Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 23:11 - પવિત્ર બાઈબલ

11 યહોવાએ સમુદ્ર વિરુદ્ધ પોતાનો હાથ ઉગામ્યો છે; તે પૃથ્વીના સામ્રાજ્યોને ધ્રૂજાવે છે. આ મહાન વેપારી નગર અને તેના સાર્મથ્યનો વિનાશ કરવા તેમણે આજ્ઞા આપી છે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 પ્રભુએ પોતાનો હાથ સમુદ્ર પર લાંબો કર્યો છે, તેમણે રાજ્યોને હલાવી નાખ્યાં છે; યહોવાએ કનાન વિષે આજ્ઞા આપી છે કે, તેના કિલ્લાઓનો નાશ કરવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 સમુદ્ર પર પ્રભુએ પોતાનો હાથ ઉગામ્યો છે અને રાજ્યોને ઉથલાવી પાડયાં છે. પ્રભુએ કનાનના કિલ્લાઓનો નાશ નક્કી કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 યહોવાહે પોતાનો હાથ સમુદ્ર પર લંબાવ્યો છે; તેમણે રાજ્યોને હલાવી નાખ્યાં છે; તેમણે કનાન વિષે આજ્ઞા આપી છે કે, તેના કિલ્લાઓનો નાશ કરવો.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 23:11
30 Iomraidhean Croise  

તેણે કહ્યું, “કનાનને માંથે શ્રાપ ઉતરો! તે પોતાના ભાઈઓનો ગુલામ થઈને રહેશે.”


ભયથી ધ્રુજશે વિદેશીઓ, અને ડગમગી જશે રાજ્યો; જ્યાં યહોવા ગર્જના કરશે એટલે પૃથ્વી ગઇ પીગળી.


જ્યાં હું સદાને માટે રહી શકું તેવો ગઢ તમે થાઓ, તમે મને તારવાની આજ્ઞા કરી છે કારણકે તમે મારા ખડક અને મારો ગઢ છો.


મૂસાએ પોતાનો હાથ લાલ સમુદ્ર ઉપર લંબાવ્યો, એટલે યહોવાએ આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ફૂંકાવીને સમુદ્રને પાછો હઠાવ્યો, તેથી તેના પાણીના બે ભાગ પડી ગયા. અને સમુદ્રની જગ્યાએ સૂકી જમીન બનાવી હતી.


હું તેને અધમીર્ પ્રજા સામે મોકલું છું, મારો રોષ જગાડનાર લોકો સામે જઇ તેમને લૂંટવા, તેમની માલમિલ્કત પડાવી લેવા અને રસ્તા પરના કીચડની જેમ તેમને રોળી નાખવા જણાવું છું.


હું મારા ભયંકર રોષના દિવસે આકાશોને ધ્રુજાવી મૂકીશ અને પૃથ્વી આકાશમાં પોતાના સ્થાનેથી ખસી જશે.”


આ યોજના સમગ્ર પૃથ્વી માટે ઘડવામાં આવી છે. બધી પ્રજાઓ સામે આ હાથ ઉગામેલો છે.”


નીલના પાણી સૂકાઇ જશે, નદીનાં પાણી ઓછાં થઇને સુકાઇ જશે.


યહોવા પૃથ્વીને ધ્રુજાવવા આવે ત્યારે લોકો તેના રોષથી અને તેના પ્રતાપના તેજથી બચવા પર્વતોની ગુફાઓમાં અને જમીનની ફાંટોમાં ભરાઇ જશે.


હે તાશીર્શના જહાજો, તમે તમારા દેશમાં પાછા ફરો, કારણ અહીં કોઇ બંદર હવે રહ્યું નથી.


અને શીહોરમાં ઉગાડેલા પાકથી અને નીલ નદીને કાંઠે ઉગાડેલા અનાજમાંથી લાભ પામ્યા હતાં અને અનેક રાષ્ટ્રો સાથે વેપાર કર્યો હતો.


તમે સમૃદ્ધ નગરોને ઉજ્જડ કરો છો. તમે કિલ્લેબંધ નગરોને ખંડેરોનો ઢગ બનાવી દીધાં છે. તમે વિદેશીઓના ગઢનો વિનાશ કરી નાખ્યો છે. તેઓ તે ફરીથી બાંધશે નહિ.


