Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 32:16 - પવિત્ર બાઈબલ

16 ત્યારે સમગ્ર મરુભૂમિમાં અને લીલી ધરતીમાં સર્વત્ર ઇનસાફ અને ન્યાય વાસો કરશે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 પછી ઇનસાફ અરણ્યમાં વસશે, ને ન્યાયપણું ફળવંત વાડીમાં વસતિ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 રણપ્રદેશ હોય કે ફળદ્રુપ પ્રદેશ હોય પણ સમગ્ર દેશમાં ન્યાયનીતિ પ્રવર્તશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 પછી ઇનસાફ અરણ્યમાં વસશે; અને ન્યાયપણું ફળદ્રુપ વાડીમાં રહેશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 32:16
17 Iomraidhean Croise  

યહોવાના આખા પવિત્ર પર્વત ઉપર ન તો કોઇ કોઇનું બુરૂં કરે, ન તો કોઇ કોઇને ઇજા કરે; કારણ, જેમ સાગર જળથી ભરેલો હોય છે, તેમ દેશ યહોવાના જ્ઞાનથી ભર્યો ભર્યો હશે.


તે ન્યાયાસન ઉપર બેસનારાઓમાં ન્યાયની ભાવના પ્રેરશે અને દુશ્મનોથી નગરના દરવાજાઓનું રક્ષણ કરનારાઓને બહાદુર બનાવશે.


યહોવા મોટો મનાયો છે; કેમ કે ઉચ્ચસ્થાને રહે છે, તે સિયોનને ન્યાય, ભલાઇ અને સદાચારનું નિવાસસ્થાન બનાવશે.


તેમાં થઇને એક રાજમાર્ગ જતો હશે અને તે, “પવિત્રતાનો માર્ગ” કહેવાશે. એના પર કોઇ અપવિત્ર માણસ ચાલશે નહિ. કોઇપણ યાત્રી, એક મૂર્ખ પણ ત્યાં તે રસ્તા પર ભૂલો પડી જશે નહિ.


અરણ્યના નગરો, હે કેદારવંશી રણવાસીઓ અને સેલાના રહેવાસીઓ, આનંદથી પોકારી ઊઠો! પર્વતો પરથી હર્ષનાદ કરો!


તે નબળો નહિ પડે કે હારશે નહિ, જ્યાં સુધી સમગ્ર પૃથ્વી ઉપર ન્યાયીપણું સ્થપાશે નહિ અને જ્યાં સુધી કિનારાના દેશો તેના કાયદાની પ્રતિક્ષા કરશે.”


તેં જો મારી આજ્ઞાઓ કાને ધરી હોત તો કેવું સારું થાત! તારી સુખસમૃદ્ધિ સદા સરિતા સમી વહેતી હોત અને વિજય પામીને તું સાગરના તરંગો જેમ ઊછળતો રહ્યો હોત.


“વળી તમારા સર્વ લોકો ધામિર્ક થશે. તેઓ સદાકાળ પોતાના દેશનું વતન પામશે, કારણ કે હું મારા પોતાના હાથે તેઓને ત્યાં સ્થાપીશ; અને એમ મારો મહિમા થશે.


આ ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવાના વચન છે: “હું યહૂદિયાં અને તેના નગરોનું ભાગ્ય ફેરવી નાખીશ અને તેથી તેઓ ફરીથી આ વચનો ઉચ્ચારશે કે, ‘નીતિવંતોનું રહેઠાણ એવો પવિત્રપર્વત, યહોવા તમને આશીર્વાદિત કરો!’


ત્યારબાદ તેઓ પોતાના યહોવા દેવની પાસે, પોતાના રાજા દાઉદની શોધ કરશે; અને આમ પાછળના દિવસોમાં ઇસ્રાએલી પ્રજા યહોવા દેવનો ભય રાખીને, ધ્રૂજતા ધ્રૂજતા યહોવા પાસે આવશે, અને તેમના આશીર્વાદો પામશે, ને તેમની ઉદારતાનો આશ્રય લેશે.


હવે યહોવા આ પ્રમાણે કહે છે; હું સિયોનમાં પાછો આવ્યો છું. અને હું યરૂશાલેમમાં રહીશ અને યરૂશાલેમ ‘સત્યનું નગર કહેવાશે’ અને સૈન્યોનો દેવ યહોવાનો ‘પવિત્રપર્વત’ કહેવાશે.”


Lean sinn:

Sanasan


Sanasan