યશાયા 11:15 - પવિત્ર બાઈબલ15 યહોવા મિસરના રાતા સમુદ્રમાંથી રસ્તો કરશે; અને ફ્રાત નદી પર પોતાનો હાથ હલાવીને પ્રચંડ પવનને મોકલશે અને તેને સાત પ્રવાહમાં વહેંચી નાખશે જેથી તે સહેલાઇથી ઓળંગી શકાય. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 યહોવા મિસરના સમુદ્રની જીભને સૂકવી નાખશે; અને પોતાના ઉષ્ણ શ્વાસથી તે નદી પર પોતાનો હાથ હલાવશે, ને તેને મારીને સાત નાળાં કરશે, અને લોકો જોડા પહેરીને પાર જશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 પ્રભુ ઇજિપ્તના સમુદ્રના અખાતને સૂકવી નાખશે અને યુફ્રેટિસ નદીને બળબળતા વાયુથી સૂકવી નાખશે, અને તેના પ્રવાહને તે સાત નાનાં ઝરણાંમાં વહેંચી નાખશે, જેથી સૌ કોઈ તેને પગરખાં ઉતાર્યા વિના જ ઓળંગી શકશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 યહોવાહ મિસરના સમુદ્ર કિનારાની ભૂમિ વહેંચશે, અને પોતાના ઉગ્ર પવનથી તે ફ્રાત નદી પર પોતાનો હાથ હલાવશે, અને તેને સાત પ્રવાહમાં વહેંચી નાખશે, જેથી લોકો તેને પગરખાં પહેરેલાં રાખીને પાર કરશે. Faic an caibideil |
હું તમારો ઉદ્ધાર કરવા આવ્યો, ત્યારે અહીં કેમ કોઇ હતું નહિ? મેં બૂમ પાડી ત્યારે કેમ કોઇએ જવાબ ન આપ્યો? શું તમને એમ લાગ્યું કે, મારો હાથ તમારો ઉદ્ધાર કરવા સમર્થ નથી! શું મારામાં તમને બચાવવાની શકિત નથી? જુઓ, મારી આજ્ઞાથી સાગર સૂકાઇ જાય છે, અને ઝરણા રણ બની જાય છે. તેમાંની માછલીઓ પાણી વિના ગંધાઇ ઊઠે છે અને તરસે મરી જાય છે.