Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 22:16 - પવિત્ર બાઈબલ

16 અહીં તારે શું કામ છે, તને અહીં શો અધિકાર છે કે તેં તારે માટે પર્વત ઉપર ખડકમાં કબર ખોદાવી છે? હું તને જોરથી ઝાટકી નાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 ‘તારું અહીં શું છે? અને તારું અહીં કોણ છે કે, તેં પોતાને માટે અહીં કબર ખોદી છે? તું ઊંચે પોતાની કબર ખોદે છે, ખડકમાં પોતાને માટે રહેઠાણ કોતરે છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 “તારું અહીં શું છે? પોતાને માટે અહીં પર્વત પર ખડકમાં કબર ખોદાવવાનો તને શો અધિકાર છે? જો, તે પોતાને માટે કબર ખોદાવે છે અને ખડકમાં પોતાને માટે આરામસ્થાન કોતરાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 ‘તારું અહીં શું છે અને તું કોણ છે કે તેં પોતાને માટે અહીં કબર ખોદી છે? તું ઊંચે પોતાની કબર ખોદે છે, ખડકમાં પોતાને માટે રહેઠાણ કોતરે છે!”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 22:16
10 Iomraidhean Croise  

માંરા પિતાએ મને સમ ખવડાવીને કહ્યું હતું, ‘માંરો મરણકાળ નજીક છે, મેં માંરે માંટે કનાનમાં જે કબર ખોદાવેલી છે તેમાં મને દફનાવજો. એટલે કૃપા કરીને મને જવા દો અને માંરા પિતાને દફનાવવાની રજા આપો. એ પછી હું પાછો આવીશ.’”


પોતાના જીવન દરમ્યાન આબ્શાલોમે રાજાઓની ખીણમાં સ્માંરક સ્તંભ ઊભો કર્યો હતો. કારણ, તેને એમ થયું હતું કે, “માંરું નામ રાખવા માંટે મને પુત્ર તો છે નહિ.” આથી તે સ્તંભને તેણે પોતાનું નામ આપ્યું હતું; અને આજે પણ તે “આબ્શાલોમના સ્માંરક” તરીકે ઓળખાય છે.


તેમણે તેના શરીરને સુગંધી દ્રવ્યોથી ભરેલી કબરમાં સુવડાવ્યો, કફનમાં મૂક્યા બાદ તેની દફનવિધિ વખતે તેના લોકોએ બહુ મોટા પ્રમાણમાં ધૂપ બાળ્યા.


જેઓ અગાઉ પૃથ્વી પર રાજાઓ અને વિદ્વાન માણસો સાથે રહેતા હતા તે માણસોએ પોતાને માટે મકાનો બંધાવ્યા હતા તે અત્યારે નાશ પામી ગયા છે અને સમાપ્ત થઇ ગયા છે.


બીજી બધી પ્રજાના રાજાઓ માનપૂર્વક પોતપોતાની કબરમાં સૂતેલા છે.


પણ તને તો કબર પણ મળી નથી. તારા શબને તિરસ્કારપૂર્વક ફેંકી દેવામાં આવ્યું છે. તારું કચડાયેલું શબ, યુદ્ધમાં વીંધાઇ ગયેલા યોદ્ધાઓથી વીંટળાઇને એક ખાડાના ખડક તળિયે પડ્યું છે.


“હે શૂરવીર માણસ, યહોવા તને કઠોરતાથી હચમચાવવાનાં જ છે.


અને હવે યહોવા પૂછે છે, “અત્યારે હું અહીં શું જોઉં છું? તમને વિના મૂલ્યે ગુલામ બનાવવામાં આવ્યા છે, તમારા પર શાસન ચલાવનારાઓ ઊંચા સ્વરે બોલે છે અને દિનપ્રતિદિન મારા નામની સતત નિંદા કરે છે.


ઊઠો, ચાલ્યા જાઓ, કારણકે આ તમારું વિશ્રામસ્થાન નથી. અશુદ્ધિ ભયંકર વિનાશ સાથે સંહાર કરે છે.


યૂસફે ઈસુના દેહને એક નવી કબરમાં મૂક્યો. યૂસફે એક ખડકની દિવાલમાં તે કબર ખોદી હતી. પછી તેણે એક મોટા પથ્થરને ગબડાવી પ્રવેશદ્વારને ઢાંકી દીધું. આ પ્રમાણે કર્યા પછી યૂસફ ચાલ્યો ગયો.


Lean sinn:

Sanasan


Sanasan