Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 10:9 - પવિત્ર બાઈબલ

9 કાલ્નો અને કાર્કમીશ, હમાથ અને આર્પાહ, દમસ્ક અને સમરૂન બધાંના મેં એકસરખા હાલ કરી નાખ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 કાલ્નો કાર્કમીશ જેવું નથી? હમાથ આર્પાદના જેવું નથી? સમરૂન દમસ્કસ જેવું નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 શું મેં જેમ કાલ્નો પર તેમ ર્ક્કમીશ પર, જેમ હમાથ પર તેમ આર્પાદ પર અને જેમ સમરૂન પર તેમ દમાસ્ક્સ પર જીત મેળવી નથી?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 કાલ્નો કાર્કમીશ જેવું નથી? હમાથ આર્પાદ ના જેવું નથી? સમરુન એ દમસ્કસ જેવું નથી?

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 10:9
23 Iomraidhean Croise  

શિનઆરના દેશમાં આવેલા બાબિલ, એરેખ, આક્કાદ અને કાલ્નેહમાં નિમ્રોદના રાજયની શરૂઆત થઈ.


જયારે હમાંથના રાજા ટોઈને ખબર મળી કે દાઉદે હદાદએઝેરના આખા લશ્કરને હરાવ્યું છે.


આશ્શૂરના રાજાએ તેની વિનંતી માન્ય રાખી અને દમસ્ક પર ચડાઈ કરી તે કબજે કર્યું. અને ત્યાંના વતનીઓને કીરમાં દેશવટો આપ્યો અને અરામના રાજા રસીનને મારી નાખવામાં આવ્યો.


આશ્શૂરના રાજાએ બાબિલ, કૂથાહ, આવ્વા, હમાથ અને સફાર્વાઈમના લોકોને લાવીને ઇસ્રાએલીઓને બદલે સમરૂનનાં શહેરોમાં વસાવ્યા. આથી તેઓએ સમરૂનનો કબજો લઈ તેનાં નગરોમાં વસવાટ કર્યો.


હમાથ અને આર્પાદના દેવો કયાં છે? કયાં છે સફાર્વાઈમ, હેના અને ઇવ્વાહના દેવો? એ દેવો સમરૂનને મારા હાથમાંથી છોડાવવા સમર્થ હતા ખરા?


મારા પિતૃઓએ ઉચ્છેદી નાખેલી પ્રજાઓના દેવોમાંથી મને એક નામ તો બતાવો જે પોતાના લોકોને અમારાથી બચાવી શક્યા હોય? તો પછી તમારા દેવ તમને શી રીતે બચાવવાના છે?


આ બધું બન્યા પછી, જ્યારે યોશિયાએ મંદિર બાંધવાનું પૂરુ કરી નાખ્યું હતું ત્યારે, મિસરનો રાજા નખો યુદ્ધ કરવા માટે ફ્રાતના કાંઠા પરના કાર્કમીશ ઉપર ચઢી આવ્યો. યોશિયા તેની સામે લડવા ગયો.


તે કહે છે, ‘મારા સેનાપતિઓ બધાં રાજા નથી?


દમસ્કને લગતી દેવવાણી “જુઓ દમસ્ક નગર નહિ કહેવાય એવું થઇ જશે, તે ખંડિયેરનો ઢગલો થઈ જશે.


ઇસ્રાએલના કોટકિલ્લા અને દમસ્કની રાજસત્તા જતાં રહેશે; વળી ઇસ્રાએલીઓની જાહોજલાલીની જે દશા થઇ તે જ દશા અરામના બાકી રહેલા લોકોની થશે,” સૈન્યોના દેવ યહોવાના આ વચન છે.


રાજમાર્ગો ઉજ્જડ થઇ ગયા છે, કારણ કે કોઇ વટેમાર્ગુ નથી, કરારોનો ભંગ કરવામાં આવ્યો છે, વચન પ્રતિબદ્ધતાને માન અપાતું નથી. નગરો ધૃણિત થઇ ગયા છે, ત્યાં લોકો વિષે કોઇ વિચારતું નથી.


હમાથ અને આર્પાદની મેં કેવી દશા કરી હતી તે શું તમને યાદ નથી? શું તેઓના દેવો તેઓને બચાવી શક્યા? અને સફાર્વાઇમ તથા સમરૂનનું શું થયું? તેઓના દેવો હાલ ક્યાં છે?


આશ્શૂરના રાજાઓ જ્યાં ગયા છે તેના પરિણામો શું આવ્યા છે તે તું યાદ રાખ. કારણ કે તેઓનો વિરોધ કરનાર દરેકનો તેઓએ પૂરેપૂરો વિનાશ કરી નાખ્યો છે. શું તું માને છે કે તું છટકી જઇશ, જ્યારે તેઓ તેમ ન કરી શક્યા?


અને હમાથના રાજા, આર્પાદના રાજા અને સફાર્વાઇમ, હેના તથા ઇવ્વાહ નગરના રાજાઓનું શું થયું તે ભૂલી જશો નહિ.”


કારણ કે દમસ્ક, અરામની રાજધાની છે. અને રસીન દમસ્કનો નેતા છે. અને પાંસઠ વર્ષમાં એફ્રાઇમ પણ નાશ પામશે.


મિસર વિષે મિસરના રાજા ફારુનની સૈનાને બાબિલના રાજા નબૂખાદનેસ્સારે ફ્રાંત નદીને કાંઠે આવેલા કાર્કમીશ ખાતે યહૂદિયાના રાજા યહોયાકીમના અમલના ચોથા વર્ષ દરમ્યાન હરાવી હતી તે પ્રસંગે મિસરની વિરુદ્ધ આ સંદેશો આપવામાં આવ્યો હતો.


દમસ્ક વિષે યહોવાની વાણી: “હમાથ અને આર્પાદ નગરો ભયથી મૂંજાઇ ગયા છે, તેમણે માઠા સમાચાર સાંભળ્યા છે. ચિંતાથી તેઓ સાગરની જેમ ખળભળી ઊઠયા છે. તેમને નિરાંત વળતી નથી.


હામાથ અનદ દમસ્ક અને હમાથની સરહદ વચ્ચે આવેલાં શેહરો બેરોથાહ અને સિબ્રાઇમ થઇને હૌરાનની સરહદે આવેલા હાસેર-હાનીકોન સુધી જાય છે.


“અને તેઓ રાજાઓની મશ્કરી કરે છે, ને સરદારો તો તેની નજરમાં હાસ્યરૂપ છે. તેથી તેઓના કિલ્લાઓની તે હાંસી ઉડાવે છે. કિલ્લાઓના કોટ આગળ ધૂળના ઢગલા કરી બહુ આસાનીથી તેઓને જીતી લે છે.


ત્યાંથી લબોહમાંથ થઈને સદાદ સુધી જશે.


Lean sinn:

Sanasan


Sanasan