યશાયા 26:17 - પવિત્ર બાઈબલ17 હે યહોવા, કોઇ ગર્ભવતી સ્ત્રીનો પ્રસવકાળ આવ્યો હોય, ત્યારે પ્રસુતિની વેદનામાં ચીસો પાડે છે; તેવી પીડા તમારી સંમુખ અમને થતી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 જેમ ગર્ભવતી સ્ત્રી જ્યારે પ્રસવનો સમય પાસે આવે, ત્યારે કષ્ટાઈને વેદનામાં બૂમ પાડે છે; તે પ્રમાણે, હે યહોવા, અમે તમારી દષ્ટિ સમક્ષ હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 હે પ્રભુ, જેમ ગર્ભવતી સ્ત્રી પ્રસવવેદનાથી કષ્ટાઈને બૂમો પાડે છે, તેમ અમે પણ તમારી આગળ પોકારનારા થયા છીએ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 જેમ ગર્ભવતી સ્ત્રી જ્યારે પ્રસવનો સમય પાસે આવે, ત્યારે પ્રસૂતિની વેદનામાં ચીસો પાડે છે; તે પ્રમાણે, હે પ્રભુ અમે તમારી સંમુખ હતા. Faic an caibideil |
હું કોઇની પ્રસવવેદનાની ચીસ જેવી ચીસ સાંભળું છું. પ્રથમ બાળકને જન્મ આપતી વખતે પ્રસૂતિની વેદનાથી કષ્ટાતી સ્ત્રીના સાદ જેવો અવાજ મેં સાંભળ્યો છે. એ તો મારા લોકોનો અવાજ છે. તેઓ હાંફી ગયા છે તેઓ પોતાના હાથને ખેંચી રહ્યા છે અને રડે છે, “અમે ડૂબી ગયા છીએ, અમારો સંહાર કરી રહ્યા છે, તેની સામે અમે બેભાન થઇ રહ્યા છીએ.”