Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 15:1 - પવિત્ર બાઈબલ

1 મોઆબ વિષે દેવવાણી. આર-મોઆબ અને કીર રાતોરાત ખેદાનમેદાન થઇ ગયાં અને કીર મોઆબ ઉજ્જડ થયું છે, નષ્ટ થયું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 મોઆબ વિષે ઈશ્વરવાણી; “રાત્રે આર-મોઆબ ઉજજડ થયું, નષ્ટ થયું છે! એક રાતમાં કીર-મોઆબ ઉજજડ થયું છે, નષ્ટ થયું છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 મોઆબ વિષેનો આ સંદેશ છે: એક જ રાતમાં મોઆબનાં આર અને કીર નગરોનો નાશ કરવામાં આવ્યો છે અને મોઆબ દેશમાં સન્‍નાટો છવાઈ ગયો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 મોઆબ વિષે ઈશ્વરવાણી. ખરેખર, એક રાત્રિમાં મોઆબનું આર ઉજ્જડ થઈને નષ્ટ થયું છે; ખરેખર, એક રાત્રિમાં કીર-મોઆબ ઉજ્જડ થઈને નષ્ટ થયું છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 15:1
20 Iomraidhean Croise  

તેમણે નગરોને ભોંયભેગા કરી નાખ્યાં, દરેક માંણસે એક એક પથ્થર નાખીને દરેક ખેતરને પથ્થરથી ભરી દીધાં. બધા ઝરણાંને તેમણે બંધ કરી દીધા, અને બધાં જ સારા વૃક્ષો કાપી નાખ્યાં, આખરે તેમણે કીર-હરેસેથને ઘેરો ઘાલ્યો અને પથ્થરથી હુમલો કરવા માંટે ગોફણિયાઓનો ઉપયોગ કર્યો.


તેઓ બંને ભેગા મળીને ખભેખભા મિલાવી પશ્ચિમમાં પલિસ્તીઓ પર તૂટી પડશે અને પૂર્વના લોકોને લૂંટી લેશે; અદોમ અને મોઆબ તેમની મૂઠીમાં આવશે; અને આમ્મોનના લોકો તેમની આણ સ્વીકારશે.


આમોસના પુત્ર યશાયાને બાબિલ વિષે યહોવાએ સંદર્શન આપ્યું તે આ રહ્યું:


જ્યારે રાજા આહાઝનું અવસાન થયું તે વર્ષ દરમ્યાન આ પ્રમાણે દેવી વાણી સંભળાઇ.


આથી મારું હૃદય મોઆબને માટે વીણાની જેમ રણજણી ઊઠે છે, અને કીર-હેરેસથને માટે મારો અંતરાત્મા કકળે છે.


યહૂદાના લોકો કહે છે, અમે મોઆબના ઘમંડ વિષે સાંભળ્યું છે, કેવો ભારે ઘમંડ! તેના અભિમાન, તેના અહંકાર તથા તેની ઉદ્ધતાઇ વિષે અમે સાંભળ્યું છે, પણ તેની બડાશો બધી ખોટી છે.


આથી, મોઆબીઓએ મોઆબ માટે આક્રંદ કરવું જ રહ્યું, ભારે આફતમાં તેઓ આવી જશે. અને કીર-હરેસેથની સૂકી દ્રાક્ષાની બાટીઓને માટે શોક કરશે.


યહોવા, તેનો હાથ આ પર્વત પર ટેકવશે પરંતુ જેમ તણખલાને પગ નીચે કચડીને કચરાના ઢગલા પર ફેંકી દેવામાં આવે છે, તેમ ફેંકી દેશે. અને મોઆબને પગ નીચે કચડી નાખવામાં આવશે.


યહોવા મોઆબના કિલ્લાઓની ઊંચી ભીતોને તોડી પાડશે. ભોંયભેગી કરી દેશે, ને ધૂળમાં મેળવી દેશે.


જ્યારે મિસર, યહૂદિયા, અદોમ, આમ્મોન, અને મોઆબના વતનીઓને તેમજ જેઓ રણમાં ભટકતા ફરે છે અને તે બધાં જેઓ પોતાના વાળના ખૂણાઓ કાપે છે તેમને હું સજા કરનાર છું. કારણ, આ બધી પ્રજાઓની સુન્નત થઇ નથી અને ઇસ્રાએલીઓના હૃદય સુન્નત થયા નથી.”


એક વખત હેશ્બોનમાંથી નીકળ્યાં હતાં આગ, જેમ સીહોનનાં લશ્કર; આર્નોનના પર્વતને ગળી જઈ, ભસ્મ કર્યુ મોઆબનું આર નગર.


‘આજે તારે મોઆબની સરહદે આવેલા આરને વટાવીને લોટના વંશજો


આમ્મોનીઓના પ્રદેશમાં પહોંચી જવાનું છે. પરંતુ તેમને છેડશો નહિ કે તેમની સાથે યુદ્ધ પણ કરશો નહિ, કારણ કે, તેઓની ભૂમિમાંથી હું તમને એક વસ્તુ પણ આપવાનો નથી. મેં તે પ્રદેશ તો લોટના વંશજોને આપી દીધો છે.’”


“ત્યાં યહોવાએ આપણને ચેતવણી આપતાં કહ્યું, ‘લોટના વંશજો મોઆબીઓને પણ છેડશો નહિ કે તેમની સાથે યુદ્ધ પણ કરશો નહિ, કારણ કે, તેઓના પ્રદેશમાંથી પણ હું તમને જમીન આપીશ નહિ. મેં આરનગર અને તે પ્રદેશ લોટના વંશજોને આપી દીધો છે.’”


Lean sinn:

Sanasan


Sanasan