Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 27:12 - પવિત્ર બાઈબલ

12 તે દિવસે યહોવા ફ્રાંત નદીથી તે મિસરની સરહદ સુધી ખળીમાંના અનાજને ઝૂડવાનું શરૂ કરશે. અને તમને ઇસ્રાએલના લોકોને એકે એકને ભેગા કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 વળી તે દિવસે યહોવા [ફ્રાત] નદીના પ્રવાહથી તે મિસરની નદી સુધી [અનાજને] ઝૂડશે, ને, હે ઇઝરાયલીઓ તમને એકેએકને એકત્ર કરવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 તે દિવસે, જેમ ઘઉં ઉપણીને સાફ કરવામાં આવે છે તેમ પ્રભુ યુફ્રેટિસ નદીથી તે ઇજિપ્તની સરહદ સુધી એક પછી એક બધા ઇઝરાયલીઓને એકત્ર કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તે દિવસે યહોવાહ ફ્રાત નદીના પ્રવાહથી તે મિસરની નદી સુધી અનાજને ઝૂડશે અને હે ઇઝરાયલીઓ તમને એકએકને એકત્ર કરવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 27:12
24 Iomraidhean Croise  

આ રીતે તે જ દિવસે યહોવાએ ઇબ્રામ સાથે કરાર કર્યો કે, “હું મિસરની નદીથી મહા નદી ફાત સુધીનો આખો પ્રદેશ –


આમ, સુલેમાંને અને તેની સાથે બધાં ઇસ્રાએલીઓએ ઉત્તરમાં હમાંથની ઘાટીથી તે દક્ષિણમાં મિસરની હદ સુધીનાં આખા સમુદાયે સાત દિવસ સુધી મંદિરનું સમર્પણ ઉજવ્યું.


પરંતુ જો તમે મારી પાસે પાછા આવશો અને મારી આજ્ઞાઓનું પાલન કરશો અને તેનો અમલ કરશો, તો તમારા વંશજો પૃથ્વીના છેડા સુધી વેરવિખેર થઇ ગયા હશે તો પણ હું તેમને મારા નામ માટે મેં જે સ્થાન પસંદ કર્યુ છે ત્યાં પાછા લાવીશ.’


મારા પ્રભુને કહ્યું, “હું તેમને બાશાનથી પાછા લાવીશ, પરંતુ શત્રુઓને ઊંડા સમુદ્રમાંથી પાછા લાવીશ.


વળી તે સમુદ્રથી સમુદ્ર સુધી અને યુફ્રેતિસ નદીથી પૃથ્વીના છેડા સુધી તે રાજ કરશે.


“ફકત રડ્યાં ખડ્યાં થોડાં ડૂંડા ત્યાં વેરાયેલા પડ્યાં હશે. જેમ કોઇ જૈતૂનના ઝાડને હલાવ્યા પછી છેક ઉપરની ડાળી પર બે ત્રણ ફળ રહે, અથવા ગાઢા પાંદડાવાળી ડાળીએ ચારપાંચ જૈતૂન રહે, તેવું ઇસ્રાએલનું થશે” એમ સૈન્યોના દેવ યહોવાએ કહ્યું હતું.


“હું માતાના ગર્ભમાં હતો ત્યારથી યહોવાએ મને પોતાનો સેવક નીમ્યો હતો, જેથી હું યાકૂબના વંશજોને, ઇસ્રાએલના લોકોને, પાછા એને ચરણે લાવું. તેણે મારો મહિમા કર્યો અને મને બળ આપ્યું.” આ યહોવા કહે છે:


ઇસ્રાએલના વેરવિખેર થયેલાંઓને એકઠા કરનાર પોતે યહોવા દેવના મુખના આ વચનો છે, “જેઓને ભેગા કર્યા છે તેમની ભેગા બીજાઓને પણ હું ભેગા કરતો રહીશ.”


