Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 14:6 - પવિત્ર બાઈબલ

6 તમે તમારા ક્રોધમાં મારા લોકોનું દમન કર્યુ છે. તમે તેઓને સતત માર્યા છે, તમે તમારા ક્રોધમાં તેમના પર ડંખીલુ શાસન કર્યુ છે તમે પ્રજાની પર જુલમ ગુજારતાં અટક્યા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 જે કોપમાં લોકોને નિરંતર મારતી, અને ક્રોધમાં નિરંકુશ સતાવણીથી પ્રજાઓ પર અમલ કરતી તેને યહોવાએ ભાંગી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 જે સોટી કોપમાં લોકોને નિરંતર મારતી અને ક્રોધમાં નિરંકુશ સતાવણીથી પ્રજાઓ પર અમલ કરતી તેને યહોવાહે ભાગી નાખી છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 14:6
23 Iomraidhean Croise  

ત્યારે યહોવાએ બાબિલના રાજાને તેમના ઉપર ચઢાઇ કરવા મોકલ્યો. બાબિલના રાજાએ તેમના યુવાન માણસોને જ્યારે તેઓ મંદિરની અંદર જ હતાં ત્યારે મારી નાખ્યાં. તેણે સ્ત્રી કે પુરુષ, વૃદ્ધ કે યુવાન, સાજાં કે માંદા કોઇનેય છોડ્યાં નહિ. દેવે તેમને બધાંને તેના હાથમાં સુપ્રત કર્યા હતાં.


ઈશ્વર તેમનો ગુસ્સો રોકશે નહિ રહાબનાં મદદગારો પણ દેવથી ડરે છે. માણસનો ગર્વ તેની સામે ઓગળી જાય છે.


કોઇ જ્ઞાન, કે કોઇ યુકિતનું યહોવા આગળ કશું જ ચાલતું નથી.


ગરીબો પર રાજ્ય કરતો દુષ્ટ રાજકર્તા ત્રાડ નાખતા સિંહ જેવો અને ધસી આવતા રીંછ જેવો છે.


રેઢા પડેલા માળાનાં ઇંડાની જેમ પ્રજાની સંપત્તિ મારા હાથમાં આવી પડી છે. મેં આખી દુનિયા ઉપાડી લીધી છે; નથી એકે પાંખ ફફડી, કે નથી એકે ચાંચ ઉઘડી કે નથી કોઇએ ચી કર્યુ.”


યહોવાએ તારી દુષ્ટ સત્તાને કચડી નાખીને તારા દુષ્ટ શાસનનો અંત કર્યો છે.


અફસોસ છે તને! તું અલબત્ત, બીજાને લૂંટે છે, પણ તું લૂંટાયો નથી! તું દગાબાજી કરે છે ખરો, પણ તારી સાથે કોઇએ દગાબાજી કરી નથી! પણ જ્યારે તારી ખરાબીઓ પૂરી થશે, ત્યારે તું ખરેખર લૂંટાશે; જ્યારે તું તારી દગાબાજીનો અંત લાવીશ ત્યારે ખરેખર તારી સાથે દગાબાજી થશે.


એક પછી એક નજીકના અને દૂરના, ઉત્તરના બધા રાજાઓને અને પૃથ્વીના પડ પરના બધાં રાજ્યોને સૌથી છેલ્લો બાબિલનો રાજા પણ એ પીશે.


તેથી હું ઉત્તરના બધા કુળસમૂહોને અને બાબિલના મારા સેવક નબૂખાદનેસ્સારને તેડાવી મંગાવીશ તેમને હું આ દેશ સામે, એના વતનીઓ સામે અને આસપાસની બધી પ્રજાઓ સામે યુદ્ધ કરવા લઇ આવીશ. હું તેમનું નિકંદન કાઢી નાખીશ અને તેમની એવી હાલત કરીશ જે જોઇને લોકો હેબતાઇ જશે. તેમની હાંસી ઉડાવશે અને હંમેશને માટે તેમની નામોશી થશે.


હે મોઆબના મિત્રો, તેના માટે વિલાપ તથા રૂદન કરો. જુઓ, બળવાનો અને સ્વરૂપવાનો કેવા ધૂળધાણી થઇ ગયા છે!


આપણા પ્રભુ સૈન્યોનો દેવ યહોવા કહે છે, “હે અભિમાની લોકો! હું તમારી વિરુદ્ધ છું. હવે તમને શિક્ષા કરવાનો સમય આવી ગયો છે.


“જ્યારે હું નિસાસા નાખતો હતો, તે તેઓએ સાંભળ્યું છે. મને દિલાસો આપનાર કોઇ નથી; મારા બધા દુશ્મનોએ મારા દુ:ખ વિષે સાંભળ્યું છે. તેઓ ખુશ છે કે આ બધું તેં પોતે કર્યું છે. તેં જે દિવસ માટે વચન આપ્યું છે તે આવવા દે, તેઓને પણ મારા જેવા થવા દે.


પૃથ્વી પરના સર્વ માણસો તેની સામે કોઇ વિસાતમાં નથી. તેમને જે ઠીક લાગે તેમ કરે છે, તેજ તે સ્વર્ગમાં તેમજ અહીં પૃથ્વી પરના નિવાસીઓમાં કરે છે. તેમના હાથને કોઇ રોકી શકતું નથી. તેમને કોઇ પ્રશ્ર્ન કરી શકતું નથી કે, તમે આ શું કર્યું?


તેથી શું તેઓ સદા માટે તેઓની જાળ ખાલી કરશે? શું તેઓ લોકોનો સતત સંહાર કરવાનું બંધ નહિ કરે?


“મદ્યપાન છેતરામણું છે; તેવી જ રીતે તેમના અભિમાનને કારણે બાબીલીઓ ઘરે રહેતા નથી. તેઓના લોભમાં ઘણા દેશો અને લોકોને જીત્યાં છે. પરંતુ મૃત્યુ અને નર્કની માફક તેઓ કદી તૃપ્ત થતાં નથી.


હા, તમારે બીજા લોકો પર દયા બતાવવી જ જોઈએ. જો કોઈ વ્યક્તિ બીજા લોકો તરફ દયા નહિ રાખે તો, દેવ તેને દયા રાખ્યા વગર ન્યાય આપશે કારણ ન્યાય પર દયાનો વિજય હોય છે.


Lean sinn:

Sanasan


Sanasan