Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 3:12 - પવિત્ર બાઈબલ

12 મારા લોકો પર બાળકો અન્યાય કરે છે અને સ્ત્રીઓ તેમના પર રાજ્ય કરે છે. અરે મારા લોકો, તમારા આગેવાનો તમને ખોટે માર્ગે દોરે છે, જેથી તમને ખબર પડતી નથી કે કયે રસ્તે જવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 મારા લોકો પર તો બાળકો જુલમ કરે છે, ને સ્ત્રીઓ તેમના પર રાજ કરે છે. અરે મારા લોક! તમારા અગ્રેસરો તમને ભમાવનારા છે, તેઓએ તમારા ચાલવાના માર્ગ ગૂંચવી નાખ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 વ્યાજખોરો મારા લોક પર જુલમ ગુજારે છે અને ધીરધાર કરનારા તેમને છેતરે છે. હે મારા લોકો, તમારા આગેવાનોએ તમને ગેરમાર્ગે દોર્યા છે, તેથી તમારે કયે માર્ગે જવું તે તમે જાણતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 મારા લોક પર તો બાળકો જુલમ કરે છે અને સ્ત્રીઓ તેમના પર રાજ કરે છે. મારા લોક, તમારા આગેવાનો તમને કુમાર્ગે દોરે છે અને તમારા ચાલવાના માર્ગ ગૂંચવી નાખે છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 3:12
15 Iomraidhean Croise  

અહાઝયાની માતા અથાલ્યાએ જાણ્યું કે તેનો પુત્ર મરણ પામ્યો છે, તે સમયે તેણે રાજાના કુટુંબનો સંહાર કરવાનું શરૂ કર્યું.


તેઓ રસ્તા તોડી નાખે છે જેથી હું ભાગી ન શકું. મારો નાશ કરવામાં તેઓ સફળ થયા છે. તેઓને કોઇની મદદની જરૂર નથી.


સમજણ વગરનો શાસનકર્તા જુલમો વધારે છે, પણ લોભનો જેને તિરસ્કાર છે તે લાંબો સમય રાજ્ય કરશે.


જે દેશનો રાજા બાળક જેવો નાદાન હોય; અને જેના સરદારો સવારમાં ઉજાણીઓ માણે છે તે દેશનો ઉદ્ધાર અશક્ય છે!


યહોવાએ તેમની બુદ્ધિને ભમાવી છે, અને જેમ પીધેલો માણસ ઊલટી કરતો લથડિયાં ખાય છે, તેમ તેઓએ મિસરને તેનાં તમામ કામોમાં ખોટે રસ્તે ચડાવ્યો છે.


“તે છોકરાઓને તેમના અધિકારીઓ ઠરાવશે, અને નાના બાળકો તેમના પર શાસન કરશે.


પોતાના લોકોનો પક્ષ લેનાર તારા દેવ યહોવા એમ કહે છે કે, “જો, હું તારા હાથમાંથી મારા રોષનો પ્યાલો, તને લથડિયાં ખવડાવનારનો પ્યાલો લઇ લઉં છું, હવે તારે એ પીવો નહિ પડે.


પ્રબોધકો જૂઠી વાણી ઉચ્ચારે છે, યાજકો મનમાની સત્તા ચલાવે છે; અને મારા લોકોને એ ગમે છે; પણ અંત આવશે ત્યારે તેઓ શું કરશે?


હે જૂઠા પ્રબોધકો, તમે યહોવાના લોકોને ખોટા માર્ગે લઇ જાઓ છો: “તમને ખોરાક આપે તેઓને તમે શાંતિ થાઓ એમ કહો છો અને જેઓ નથી આપતા તેઓને તમે ધમકાવો છો. તમારા માટે દેવનો આ સંદેશો છે.


તારા સૈનિકો સ્ત્રીઓની જેમ નિર્બળ અને લાચાર બની જશે. તારા દેશના દરવાજાઓ શત્રુ માટે પૂરા ઉઘાડી નાખવામાં આવશે, અને તે દરવાજાઓ અગ્નિથી ભસ્મીભૂત કરી દેવામાં આવશે.


માટે ફરોશીઓની વાત જવા દો. જો એક આંધળો માણસ બીજા આંધળા માણસનો દોરશે તો બંન્ને જણ ખાડામાં પડશે.”


“હે શાસ્ત્રીઓ અને ફરોશીઓ, તમને અફસોસ છે, તમે ઢોંગી છો, કારણ તમે આકાશના રાજ્યના દરવાજા લોકો માટે બંધ કરો છો. તમે પોતે આકાશના રાજ્યમાં પ્રવેશ કરતા નથી, અને જેઓ આકાશના રાજ્યમાં પ્રવેશ કરવા પ્રયત્ન કરે છે તેમને જવા દેતા નથી. [


Lean sinn:

Sanasan


Sanasan