“પાછા આવો, ઓ બેવફા બાળકો!” આ હું યહોવા તમને કહું છુ, “હા, હું જ તમારો ધણી છું. હું પ્રત્યેક શહેરમાંથી એક જણને અને દરેક કુટુંબમાંથી હું બે જણને લઇને તેમને સિયોન પર પાછા લાવીશ.


તેમ છતાં મિસરમાં વસતાં થોડા યહૂદીઓ મોતમાંથી ઊગરી જશે અને તેઓ યહૂદિયા પાછાં જશે. ત્યારે બચવા પામેલા લોકોને ખબર પડશે કે કોના વચન સાચાં છે, મારાં કે તેમના.


તમે જે પ્રજાઓમાં વિખેરાઇ ગયા છો ત્યાંથી હું તમને મારા ક્રોધથી અને મારા પરાક્રમથી મારા સમર્થ ભુજ વડે બહાર લાવી એકત્ર કરીશ.


તમે જે દેશોમાં વિખેરાઇ ગયા હતા ત્યાંથી હું તમને એકઠા કરીશ ત્યારે હું તમને સુવાસિત ધૂપની જેમ સ્વીકારીશ અને સર્વ પ્રજાઓના દેખતાં હું તમારી મધ્યે પવિત્ર મનાઇશ.


“પણ હવે, હું યાકૂબના વંશજો ઇસ્રાએલીઓ પર દયા કરી તેમનો ભાગ્યપલટો કરીશ. બંદીવાસનો અંત લાવીશ, અને તેઓની આબાદી પાછી આપીશ; કારણ કે હું મારા પવિત્ર નામની પ્રતિષ્ઠા વિષે જાગૃત છું.


“દક્ષિણની સરહદ તામારથી મરીબોથ-કાદેશના જળસમૂહ આગળ થઇને મિસરની ખાડી પાસે થઇને મિસરની સરહદે આવેલા ભૂમધ્ય સમુદ્ર સુધી જાય છે. આ દક્ષિણ સરહદ છે.


હું આજ્ઞા કરીશ કે, જેવી રીતે અનાજને ચારણીમાં ચાળવામાં આવે; તેમ છતાં તેમાંનો નાનામાં નાનો દાણો પણ નીચે પડશે નહિ, તે રીતે બીજા રાષ્ટ્રો દ્વારા ઇસ્રાએલ પરતંત્ર થઇ જાય.


જુઓ, સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હું મારા લોકોને પૂર્વના તથા પશ્ચિમના દેશમાંથી બચાવી લાવીશ;


“ધારોકે તમારામાંના કોઈ એક પાસે 100 ઘેટાં છે, પણ તેઓમાનું એક ખોવાઇ જાય છે. પછી તે બીજા 99 ઘેટાં એકલાં મૂકીને ખોવાયેલા ઘેટાંને શોધવા નીકળશે. તે માણસ જ્યાં સુધી તે ખોવાયેલું ઘેટું પાછું નહિ મળે ત્યાં સુધી તેની શોધ ચાલુ રાખશે.


મારી પાસે બીજા ઘેટાં પણ છે, તેઓ અહીં આ ટોળામાં નથી. મારે તેઓને પણ દોરવાની જરૂર છે. તેઓ મારા અવાજને ધ્યાનથી સાંભળશે. ભવિષ્યમાં ત્યાં એક જ ટોળું અને એક જ ઘેટાંપાળક હશે.


મને લોકો આપે છે અને તે લોકોમાંના બધા જ મારી પાસે આવશે. મારી પાસે જે દરેક વ્યક્તિ આવશે તેનો હું હમેશા સ્વીકાર કરીશ.


પછી સરહદ આસ્મોન સુધી ચાલુ રહે છે, ઈજીપ્તના ઝરણાં અને પછી ભુમધ્ય સમુદ્ર સુધી.


Lean sinn:

Sanasan


Sanasan