસ્રાએલના લોકોએ યહોવાના માંનમાં આ ગીત ગાયું: “હું યહોવાના માંનમાં ગાયન કરીશ, એણે મહાન વિજય પ્રાપ્ત કર્યો! સાગરની અંદર કઈક અશ્વોના અસવારને ડુબાડયાં,


છ દિવસમાં યહોવાએ આકાશ તથા પૃથ્વી, સમુદ્ર તથા તેમાંની તમાંમ વસ્તુઓ બનાવી હતી અને સાતમે દિવસે વિશ્રામ કર્યો હતો, તેથી યહોવાએ વિશ્રામવારને આશીર્વાદ આપીને તેને પવિત્ર ઠરાવ્યો છે.


તે દિવસે મારા પ્રભુ આશ્શૂર, ઉત્તરી મિસર, દક્ષિણ મિસર, ક્રૂશ, એલામ, બાબિલ, હમાથ અને દરિયાપારના પ્રદેશોમાંથી પોતાના લોકોમાંના જેઓ હજી બાકી રહેલા હશે તેમને પાછા લાવવા બીજીવાર પોતાનો હાથ વિસ્તારશે અને પોતાની શકિતનો પરચો બતાવશે;


યહોવાની ઝળહળતી સિદ્ધિઓ માટે તમે તેના સર્વદા ગુણગાન ગાઓ; ને સમગ્ર દુનિયામાં એની જાણ કરો.


તે નબળો નહિ પડે કે હારશે નહિ, જ્યાં સુધી સમગ્ર પૃથ્વી ઉપર ન્યાયીપણું સ્થપાશે નહિ અને જ્યાં સુધી કિનારાના દેશો તેના કાયદાની પ્રતિક્ષા કરશે.”


ઓ આકાશ, હર્ષના પોકાર કરો, કારણ, આ કાર્ય યહોવાનું છે! આનંદના લલકાર કરો, ઓ પૃથ્વીના ઊંડાણો! આનંદના ગીત ગાઓ, હે પર્વતો, જંગલો અને જંગલના વૃક્ષો! કારણ, યહોવાએ યાકૂબનો ઉદ્ધાર કરીને ઇસ્રાએલ દ્વારા પોતાનો મહિમા પ્રગટ કર્યો છે!


છતાં હજી બાબિલમાંથી બહાર ચાલ્યા જાઓ. ખાલદીઓ પાસેથી ભાગી જાઓ, અને ત્યાંથી પાછા ફરતાં હર્ષનાદ સાથે પોકાર કરો, ધોષણા કરો, અને પૃથ્વીના છેડા સુધી એના સમાચાર મોકલો કે, “યહોવાએ પોતાના સેવક યાકૂબના વંશજોનો ઉદ્ધાર કર્યો છે.”


હે આકાશો, હર્ષનાદ કરો; અને હે પૃથ્વી, તું આનંદ કર; હે પર્વતો, તમે જયઘોશ કરવા માંડો, કારણ કે યહોવાએ પોતાના લોકોને દિલાસો આપ્યો છે, અને પોતાની દુ:ખી પ્રજા પર કરુણા દર્શાવી છે.


“ઇસ્રાએલને મારા માટે પુન:સ્થાપિત કરવા ઉપરાંત તું વધારે કામ કરીશ, પૃથ્વીની સર્વ પ્રજાઓમાં તારણ પહોંચાડવા હું તને તેઓ માટેનો પ્રકાશ બનાવીશ.”


હું તમને મુકિત આપવા આવી રહ્યો છું; મારો વિજય હાથવેંતમાં છે, હું પ્રજાઓ પર શાસન કરીશ; તે દરિયા કિનારાના દેશો મારી વાટ જોશે, અને મારા આગમનની તેઓ આતુરતાપૂર્વક પ્રતિક્ષા કરશે.


ઊંટોના ટોળાથી તમારો દેશ છવાઇ જશે. તેઓ મિદ્યાન અને એફાહમાંના પ્રદેશમાંથી આવશે, શેબાથી પણ બધાં આવશે; સોનું અને લોબાન લઇને આવશે, યહોવાનાં સ્તોત્ર ગાતાં ગાતાં આવશે.


હા, એ તો દૂર દેશાવરના વહાણ ભેગાં થઇને આવે છે અને તાશીર્શના વહાણો એમાં આગળ છે. તેઓ તમારા દેવ યહોવાને નામે, તને મહિમાવંત બનાવનાર ઇસ્રાએલના પરમપવિત્ર દેવને નામે, તારા સંતાનોને સોનાચાંદી સાથે દૂર દૂરથી પાછાં આવે છે.”


જુઓ, પૃથ્વીના છેડા સુધી યહોવા ઘોષણા કરે છે, “યરૂશાલેમના લોકોને જણાવો કે, આ તમારો મુકિતદાતા આવે છે, પોતે મુકત કરેલા લોકોને સાથે લઇને આવે છે.”


મારા સેવકો આનંદથી ગીતો ગાશે પણ તમે ભગ્નહૃદય થઇને રડશો, અને અંતરના સંતાપને લીધે આક્રંદ કરશો.


યહોવા તેમના માટે ડરામણા બની જશે. તે પૃથ્વીના બધા દેવોને હતા ન હતા કરી નાખશે, અને પછી જ દૂરના દરિયાકાંઠાના પ્રદેશના લોકો પોતપોતાના દેશમાં તેમની આરાધના કરશે.


તે લોકોએ રાજ્યાસનની આગળ અને ચાર પ્રાણીઓની અને વડીલોની આગળ એક નવું ગીત ગાયું. તે નવું ગીત ગાઈ શકે તેવા ફક્ત 1,44,000 લોકો હતા. જેઓનો પૃથ્વી પરથી ઉદ્ધાર કરવામાં આવ્યો હતો. બીજું કોઈ તે ગીત ગાઇ શક્યું નહિ.


અને તે બધાએ હલવાન પાસે એક નવું ગીત ગાયું: “તું ઓળિયું લેવાને તથા તેની મુદ્રાને બોલવાને યોગ્ય છે, કારણ કે તને મારી નાખવામાં આવ્યો હતો. અને તેં તારા લોહીથી દેવને માટે સર્વ કૂલોના, ભાષાના, પ્રજાના તથા દેશોના લોકોને ખરીધાં છે.


Lean sinn:

Sanasan


Sanasan