Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 16:2 - પવિત્ર બાઈબલ

2 પોતાના માળામાંથી હાંકી કઢાયેલા પંખીઓની જેમ મોઆબના લોકો આનોર્ન નદી પાર કરવાના માર્ગે આમતેમ ભટકે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 માળા તોડી પાડયાને લીધે ભટકતાં પક્ષી જેવી મોઆબની દીકરી આર્નોનના ઓવારાઓ પર આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 માળામાંથી હાંકી કાઢવામાં આવેલા ફફડતા પક્ષીની જેમ મોઆબના લોકો આર્નોનના ઓવારાઓ પર અટવાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 માળા તોડી પાડ્યાને લીધે ભટકતા પક્ષી જેવી મોઆબની સ્ત્રીઓ આર્નોન નદીના કિનારા પર આવશે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 16:2
14 Iomraidhean Croise  

મોઆબનો રાજા મેશા ઘેટાં ઉછેરતો હતો, અને તે ઇસ્રાએલના રાજાને નિયમિત એક લાખ ઘેટાંનાં બચ્ચાં અને એક લાખ ઘેટાનું ઊન વસુલીરૂપે આપતો હતો.


જેમ ભટકતી ચકલી, અને જેમ ઊડતું અબાબીલ પક્ષી છે. તેમ વિનાકારણે આપેલો શાપ કોઇને માથે ઊતરતો નથી.


પોતાનું ઘર છોડીને ભટકતી વ્યકિત પોતાનો માળો છોડી દીધેલા પક્ષી જેવી છે.


બાબિલમાં વસતા વિદેશીઓ જેની પાછળ શિકારીઓ પડ્યાં છે, એવાં હરણાંની જેમ અથવા રેઢાં મૂકેલાં ઘેટાંની જેમ, પોતાને વતન પોતાના લોકોમાં ભાગી જશે.


“તેઓ તને જવાબ આપશે, મોઆબ ખંડેર થઇ ગયું છે; રૂદન અને શોક કરો. આનોર્નના કિનારાઓ પરથી જાહેર કરો કે, મોઆબ ખેદાન મેદાન થઇ ગયું છે!


હે મોઆબ, આ તે તમારી કેવી દશા! હે મોઆબના લોકો! હે કમોશદેવના ભકતો, તમારું આવી બન્યું! કારણ, તમારાં પુત્રો અને પુત્રીઓને કેદ પકડીને દેશવટે લઇ જવામાં આવ્યા છે.”


“મોઆબ માટે મીઠું અલગ રાખો કારણકે તે ચોક્કસ પડશે. તેના નગરો વસ્તી વિનાના ઉજ્જડ ખંડેર થઇ જવાના છે.


આ શી તમાંરી દશા! મોઆબ તને દિલગીરી! કમોશના ભજનિકોનો નાશ! નિરાશ્રિત બનાવ્યો તને તારા દેવે, દિલગીરી! અને તમાંરી સ્ત્રીઓ બની, અમોરીઓના રાજા સીહોનની કેદી, દિલગીરી!


અનોર્નની ખીણની ધારે આવેલા અરોએરથી માંડીને ગિલયાદ સધીના સપાટ પ્રદેશમાં એક પણ નગર આપણી સામે ટકી શકયું નહોતું, આપણા દેવ યહોવાએ બધાં જ નગરો આપણા હાથમાં સોંપી દીધાં.


“આપણે જે ભૂમિ કબજે કરી હતી, તે મેં રૂબેન અને ગાદના વંશજોને આપી: અરોએરનો આનોર્ન નદીના કાંઠા પરનો પ્રદેશ તથા ગિલયાદના પર્વતીય પ્રદેશનો અડધો ભાગ તેના નગરો સહિત.


“એ વખતે આપણે યર્દન નદીની પૂર્વ બાજુએ અમોરીઓના એ બે રાજાઓનો સમગ્ર પ્રદેશ-આનોર્નની ખીણથી હેમોર્ન પર્વત સુધીનો કબજે કર્યો.


તેઓને પ્રાપ્ત થયેલો અરોએરનો પ્રદેશ જે અર્નોની ખાડીની ધારે આવેલો છે, અને નગર જે ખીણની મધ્યમાં આવેલું છે, અને મેદબાનો સમગ્ર સપાટ પ્રદેશ.


“ત્યારબાદ તેઓ વન્ય પ્રદેશમાં ગયા અને અદોમ અને મોઆબ દેશની આસપાસ ગયા અને આર્નોન નદીની સામે પડાવ નાખ્યો. તેઓ મોઆબની સરહદની બહાર હતાં. કારણકે તેઓએ આર્નોન નદી ઓળંગી ન હતી જે મોઆબ દેશની સરહદ હતી.


Lean sinn:

Sanasan


Sanasan