માટે યહોવા પોતાના લોકો ઉપર ખૂબ ગુસ્સે થયા છે; અને તેઓને કચડી નાખવા માટે તેમણે પોતાનો હાથ લંબાવ્યો છે. ટેકરીઓ ધ્રૂજશે, અને તેના લોકોના મડદાં શેરીઓમાં કચરાની જેમ ફેંકી દેવામાં આવશે. તેમ છતાં તેમનો ક્રોધ શાંત થયો નથી; હજી તેમના લોકો પર તેમનો હાથ ઉગામેલો જ છે.


હું તમારો ઉદ્ધાર કરવા આવ્યો, ત્યારે અહીં કેમ કોઇ હતું નહિ? મેં બૂમ પાડી ત્યારે કેમ કોઇએ જવાબ ન આપ્યો? શું તમને એમ લાગ્યું કે, મારો હાથ તમારો ઉદ્ધાર કરવા સમર્થ નથી! શું મારામાં તમને બચાવવાની શકિત નથી? જુઓ, મારી આજ્ઞાથી સાગર સૂકાઇ જાય છે, અને ઝરણા રણ બની જાય છે. તેમાંની માછલીઓ પાણી વિના ગંધાઇ ઊઠે છે અને તરસે મરી જાય છે.


પણ યહોવાએ એને આજ્ઞા કરી હોય પછી એ આરામ શી રીતે કરે? કારણ કે આશ્કલોન તથા સમુદ્રને કાંઠે વસનારાઓનો વિનાશ કરવાની તેણે તેને આજ્ઞા કરીને મેં દરિયાકાંઠાને સાફ કરવાનું સોંપ્યું છે.”


તેના હજારો ઘોડાઓએ ઉડાડેલી ધૂળની રજથી તું છવાઇ જશે. ભંગાણ પડેલા શહેરમાં લોકો પ્રવેશ કરે તેમ તે તારા બારણામાં થઇને દાખલ થશે. ત્યારે ઘોડાઓ, રથો અને ગાડાંના અવાજથી તારો કિલ્લો ધ્રુજી ઊઠશે.


“તેઓ તૂરના કિલ્લાઓનો નાશ કરશે અને કમાનોને તોડી પાડશે. હું તારી બધી રેતીને ભૂંસી નાખીશ અને ફકત ખુલ્લા ખડક રહેવા દઇશ.


તેના પડવાના અવાજથી પ્રજાઓ ભયભીત થઇને થથરી ગઇ, કારણ કે કબરમાં જનારાઓ સાથે મેં તેને પણ કબરમાં ધકેલી દીધું, એદનવાડીના બીજાં ગવિર્ષ્ઠ વૃક્ષો અને લબાનોનના પસંદગી પામેલા શ્રેષ્ઠ વૃક્ષો તેને પોતાની વચ્ચે કબરમાં જોઇને દિલાસો પામ્યાં.


યહોવાએ તમારા માટે આ હુકમ આપ્યો છે, “તારા કુળની હારમાળા ખલાસ થઇ જશે. તારા મંદિરોની મૂર્તિઓ અને પ્રતિમાઓનો હું નાશ કરીશ. હું તને દફનાવી દઇશ! કારણકે તું તિરસ્કૃત થયો છે!”


હું આ બધા રાષ્ટ્રોને હચમચાવી મૂકીશ, અને તેમની ધનસંપતિ અહીં આવશે અને આ મંદિરને હું ખજાનાથી ભરી દઇશ.’


અને યહૂદિયા અને યરૂશાલેમનું એકેએક વાસણ સૈન્યોનો દેવ યહોવાને માટે પવિત્ર થશે. ભકિત કરવા આવનાર સૌ કોઇ બલિદાનને બાફવા માટે તેનો વિના મૂલ્યે ઉપયોગ કરી શકશે; અને તે વખતે સૈન્યોનો દેવ યહોવાના મંદિરમાં કોઇ વેપારી નહિ હોય.


પછી ઈસુએ લોકોને ઉપદેશ આપ્યો. તેણે કહ્યું, “શાસ્ત્રોમાં તે લખેલું છે. ‘મારું ઘર બધા લોકો માટેનું પ્રાર્થનાનુ ઘર કહેવાશે.’ પરંતુ તમે દેવના ઘરને ‘ચોરોને છુપાવા માટેની જગ્યામાં ફેરવો છો.’”


પછી ઈસુએ માણસોને જેઓ કબૂતરો વેચતાં હતા તેઓને કહ્યું, “આ વસ્તુઓ અહીંથી બહાર લઈ જાઓ. મારા પિતાના ઘરને ખરીદવા અને વેચવા માંટેનું ઘર ન કરો.”


Lean sinn:

Sanasan


Sanasan