યશાયા 10:34 - પવિત્ર બાઈબલ34 કુહાડીથી કપાતાં જંગલના ઝાડોની જેમ તે તેમને કાપી નાખશે અને લબાનોનનાં ભવ્યમાં ભવ્ય વૃક્ષો પણ ધરાશાયી થઇ જશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 તે વનની ઝાડીઓને લોઢાથી કાપી નાખશે, અને લબાનોન બળવાનના હાથથી પડશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.34 કુહાડાથી ગીચ જંગલને કાપી નાખવામાં આવે અને લબાનોનનાં મજબૂત વૃક્ષો ઢળી પડે તેમ પ્રભુ તેમને કાપી નાખશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 તે ગાઢ જંગલનાં વૃક્ષોને કુહાડીથી કાપી નાખશે અને લબાનોન તેની ભવ્યતામાં ધરાશાયી થશે. Faic an caibideil |
તારા નોકરો મારફતે તેં મારું અપમાન કર્યું છે; તે કહ્યું છે કે, “મારા રથમાં બેસીને મેં મહાન પરાક્રમો કર્યા છે, હું પર્વતોં ચઢયો છું અને તેના શિખરો પર પહોચ્યો છું. લબાનોનના ઊંચામાં ઊંચા શિખર પર હું ચઢયો છું, મેં ઊંચામાં ઊંચા એરેજવૃક્ષોને તથા સૌથી ઉત્તમ દેવદારના વૃક્ષોને કાપી નાખ્યા છે, મેં તેઓના ઊંચામાં ઊંચા પર્વતોને જીતી લીધા અને તેઓના ગાઢ જંગલોમાં પહોચ્યો છું.
“અને આપ નામદારે જાગ્રત ચોકીદાર સમા એક પવિત્ર દૂતને આકાશમાંથી ઊતરતો જોયો હતો જે કહેતો હતો કે, ‘આ વૃક્ષને કાપી નાખો, એનો નાશ કરો, પણ એનાં ઠૂંઠાને લોઢાના ને કાંસાના બંધથી બાંધીને એને જમીનમાં મૂળ સાથે ખેતરના ઘાસ વચ્ચે રહેવા દો. એને આકાશમાંથી પડતી ઝાકળથી ભીંજાવા દો. અને એને પશુઓ સાથે રહેવા દો આમને આમ સાત વર્ષ વીતી જવા દો.’