યશાયા 18:7 - પવિત્ર બાઈબલ7 તે વેળાએ એક પ્રજા, સૈન્યોના દેવ યહોવાના નામ ઉપર, યહોવા માટે અર્પણો લઇને સિયોન પર્વત પરના મંદિરમાં આવશે, તેઓ ઉંચા અને સુંવાળીં ચામડીવાળા લોકો છે, જેમનાથી, દૂર અથવા નજીક રહેતા દરેક ડરે છે, અને જેની ભૂમિને અનેક નદીઓ સીંચે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તે સમયે સૈન્યોના [ઈશ્વર] યહોવાને માટે કદાવર તથા સુંવાળી પ્રજાથી, નજીકની તથા દૂરની પ્રજાઓને ડરાવનાર, જેનો દેશ નદીઓથી વિભક્ત થએલો છે, તે સમર્થ ને કચરી નાખનાર પ્રજા સિયોન પર્વત, જે સૈન્યોના [ઈશ્વર] યહોવાના નામનું સ્થાનક છે, તેને માટે ભેટ લાવશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 તે દિવસે જેમનો દેશ નદીઓથી વિભાજિત થયેલો છે એવા દેશની કદાવર અને સુંવાળી પ્રજા, દૂરદૂરના લોકો પર ધાક બેસાડનારી પ્રજા, સમર્થ અને સરસાઈ ભોગવતી પ્રજા સર્વસમર્થ પ્રભુને માટે અર્પણો લઈને આવશે. જ્યાં સર્વસમર્થ પ્રભુને નામે ભજન થાય છે તે સિયોન પર્વત પર તેઓ આવશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તે સમયે સૈન્યોના યહોવાહને માટે ઊંચી તથા સુંવાળી પ્રજાથી, દૂરના તથા નજીકના લોકોને ડરાવનાર, મજબૂત અને વિજયી પ્રજા જેનો દેશ નદીઓથી વિભાજિત થયેલો છે, તે સિયોન પર્વત જે સૈન્યોના યહોવાહના નામનું સ્થાન છે, તેને માટે બક્ષિસ લાવશે. Faic an caibideil |