Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 33:8 - પવિત્ર બાઈબલ

8 રાજમાર્ગો ઉજ્જડ થઇ ગયા છે, કારણ કે કોઇ વટેમાર્ગુ નથી, કરારોનો ભંગ કરવામાં આવ્યો છે, વચન પ્રતિબદ્ધતાને માન અપાતું નથી. નગરો ધૃણિત થઇ ગયા છે, ત્યાં લોકો વિષે કોઇ વિચારતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 માર્ગો ઉજજડ થયા છે. વટેમાર્ગુ બંધ થયા છે; તેણે કરાર તોડયો છે, તેણે નગરોને ધિકકાર્યાં છે, તે માણસને ગણકારતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 રાજમાર્ગો સૂમસામ બન્યા છે, રસ્તાઓ પર કોઈ મુસાફરી કરતું નથી. કરારનો ભંગ કરાયો છે, તેના સાક્ષીઓની ઉપેક્ષા કરાઈ છે, અને કોઈનું માન જાળવવામાં આવતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 માર્ગો ઉજ્જડ થયા છે; વટેમાર્ગુ બંધ થયા છે. કરાર તોડવામાં આવ્યો છે, સાક્ષીને ધિક્કાર્યા છે અને નગરો આદર વિનાનાં થઈ ગયાં છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 33:8
16 Iomraidhean Croise  

તેમ છતાં જે કરે છે તે સર્વમાં તે સફળતા મેળવે છે; અને તેઓ પોતાના શત્રુઓને હરાવે છે. દેવનો ન્યાય તેમનાથી ઘણો ઊચો છે.


પૃથ્વી તેના વસનારાઓથી ષ્ટ થઇ છે, કારણ કે તેમણે નિયમનું ઉલ્લંધન કર્યુ છે, અને કાયદાઓ તોડ્યાં છે. તેઓએ દેવ સાથેના સનાતન કરારનો ભંગ કર્યો છે.


તેમાં થઇને એક રાજમાર્ગ જતો હશે અને તે, “પવિત્રતાનો માર્ગ” કહેવાશે. એના પર કોઇ અપવિત્ર માણસ ચાલશે નહિ. કોઇપણ યાત્રી, એક મૂર્ખ પણ ત્યાં તે રસ્તા પર ભૂલો પડી જશે નહિ.


હિઝિક્યા રાજાની કારકિદીર્ના અમલના ચૌદમા વર્ષે આશ્શૂરના રાજા સાન્હેરીબે યહૂદાનાં બધાં કિલ્લેબંદી નગરો ઉપર ચઢાઇ કરીને તે કબ્જે કરી લીધાં.


સિયોનના માર્ગો આક્રંદ કરે છે, ત્યાં કોઇ ઉત્સવોમાં આવતું નથી; તેના દરવાજા ઉજ્જડ થઇ ગયા છે, ને તેના યાજકો આર્તનાદ કરે છે; તેની કુમારિકાઓ અતિ ઉદાસ થઇ ગઇ છે, અને તે શહેર તેની કડવાશ અનુભવે છે.


પછી હું તમાંરા ઉપર જંગલી જાનવરો છોડી મૂકીશ, જે તમાંરાં બાળકોને માંરી નાખશે અને તમાંરાં પશુઓનો નાશ કરશે, પરિણામે તમાંરી સંખ્યા ઘટી જતા તમાંરા રસ્તાઓ ઉજજડ થઈ જશે.


તેણે નજર કરતાં નગરના ચોકમાં પડાવ નાખેલા મુસાફરને જોયો અને પૂછયું, “તમે કયાંથી આવો છો? ક્યાં જાઓ છો?”


“આનાથના પુત્ર શામ્ગારના સમયમાં, યાએલના સમયમાં ધોરીમાંર્ગો પરની લોકોની અવરજવર થંભી ગઈ, અને લોકોએ નાના રસ્તાઓ પરથી ચાલવાનું શરૂ કર્યુ.


તેણે વધુમાં કહ્યું, “હું આજે ઇસ્રાએલી સેનાને પડકાર કરું છું, માંરી સાથે લડવા માંટે એ માંણસોને મોકલવાં હું આહવાન આપુ છુ.”


દાઉદે ત્યા ઊભેલા માંણસોને પૂછયું, “જે કોઈ આ પલિસ્તીને માંરી નાખે અને ઇસ્રાએલીઓની નામોશી ભૂંસી નાખે તેને શું ઇનામ મળે? આખરે આ ગોલ્યાથ છે કોણ? તે કોઇ જ નથી. એક વિદેશી થઇને જીવતાજાગતા દેવના સૈન્યનો તિરસ્કાર કરવાની હિંમત તે કેવી રીતે કરી શકે?”


Lean sinn:

Sanasan


Sanasan