Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 17:3 - પવિત્ર બાઈબલ

3 ઇસ્રાએલના કોટકિલ્લા અને દમસ્કની રાજસત્તા જતાં રહેશે; વળી ઇસ્રાએલીઓની જાહોજલાલીની જે દશા થઇ તે જ દશા અરામના બાકી રહેલા લોકોની થશે,” સૈન્યોના દેવ યહોવાના આ વચન છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 એફ્રાઈમમાંથી કિલ્લો ને દમસ્કસમાંથી રાજ્ય જતાં રહેશે; અને અરામના શેષ [ની ગતિ] ઇઝરાયલીઓના ગૌરવ જેવી થશે, સૈન્યોના [ઈશ્વર] યહોવાનું વચન એવું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 એફ્રાઈમમાંથી કિલ્લેબંદીવાળા નગરનો લોપ થશે અને દમાસ્ક્સ પોતાની રાજદ્વારી સત્તા ગુમાવશે. ઇઝરાયલીઓના વૈભવની જેવી બૂરી હાલત થઈ તેવી જ અરામીઓની પણ થશે. હું સર્વસમર્થ પ્રભુ એ બોલ્યો છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 એફ્રાઇમમાંથી કિલ્લાવાળાં નગરો અને દમસ્કસમાંથી રાજ્ય અદ્રશ્ય થશે અને અરામના શેષનું ગૌરવ ઇઝરાયલના ગૌરવ જેવું થશે, સૈન્યોના યહોવાહનું આ વચન છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 17:3
27 Iomraidhean Croise  

આશ્શૂરના રાજાએ તેની વિનંતી માન્ય રાખી અને દમસ્ક પર ચડાઈ કરી તે કબજે કર્યું. અને ત્યાંના વતનીઓને કીરમાં દેશવટો આપ્યો અને અરામના રાજા રસીનને મારી નાખવામાં આવ્યો.


હોશિયાના શાસનના 9મે વરસે આશ્શૂરનો રાજા સમરૂન કબજે કરવામાં સફળ થયો અને તે આશ્શૂરમાં ઇસ્રાએલીઓને લઇ આવ્યો. તેણે તેમને હલાહ શહેરમાં, ગોઝાનની નદી, હાબોર નદીને પાસે અને માદીઓના નગરમાં વસાવ્યા.


કાલ્નો અને કાર્કમીશ, હમાથ અને આર્પાહ, દમસ્ક અને સમરૂન બધાંના મેં એકસરખા હાલ કરી નાખ્યા છે.


અને હવે યહોવા કહે છે કે, “ત્રણ વર્ષ પૂરાં થતાં જ મોઆબની જાહોજલાલી તુચ્છ થઇ જશે અને તેની વસ્તી વિશાળ હોવા છતાં બહુ જ ઓછા લોકો બાકી રહેશે અને તે પણ તુચ્છ ગણાશે; શેષ બહુ થોડો સમુદાય રહેશે તે પણ વિસાત વગરનો રહેશે.”


“તે દિવસે ઇસ્રાએલમાંથી યાકૂબની જાહોજલાલી જતી રહેશે અને ગરીબી આવી પડશે અને તેની સમૃદ્ધિ ઓસરી જશે,


તમે સમૃદ્ધ નગરોને ઉજ્જડ કરો છો. તમે કિલ્લેબંધ નગરોને ખંડેરોનો ઢગ બનાવી દીધાં છે. તમે વિદેશીઓના ગઢનો વિનાશ કરી નાખ્યો છે. તેઓ તે ફરીથી બાંધશે નહિ.


એ બાળક નરસાનો ત્યાગ કરી, સારાને પસંદ કરતા શીખશે. તે પહેલાઁ તું જેનાથી ભયભીત થાય છે તે બે રાજાઓના દેશો ઉજ્જડ થઇ જશે.


કારણ કે દમસ્ક, અરામની રાજધાની છે. અને રસીન દમસ્કનો નેતા છે. અને પાંસઠ વર્ષમાં એફ્રાઇમ પણ નાશ પામશે.


કારણ કે એ ‘બા’ કે ‘બાપા’ બોલતો થાય તે પહેલાં દમસ્કની સંપત્તિ અને સમરૂનની લૂંટ ઉપાડીને આશ્શૂરના રાજા સમક્ષ લઇ જવામાં આવશે.”


યહોવાએ તેને કહ્યું, “તેનું નામ ‘યિઝએલ’ પાડ, કારણકે થોડા જ સમયમાં હું યેહૂના કુટુંબના માણસો પર બદલો લઇશ અને તેના વંશજોને યિઝએલ ખીણમાં તેણે જે રકતપાત કર્યો હતો તેના માટે સજા કરીશ.


ગોમેરને ફરીથી ગર્ભ રહ્યો, ને આ વખતે પુત્રી અવતરી, યહોવાએ તેને કહ્યું, “તું તેણીનું નામ લો-રૂહામાહ પાડ; કારણકે હવે પછી હું કદી ઇસ્રાએલના લોકો પર તેમના પાપોને ક્ષમા કરીને દયા દેખાડવાનો નથી.


તારા લોકો વિરૂદ્ધ યુદ્ધ થશે અને દુશ્મનો તારા કિલ્લેબંધ નગરોનો નાશ કરશે. જેમ શાલ્માને યુદ્ધમાં બેથ-આર્બેલનો વિનાશ કર્યો હતો અને માતાઓને અને તેમના બાળકોને જમીન પર પછાડીને મારી નાખ્યા હતાં તેમ થશે.


એ જ રીતે ઇસ્રાએલી પ્રજા, લાંબા સમય સુધી રાજા કે, આગેવાન વગર, યજ્ઞ વગર, મૂર્તિ કે, શુકન જાણવાની પૂતળી વગર રહેશે.


“ઇસ્રાએલ હડપ થઇ ગયું છે. વિદેશીઓમાં આજે તેની કિંમત ફૂટેલાં વાસણ જેવી છે.


“ઇસ્રાએલની કીર્તિ પંખીની જેમ ઊડી જશે; તેમના સંતાનો જન્મ સમયે જ મૃત્યુ પામશે અથવા કોઇને ગર્ભ રહેશે નહિ.


જેઓ સમરૂનના દેવોના નામે પ્રતિજ્ઞા કરે છે. ‘તેઓ હે દાન, તારા દેવના નામે વચન આપું છું’, એમ કહીને પ્રતિજ્ઞા લે છે. તેઓ બધા ઢળી પડશે અને ફરી કદી પાછા ઊઠશે નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan