Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 19:13 - પવિત્ર બાઈબલ

13 સોઆનના રાજકર્તાઓ બેવકૂફ છે, નોફના રાજકર્તાઓ મમાં છે; મિસરના આગેવાનોએ જ દેશને ખોટે રસ્તે ચડાવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 સોઆનના સરદાર મૂર્ખ થયા છે, નોફના સરદારો છેતરાયા છે; તેનાં કુળોના મુખ્ય માણસોએ મિસરને ભમાવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 સોઆનના અધિકારીઓ અને નોફના આગેવાનો મૂર્ખ છે. ઇજિપ્તના ઉચ્ચ આગેવાનોએ જ તે દેશને ગેરમાર્ગે દોર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 સોઆનના રાજકુમારો મૂર્ખ થયા છે, નોફના રાજકુમારો છેતરાયા છે; તેઓના કુળોના મુખ્ય માણસોએ મિસરને અન્ય માર્ગે દોર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 19:13
14 Iomraidhean Croise  

સોઆનના રાજકર્તાઓ બિલકુલ મૂર્ખ છે, ફારુનના ડાહ્યા ગણાતા મંત્રીઓ પણ અક્કલ વગરની સલાહ આપે છે. તેઓ ફારુન આગળ એવું કેવી રીતે કહી શકે કે, “અમે પ્રાચીન કાળના જ્ઞાની પુરુષોના અને રાજાઓના વંશજ છીએ?”


અને હજી મેમ્ફિસના અને તાહપન્હેસના મિસરી સૈન્યે તારી ખોપરી તોડી નાખી. તારું માથું વાઢી નાંખશે.


મિસરના ઉત્તર ભાગમાં મિગ્દોલ, તાહપાન્હેસ, નોફ અને પાથોસના પ્રદેશમાં વસતા યહૂદિયાવાસીઓ વિષે યહોવાનો સંદેશો યર્મિયા પાસે આવ્યો.


“મિસરમાં જાહેર કરો, મિગ્દોલમાં અને નોફમાં તેમજ તાહપાન્હેસમાં ઢંઢેરો પિટાવો, જણાવો કે, ‘હોશિયાર! તૈયાર! તમારી આસપાસ તરવાર વિનાશ સર્જી રહી છે.’


હે મિસરના પ્રજાજનો, તમારો સામાન બાંધો અને બંદીવાસ જવાને તૈયાર થાઓ. કારણ કે મેમ્ફિસ નગરનો સંપૂર્ણ નાશ થશે. અને તે વસતિવિહીન તથા ઉજ્જડ થશે.


યહોવા મારા માલિકના આ વચન છે: “હું મેમ્ફિસની મૂર્તિઓનો અને પૂતળાંઓનો નાશ કરીશ. મિસરમાં કોઇ રાજકર્તા નહિ રહે. આખા દેશમાં ભય વ્યાપી જશે.


હું પાથોર્સને વેરાન બનાવી દઇશ અને સોઆનને આગ ચાંપીશ અને નોનોને સજા કરીશ.


હું મિસરને આગ ચાંપીશ અને પાપનું નગર ભયથી થરથરી ઊઠશે. નોફની દિવાલમાં ગાબડાં પડશે અને, મેમ્ફિઓના દુશ્મનો તેમને રાતદિવસ હેરાન કરશે.


આ પ્રશ્ર્ન હું પુછું છું; કેમકે મોટા વિનાશના કારણે ઇસ્રાએલના લોકો દેશ છોડી જશે. તેઓને મિસરમાં ભેગા કરવામા આવશે અને તેમના વંશજોને મેમ્ફિસમાં દફનાવામાં આવશે. તેમના કિંમતી ખજાનાઓ પર કાંટાળા છોડ ઉગશે અને તેમના મંડપો પર કાંટા ઉગશે.


“તેઓમાંથી જ ખૂણાનો મુખ્ય પથ્થર, તમામ આશાઓનો આધાર જેના પર છે તે ખીલો, યુદ્ધને જીતનાર ધનુષ્ય, અને દરેક રાજ્યકર્તા પ્રગટ થશે.


“હું જે જોઉ છું તે દૃશ્ય આજનું નથી, પણ ભવિષ્યનું છે. યાકૂબના વંશમાંથી એક તારો ઊગશે, ઇસ્રાએલના લોકોમાંથી એક નવો શાસક આવશે, તે પોતાના રાજદંડથી મોઆબીઓનાં પ્રાણ હરશે. અને શેથના પુત્રોનો તે નાશ કરશે.


લોકોએ જ્ઞાની હોવાનો દાવો કર્યો. પરંતુ તેઓ તેમની જાતે મૂર્ખ બન્યા.


તેથી તમે વિશ્વાસ કરનારાઓના માટે તે પથ્થર મૂલ્યવાન છે પણ અવિશ્વાસીઓ માટે તે પથ્થર – તે એક એવો પથ્થર છે: “જેને સ્થપતિઓએ અવગણ્યો છે. તે પથ્થર ઘણોજ મહત્વનો પથ્થર બન્યો.”


પછી શાઉલે કહ્યું, “લોકોના સર્વ આગેવાનો, તમે આગળ આવો; અને આજે શામાં આ પાપ થયું છે એ તપાસ કરી શોધી કાઢો.


Lean sinn:

Sanasan


Sanasan