Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 41:9 - પવિત્ર બાઈબલ

9 મેં તને ધરતીને છેડેથી ઉપાડી લીધો છે, અને દૂર દૂરના ખૂણેથી તને બોલાવ્યો છે. મેં તને મારો સેવક કહ્યો છે, ‘મેં તને પસંદ કર્યો છે,’ તારો ત્યાગ કર્યો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 મેં તને પૃથ્વીના છેક છેડેથી પકડી લીધો છે, ને તેના ખૂણાઓમાંથી તને બોલાવ્યો છે, અને તને કહેલું છે કે, તું મારો સેવક છે, મેં તને પસંદ કર્યો છે, ને તારો ત્યાગ કર્યો નથી;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 હું તને પૃથ્વીના છેડેછેડેથી લઈ આવ્યો છું. મેં તને દૂરદૂરના ખૂણેખૂણેથી બોલાવ્યો છે. મેં તને કહ્યું કે તું મારો સેવક છે. મેં તને પસંદ કર્યો છે અને તારો નકાર કર્યો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 હું તને પૃથ્વીના છેડેથી પાછો લાવ્યો છું અને મેં તને દૂરની જગ્યાએથી બોલાવ્યો છે, અને જેને મેં કહ્યું હતું, ‘તું મારો સેવક છે,’ મેં તને પસંદ કર્યો છે અને તારો ત્યાગ કર્યો નથી.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 41:9
23 Iomraidhean Croise  

યહોવાએ પોતાને માટે યાકૂબને પસંદ કર્યો છે; ઇસ્રાએલને પોતાની ખાસ સંપતિ થવા માટે.


યહોવા, પોતાના લોકોને તરછોડશે નહિ; અને પોતાના વારસાનો ત્યાગ કરશે નહિ.


તે દિવસે મારા પ્રભુ આશ્શૂર, ઉત્તરી મિસર, દક્ષિણ મિસર, ક્રૂશ, એલામ, બાબિલ, હમાથ અને દરિયાપારના પ્રદેશોમાંથી પોતાના લોકોમાંના જેઓ હજી બાકી રહેલા હશે તેમને પાછા લાવવા બીજીવાર પોતાનો હાથ વિસ્તારશે અને પોતાની શકિતનો પરચો બતાવશે;


કેમ કે યહોવા યાકૂબ પર દયા લાવશે અને ફરીથી તેમનો સ્વીકાર કરશે. અને તેઓને પોતાની ભૂમિ ઇસ્રાએલમાં વસાવશે; વિદેશીઓ તેઓની સાથે જોડાશે. અને તેઓ પોતાને યાકૂબના વંશજો સાથે જોડશે.


પૂર્વમાંથી આ વ્યકિતને કોણે ઊભી કરી છે, જેને પગલે પગલે વિજય મળે છે? તેને ઊભો કરનાર બીજો કોઇ નહિ પણ યહોવા પોતે જ છે. એમની તરવારથી તેઓ રજકણની જેમ વેરાઇ જાય છે. અને એનાં ધનુષ્યથી તેઓ તરણાંની જેમ ઊડી જાય છે.


“પણ ઇસ્રાએલ, તું તો મારો સેવક છે, યાકૂબ, મેં તને પસંદ કર્યો છે, તું મારા મિત્ર ઇબ્રાહિમના કુળનો છે.


યહોવા કહે છે, “જુઓ, આ મારો સેવક છે, જેનો મેં હાથ જાલ્યો છે, એ મારો પસંદ કરેલો છે, જેના પર હું પ્રસન્ન છું, એનામાં મેં મારા આત્માનો સંચાર કર્યો છે, અને તે જગતના સર્વ લોકોમાં ન્યાયની આણ વર્તાવશે.


યહોવા કહે છે, “હે યાકૂબ, મારા સેવક, ઇસ્રાએલ, મારા પસંદ કરેલા, મને સાંભળ.


મારા સેવક યાકૂબને લીધે અને મારા પસંદ કરાયેલ સેવક ઇસ્રાએલ માટે, મેં તને નામ દઇને બોલાવ્યો છે અને તું મને ઓળખતો નથી છતાં મેં તને અટક આપી છે.


યહોવા કહે છે કે, “મેં તમને પ્રેમ કર્યો છે,” તેમ છતાં તમે પૂછો છો કે, “તમે અમને પ્રેમ કરો છો તે પ્રગટ થાય છે?” ત્યારે યહોવા જવાબ આપે છે, “એસાવ અને યાકૂબ ભાઇઓ હતા, પણ મેં યાકૂબ પર મારો પ્રેમ દર્શાવ્યો છે.


પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણમાંથી લોકો આવશે. તેઓ દેવના રાજ્યમાં મેજ પાસે બેસશે.


તમે દેવ યહોવાને સંર્પૂણ સમર્પિત થયેલ પ્રજા છો અને યહોવાએ બધી પ્રજાઓમાંથી તમને પસંદ કરીને પોતાની ખાસ પ્રજા તરીકે અપનાવ્યા છે.


મારા વહાલા ભાઈઓ અને બહેનો! ધ્યાનથી સાંભળો, આ દુનિયાના ગરીબ લોકો વિશ્વાસમાં ધનવાન બને અને દેવે પોતાના પ્રેમ રાખનારાઓને જે રાજ્ય આપવાનું વચન આપ્યું છે તે પ્રાપ્ત કરે માટે દેવે તેઓને પસંદ કર્યા છે.


અને તે બધાએ હલવાન પાસે એક નવું ગીત ગાયું: “તું ઓળિયું લેવાને તથા તેની મુદ્રાને બોલવાને યોગ્ય છે, કારણ કે તને મારી નાખવામાં આવ્યો હતો. અને તેં તારા લોહીથી દેવને માટે સર્વ કૂલોના, ભાષાના, પ્રજાના તથા દેશોના લોકોને ખરીધાં છે.


“પોતાના મોટા નામની ખાતર યહોવા તમાંરો ત્યાગ નહિ કરે, કારણ, તેણે તમને પોતાની પ્રજા બનાવ્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan