Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 1:8 - પવિત્ર બાઈબલ

8 “સિયોન નગર બધી વસ્તુઓથી વંચિત થઇ ગયું છે જેમકે દ્રાક્ષની વાડીઓમાં આશ્રય અથવા કાકડીના ખેતર તે ઘેરાબંધ શહેર જેવું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 સિયોનની દીકરી દ્રાક્ષાવાડીના માંડવા જેવી, કાકડીની વાડીના માળા જેવી, ઘેરેલા નગર જેવી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 ફક્ત સિયોનનગરી એટલે યરુશાલેમ જ બાકી છે અને તેને પણ ઘેરો ઘાલવામાં આવ્યો છે. તેની હાલત દ્રાક્ષવાડીમાંની ચોકીદારની ઝૂંપડી જેવી અને ક્કડીની વાડીમાંની છાપરી જેવી છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 સિયોનની દીકરી દ્રાક્ષવાડીના માંડવા જેવી, કાકડીની વાડીના માળા જેવી, ઘેરેલા નગર જેવી છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 1:8
21 Iomraidhean Croise  

તેણે બાંધેલા ઘર કરોળિયાના જાળાં જેવા અને ચોકીદારના છાપરા જેવા છે.


જેથી પછી હું યરૂશાલેમના દરવાજે બધાં લોકોની સમક્ષ તમારી સ્તુતિ ગાઇશ અને તમારા રક્ષણમાં ખુશ રહીશ.”


“તમારો દેશ ઉજ્જડ થઇ ગયો છે, તમારાં નગરો આગમાં ભસ્મ થઇ ગયાં છે; તમારી નજર આગળ પરદેશીઓ તમને લૂંટે છે, અને તેઓની નજરે જે પડે છે તેનો નાશ કરે છે.


જો સૈન્યોના દેવ યહોવાએ આપણામાંના થોડાકને બાકી રહેવા ન દીધા હોત, તો આપણે સદોમ અને ગમોરાના જેવા નામશેષ થઇ ગયા હોત.”


હુમલાખોરો આજે જ નોબમાં મુકામ કરશે. અને સિયોનના પર્વત ભણી, યરૂશાલેમ ભણી તે મુઠ્ઠી ઉગામશે.


“તારી આસપાસ યહોવા છાવણીઓ નાખશે, બુરજો બાંધી તને ઘેરો ઘાલશે અને તારી સામે સૈન્યો ઊભા કરશે,


તેઓમાંનો એક તમારા એક હજારને ભગાડી મૂકશે! તેઓમાંના પાંચ તમને એવી રીતે વિખેરી નાંખશે કે તમારામાંથી કોઇ બે વ્યકિતઓ ભેગી નહિ રહે. તમે દૂરના પર્વતોની ટોચ પરના એકલા ધ્વજદંડની જેમ મૂઠીભર બાકી રહેશો.


“હે સાન્હેરીબ, ‘તને યરૂશાલેમ નગરી તુચ્છકારી કાઢે છે, તારી હાંસી ઉડાવે છે, અને તારી પાછળ ગર્વથી માથું ધુણાવે છે.


આશ્શૂરના રાજાના મુખ્ય સંદેશવાહકે જીવતા દેવની મશ્કરી અને નિંદા કરી છે; યહોવા, તમારા દેવે તે સાંભળી છે, એ શબ્દો માટે યહોવા તેમને જરૂર શિક્ષા કરશે, હે યશાયા, અમે જે બચી ગયા છીએ તેઓ માટે પ્રાર્થના કર.”


જ્યારે માલિકે, ન્યાયના પાવક અગ્નિ વડે સિયોનની પુત્રીઓના ગંદવાડને ધોઇ નાખ્યો હશે, અને યરૂશાલેમનું રકત ન્યાયના તથા દહનના આત્માથકી તેનામાંથી નિર્મળ કરી નાખ્યું હશે,


પછી તું મનમાં વિચાર કરશે, હું તો સંતાન વિહોણી ત્યકતા હતી, આ બધા બાળકો મને થયા શી રીતે? ‘હું તો એકલીઅટૂલી હતી, ત્યારે એમને ઉછેર્યા કોણે? એ આવ્યાં ક્યાંથી?’”


જુઓ, પૃથ્વીના છેડા સુધી યહોવા ઘોષણા કરે છે, “યરૂશાલેમના લોકોને જણાવો કે, આ તમારો મુકિતદાતા આવે છે, પોતે મુકત કરેલા લોકોને સાથે લઇને આવે છે.”


તે યહૂદામાં ધસી જશે, અને આગળ વધતા વધતા તે તેના ગળા સુધી પહોંચશે, અને તેના પાણી તમારી સમગ્ર ભૂમિમાં ફરી વળશે અને તેને ભરી દેશે. પરંતુ દેવ આપણી સાથે છે, તારા આખો દેશ ભરપૂર થઇ જશે!


જંગલી પ્રાણીની આસપાસ ભરવાડો ફરી વળે તે પ્રમાણે તેઓ યરૂશાલેમને ઘેરી લે છે; કારણ કે તેના લોકોએ યહોવા વિરુદ્ધ બંડ પોકાર્યું છે.” યહોવા આ વચનો કહે છે.


તુ ખૂબ સુંદર અને અડકવામાં નાજુક છે, પણ સિયોનની દીકરી, હું તારો નાશ કરવાનો છું.


યહોવાએ ક્રોધે ભરાઇને સિયોન પર અંધકાર ફેલાવ્યો છે; તેણે આકાશમાંથી દુનિયા પર ઇસ્ત્રાએલના આકર્ષક ગૌરવને ટપકાવ્યો છે. જ્યારે તે ક્રોધે ભરાયો હતો ત્યારે તેના પાયાસનને પણ ભૂલી ગયો.


જ્યાં લોકો મંદિરમાં પૂજા કરતા હતા ત્યાં તેઓનો નાશ થયો, જેમ જમીન પર ઘાસનો નાશ થાય છે. બધાં વિશ્રામવારો-ઉત્સવો ભૂલાઈ ગયા. તેના ગુસ્સાથી યાજકો અને રાજા ઘૃણિત થયાં હતાં.


યહોવા કહે છે, “સિયોનના વતનીઓ, ગીતો ગાઓ અને આનંદ કરો, કારણ, જુઓ, હું આવું છું અને તમારી વચ્ચે વસનાર છું.


સિયોનના લોકો, આનંદોત્સવ મનાઓ, હે યરૂશાલેમના લોકો, હર્ષનાદ કરો! કારણ, જુઓ, તમારો રાજા તમારી પાસે આવે છે. તે વિજયવંત થઇને આવે છે. પણ નમ્રપણે, ગધેડા પર સવારી કરીને, ખોલકાને-ગધેડીના બચ્ચાને વાહન બનાવીને આવે છે.


“સિયોન ની દીકરી, બી મા! જો! તારો રાજા આવે છે. તે ગધેડાના વછેરા પર બેસીને આવે છે.”


Lean sinn:

Sanasan


Sanasan