Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 1:19 - પવિત્ર બાઈબલ

19 “જો તમે રાજીખુશીથી આજ્ઞા પ્રમાણે વર્તશો, ને કામ કરશો તો તમે ધરતીનો મબલખ પાક ભોગવવા પામશો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 જો તમે રાજી થઈને [મારું] માનશો, તો દેશની ઉત્તમ પેદાશ ખાશો;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 જો તમે મને આધીન થશો તો દેશની ઉત્તમ પેદાશ ખાશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 જો તમે ખુશીથી મારી આજ્ઞા પ્રમાણે કરશો, તો તમે ભૂમિની ઉત્તમ પેદાશ ખાશો;

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 1:19
22 Iomraidhean Croise  

સૈન્યોનો દેવ યહોવા સિયોન પર્વત પર બધા લોકો માટે મિષ્ટાનની અને ઉત્તમ પીણાની ઉજાણી તૈયાર કરશે.


ન્યાયીને માટે સર્વ સારું થશે. માટે તેને કહે કે, “તારું ભલું થશે. તને તારા સારા સુકૃત્યોનો બદલો મળશે જ!”


તો પછી તમે યહોવામાં ઉત્સવ કરશો અને યહોવા તમને ધરતીનાં ઊંચા શિખરો પર સ્થાપિત કરશે, અને તમને તમારા પૂર્વજ યાકૂબનો વારસો ભોગવવા મળે એવું કરશે. આ યહોવાના પોતાના વચન છે.


આથી યહોવા મારા માલિક કહે છે કે, “મારા સેવકો ખાવા પામશે પણ તમે ભૂખ્યા રહેશો, મારા સેવકો પીશે પણ તમે તરસ્યા રહેશો. મારા સેવકો ખુશી થશે પણ તમે ફજેત થશો.


“તે તારે કહેવું પડશે તેવું યહોવા કહે છે: ‘હું તમને જીવનના માર્ગ અને મૃત્યુના માર્ગ વચ્ચે પસંદગી કરવાની તક આપું છું.


ઇસ્રાએલના દેવ સૈન્યોનો દેવ યહોવાનાં વચન સાંભળો, તે કહે છે; ‘તમારાં આચરણ અને કર્મો સુધારો, તો હું તમને આ સ્થળે રહેવા દઇશ.


કારણ કે જો તમે સાચે જ તમારો સ્વભાવ સુધારો અને તમારા કર્મો સુધારો અને તમે સાચે જ એકબીજા સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર કરો,


તો હું તમને આ દેશમાં વસવા દઇશ. આ ભૂમિ મેં તમારા પિતૃઓને સદાકાળ માટે આપેલી છે.


તમે ચોક્કસ ઘરાઇને ખાશો અને યહોવા દેવના નામની સ્તુતિ કરશો; જે તમારી સાથે અદ્ભૂત રીતે ર્વત્યા છે અને મારા લોકો ફરી કદી લજ્જિત નહિ થાય.


જો તમે નિયમોને આધીન થશો તો ભૂમિ મબલખ પાક આપશે તેથી તમે સુરક્ષિત રહેશો અને તૃપ્ત થશો.


“જો તમે માંરા સર્વ કાનૂનો પ્રમાંણે ચાલશો અને માંરી સર્વ આજ્ઞાઓનું પાલન કરીને તેનો અમલ કરશો;


તમાંરે ત્યાં પુષ્કળ પાક ઊતરશે, વાવણીનો સમય આવે ત્યાં સુધી દ્રાક્ષ પાકયા કરશે, અને લણવાનું કામ વાવણીના સમય સુધી ચાલશે, તમે ધરાતાં સુધી જમશો અને દેશમાં સુરક્ષિત રહેશો.


ત્યારે ઝરુબ્બાબેલ અને યાજક યહોશુઆએ બાકીના લોકો સાથે મળીને તેમના દેવ યહોવાના તથા હાગ્ગાયનાં વચનો પર ધ્યાન આપ્યું. તેઓએ યહોવાની આજ્ઞાનું પાલન કર્યુ અને તેમનો ભય રાખ્યો.


“આજે હું તમને તમાંરા યહોવા દેવની આ બધી આજ્ઞાઓ કરું છું તે સર્વનું પાલન કરીને તમાંરા દેવ યહોવાનું કહ્યું, નિષ્ઠાપૂર્વક અનુસરશો તો તે તમને પૃથ્વીની બધી પ્રજાઓમાં ઉચ્ચ સ્થાને સ્થાપશે,


આ રીતે પરિપૂર્ણ થઈને, તે પોતાની આજ્ઞા પાળનારા સર્વને સારું અનંત તારણનું કારણ થયો.


Lean sinn:

Sanasan


Sanasan