Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 39:3 - પવિત્ર બાઈબલ

3 ત્યારે પ્રબોધક યશાયાએ આવીને હિઝિક્યાને પૂછયું, “તે લોકો શું કહે છે? તેઓ ક્યાંથી આવ્યા છે?” હિઝિક્યાએ પ્રત્યુત્તર આપ્યો, “તેઓ દૂર દૂરના દેશ બાબિલથી આવ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 ત્યારે યશાયા પ્રબોધકે હિઝકિયા રાજાની પાસે આવીને તેને પૂછયું, “એ માણસોએ તમને શું કહ્યું? તેઓ તમારી પાસે ક્યાંથી આવ્યા?” હિઝકિયાએ કહ્યું, “તેઓ દૂર દેશથી એટલે બાબિલથી મારી પાસે આવ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 ત્યારે સંદેશવાહક યશાયાએ હિઝકિયા રાજાની પાસે જઈને તેને પૂછયું, “આ લોકો ક્યાંથી આવ્યા છે? તેમણે તને શું શું કહ્યું છે?” હિઝકિયાએ જવાબ આપ્યો, “તેઓ દૂર દેશથી, એટલે બેબિલોનથી આવ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ત્યારે યશાયા પ્રબોધકે હિઝકિયા રાજાની પાસે આવીને તેને પૂછ્યું, “એ માણસોએ તમને શું કહ્યું? તેઓ ક્યાંથી આવ્યા છે?” હિઝકિયાએ કહ્યું, “તેઓ દૂર દેશથી એટલે બાબિલથી મારી પાસે આવ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 39:3
15 Iomraidhean Croise  

પછી યહોવાએ પ્રબોધક નાથાનને દાઉદ પાસે મોકલ્યો, અને તેની પાસે પહોંચ્યા પછી નાથાન બોલ્યો, “એક નગરમાં બે માંણસો રહેતા હતા. એક ધનવાન હતો અને બીજો ગરીબ હતો.


તે જ સમયે હનાની પ્રબોધક આસા રાજા પાસે ગયો અને તેને કહ્યું, “તમે દેવ યહોવાને બદલે અરામના રાજા ઉપર ભરોસો રાખ્યો છે, તેથી ઇસ્રાએલના રાજાનું લશ્કર તમારા હાથમાંથી છટકી ગયું છે.


ત્યારે પ્રબોધક હનાનીનો પુત્ર યેહૂ તેને મળવા ગયો અને બોલ્યો, “તમે દુષ્ટોને મદદ કરી છે અને યહોવાના દુશ્મનો સાથે મૈત્રી બાંધી છે, તેથી યહોવા તમારા ઉપર રોષે ભરાયા છે;


આથી યહોવા તેના ઉપર ખૂબ કોપાયમાન થયા અને તેમણે એક પ્રબોધકને તેની પાસે મોકલ્યો. તેણે અમાસ્યાને કહ્યું, “તમે એ લોકોના દેવો પાસેથી સલાહ શા માટે લીધી જે દેવો પોતાના માણસોને પણ તમારા હાથમાંથી બચાવી શક્યા નહોતા?”


એ દિવસો દરમ્યાન રાજા હિઝિક્યા માંદો પડ્યો અને આમોસનો પુત્ર યશાયા પ્રબોધક તેની મુલાકાત લેવાને ગયો અને યહોવા તરફથી તેને સંદેશો આપ્યો: “આ યહોવાના વચન છે: ‘તારા કુટુંબની છેલ્લી વ્યવસ્થા કરવી હોય તો કરી લે, કારણ, તારું મોત આવી રહ્યું છે, તું જીવવાનો નથી.’”


“તું પાછો જઇને હિઝિક્યાને કહે કે, આ તારા પિતૃ દાઉદના દેવ યહોવાના વચન છે; ‘મેં તારી પ્રાર્થના સાંભળી છે અને તારા આંસુ જોયાં છે. હું તારા આયુષ્યમાં પંદર વર્ષ વધારી આપીશ.


યશાયાએ પૂછયું, “એ લોકોએ તારા મહેલમાં શું શું જોયું?” હિઝિક્યાએ કહ્યું, “તે લોકોએ મારા મહેલમાં સર્વસ્વ જોયું છે. મારા ભંડારમાં એવું કશું જ નથી જેં મેં એમને ન બતાવ્યું હોય.”


“અન્ય લોકોને જાણ કરો, યરૂશાલેમમાં દાંડી પિટાવો. યહૂદિયાના નગરો સામે યુદ્ધનાદો કરતા દૂરના દેશથી દુશ્મનો આવે છે.


યહોવા કહે છે, “હે ઇસ્રાએલના લોકો, હું તમારી સામે દૂરથી એક પ્રજાને લઇ આવું છું. એ પ્રાચીન અને બળવાન પ્રજા છે, અને તેની ભાષા તમે જાણતા નથી.


સાંભળ! દુર સુધી દેશમાં મારા લોકોની ચીસ સંભળાય છે, તેઓ કહે છે, “યહોવા હવે સિયોનમાં નથી? સિયોનના રાજાઓનો રાજા એમાં વસતો નથી?” યહોવાએ પ્રત્યુત્તર આપ્યો, “તમારી કોતરેલી મૂર્તિઓની પૂજા કરીને અને તમારા વિદેશી દેવો દ્વારા શા માટે મને ક્રોધિત કર્યો છે?”


“યહોવા, તમે જેની ભાષા સમજતા નથી એવી દૂર દેશની પ્રજાને તમાંરી ઉપર ચઢાઈ કરીને ગરૂડની જેમ તરાપ માંરવા મોકલશે.


પછી તેઓ ગિલ્ગાલની છાવણીમાં યહોશુઆને મળ્યા અને તેઓએ યહોશુઆ તથા ઇસ્રાએલના લોકોને કહ્યું, “અમે દૂર દેશથી તમાંરી સાથે શાંતિના કરાર કરવાની માંગણી સાથે આવ્યા છીએ. અમાંરી સાથે સંધિ કરો.”


તેઓએ પ્રત્યુત્તર આપ્યો, “અમે તમાંરા દેવ યહોવાની મહાન શક્તિ અને સમર્થના વિશે સાંભળ્યું છે. અને ખૂબ દૂરના દેશથી આવ્યા છીએ; અમે એ પણ સાંભળ્યું કેમ તેણે તમને બધાને મિસરમાંથી બહાર લાવ્યા અને મિસરમાં તેણે કરેલ સર્વ વિષે.


Lean sinn:

Sanasan


Sanasan