હોશિયા 3:5 - પવિત્ર બાઈબલ5 ત્યારબાદ તેઓ પોતાના યહોવા દેવની પાસે, પોતાના રાજા દાઉદની શોધ કરશે; અને આમ પાછળના દિવસોમાં ઇસ્રાએલી પ્રજા યહોવા દેવનો ભય રાખીને, ધ્રૂજતા ધ્રૂજતા યહોવા પાસે આવશે, અને તેમના આશીર્વાદો પામશે, ને તેમની ઉદારતાનો આશ્રય લેશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 પછીથી ઇઝરાયલી લોકો પાછા આવીને પોતાના ઈશ્વર યહોવાની તથા પોતાના રાજા દાઉદની શોધ કરશે; અને પાછલા દિવસોમાં તેઓ યહોવાનું ભય રાખીને તેમની પાસે આવશે, ને તેમની ઉદારતાનો [આશ્રય] લેશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 એવો સમય આવશે જ્યારે ઇઝરાયલના લોકો તેમના ઈશ્વર પ્રભુ અને તેમના રાજા દાવિદ તરફ પાછા વળશે. પછી તેઓ ઈશ્વરની બીક રાખશે અને તેમની પાસેથી ઉદાર દાનો મેળવશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 ત્યારબાદ ઇઝરાયલી લોકો પાછા આવીને યહોવાહ પોતાના ઈશ્વરની અને પોતાના રાજા દાઉદની શોધ કરશે. અને પાછલા દિવસોમાં તેઓ ભયસહિત યહોવાહની આગળ આવશે અને તેમની ઉદારતાનો આશ્રય લેશે. Faic an caibideil |
લાંબા સમય પછી એવો વખત આવશે જ્યારે તને હાંકલ કરવામાં આવશે, ઘણાં વર્ષો પછી તું એવા દેશ પર ચઢાઇ કરીશ, જ્યાંના મોતમાંથી ઊગરી ગયેલા વતનીઓને જુદી જુદી પ્રજાઓમાંથી ફરી એકઠાં કરવામાં આવ્યાં હશે. લાંબા સમયથી વેરાન પડેલા ઇસ્રાએલના ડુંગરો ઉપર તું ચઢાઇ કરીશ, જ્યાં લોકોને અનેક પ્રજાઓમાંથી ફરી એકઠા કરવામાં આવ્યાં હશે, લાંબા સમયથી વેરાન પડેલા ઇસ્રાએલના ડુંગરો ઉપર તું ચઢાઇ કરીશ. જ્યાં અનેક પ્રજાઓમાંથી આવેલા લોકો શાંતિને સુરક્ષિત રીતે રહેતાં હશે.