Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 20:3 - પવિત્ર બાઈબલ

3 પછી આશ્દોદ જીતાયું ત્યારે યહોવાએ કહ્યું, “મારો સેવક યશાયા ત્રણ વર્ષ પર્યંત મિસર અને કૂશની જે હાલત થવાની છે તેની એંધાણીરૂંપે વસ્ત્ર વિના ફર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 યહોવાએ કહ્યું, “મિસર તથા કૂશ સંબંધી ત્રણ વર્ષ સુધી ચિહ્ન તથા કૌતુકને અર્થે, મારો સેવક યશાયા જેમ ઉઘાડે શરીરે તથા ઉઘાડે પગે ફર્યો છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 આશ્દોદનું પતન થયું ત્યારે પ્રભુએ કહ્યું, “મારો સેવક યશાયા ત્રણ વર્ષ સુધી ખુલ્લા શરીરે અને ઉઘાડે પગે ફર્યો છે. એ તો ઇજિપ્ત તથા કૂશનું જે થવાનું છે તેની નિશાની છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 યહોવાહે કહ્યું, “મિસર તથા કૂશ સંબંધી ત્રણ વર્ષ સુધી ચિહ્ન તથા કૌતુકને અર્થે, મારો સેવક યશાયા જેમ ઉઘાડે શરીરે તથા ઉઘાડે પગે ફર્યો છે”

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 20:3
16 Iomraidhean Croise  

આ સૈન્યોના દેવ યહોવાના વચન છે, “હું મિસરીઓને જુલમી રાજાના હાથમાં સોંપી દઇશ, જે તેમના પર રાજ્ય કરશે.”


ત્યાં આશ્શૂરના રાજાને એવા સમાચાર મળ્યા કે “કૂશનો રાજા તિર્હાકાહ તેમની સામે લડવા આવે છે.” એટલે તેણે સંદેશ વાહકોને યહૂદીયાના રાજા હિઝિક્યા પાસે મોકલી કહાવ્યું કે,


કારણ કે હું યહોવા તારો દેવ છું, હું ઇસ્રાએલનો પવિત્ર યહોવા છું, હું ઇસ્રાએલનો પવિત્ર યહોવા તારો ઉદ્ધારક છું, તારી મુકિતના બદલામાં મેં મિસર આપ્યો છે, તારે બદલે કૂશ તથા સબા આપ્યાં છે.


હું અને મારા સંતાનો, જે મને યહોવાએ આપ્યા છે, સૈન્યોનો દેવ યહોવાની એંધાણીઓ છીએ, જેઓ સિયોન પર્વત પર વસે છે.


યહોવાએ મને આ પ્રમાણે કહ્યું, “જા, શણનો કમરબંધ ખરીદી લાવ અને તે પહેર. પણ તેને પાણીમાં બોળીશ નહિ.”


તેઓનાં દેખતાં તું તારો સામાન ખભે ચઢાવ અને અંધારામાં ચાલી નીકળજે. તારું મોઢું ઢાંકી દેજે અને આજુબાજુ જોઇશ નહિ. આ બધું ઇસ્રાએલીઓને ચેતવણીરૂપ થઇ પડશે.”


એ દિવસે મિસરમાં અને કોનો સંહાર થશે, તેની સંપત્તિ લૂંટાઇ જશે અને દેશ આખો ખેદાનમેદાન થઇ જશે.


“‘યહોવા મારા માલિકના આ વચન છે: મિસરના સર્વ મિત્ર રાજ્યોનું પતન થશે અને તેના સાર્મથ્યના અભિમાનનો અંત આવશે. ઉત્તરમાં મિગ્દોલથી તે દક્ષિણમાં આસ્વાન સુધીના સર્વ તરવારથી નાશ પામશે. એમ યહોવા મારા માલિક જાહેર કરે છે.


દેવે કહ્યું, “હે મનુષ્યના પુત્ર, એક મોટી ઇંટ લઇ તારી સામે મૂક, અને તેના પર યરૂશાલેમનો નકશો દોર.


વળી એક લોખંડની તાવડી લઇ, તારી અને નગરની વચ્ચે લોખંડની ભીત તરીકે આડી મૂક, શહેરની તરફ મોઢું કર, શહેરને ઘેરો ઘાલેલો છે અને ઘેરો ઘાલનાર તું છે. ઇસ્રાએલીઓને માટે આ એક સંકેત છે.


એજ રીતે કૂશીઓ પણ તેમની તરવારથી માર્યા જશે.


હે પ્રમુખ યાજક યહોશુઆ, તું અને તારી મદદમાં રહેનાર યાજકો, હવે સાંભળો, કારણ, તમે શું બનવાનું છે તે માટેના ઉદાહરણો છો. જુઓ, હું શાખા નામે ઓળખાતા મારા સેવકને લઇ આવીશ.


ચાળીસ દિબસ સુધી તમે દેશમાં ફરીને તપાસ કરી હતી; તેમ તમે 40 વર્ષ સુધી અરણ્યમાં એકદિવસને બદલે એક વર્ષ સુધી તમાંરાં પાપોનો બોજ માંથે ઊચકીને ભટકશો ત્યારે તમને સમજાશે કે માંરી નારાજગીનું પરિણામ કેવું આવે છે?’


Lean sinn:

Sanasan


Sanasan