Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 2:7 - પવિત્ર બાઈબલ

7 તે પોતાના પ્રેમીઓની પાછળ જશે, પણ તે તેઓને પકડી શકશે નહિ; તે તેઓને શોધશે છતાં તેઓ તેને મળશે નહિ; ત્યારે તે કહેશે કે, હું મારા પતિને ઘેર પાછી ફરીશ, કારણકે અત્યારે મારી જે સ્થિતિ છે તેના કરતાં તેની સાથે મારી સ્થિતિ વધારે સારી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તે પોતાના પ્રીતમોની પાછળ જશે, પણ તે તેઓને પકડી પાડશે નહિ; તે તેઓને શોધશે, પણ તેઓ તેને મળશે નહિ. ત્યારે તે કહેશે, ‘હું ચાલીને મારા પહેલા ધણીની પાસે પાછી જઈશ; કેમ કે હમણાના કરતાં તે વખતે મને વધારે સુખ હતું.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 તે પોતાના આશકો પાછળ પડશે, પણ તેઓ સુધી પહોંચી શકશે નહિ. તે તેમને શોધશે પણ તેઓ જડશે નહિ. પછી તે કહેશે, ‘હું મારા પ્રથમ પતિ પાસે પાછી જઈશ, કારણ, અત્યારનાં કરતાં હું ત્યારે વધારે સુખી હતી.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તે પોતાના પ્રેમીઓની પાછળ જશે, પણ તે તેઓને પામી શકશે નહિ. તે તેઓને શોધશે, પણ તેઓ તેને મળશે નહિ. ત્યારે તે કહેશે કે, “હું મારા પતિને ઘરે પાછી જઈશ, કેમ કે હમણાંના કરતાં તે વખતે મને વધારે સારું હતું.”

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 2:7
41 Iomraidhean Croise  

દમસ્કના સૈન્યે તેને હાર આપી હતી, તેથી તેણે તેઓના દેવના બલિદાનો કર્યા, તેણે માન્યું કે “જો એ દેવોએ અરામના રાજાઓને સહાય કરી તો આ બલિદાનો ચઢાવવાને લીધે એ દેવો મારી પણ મદદ કરશે.” પણ તેમ કરવાથી ઊલટું તેનું અને યહૂદીયાના લોકોનું મોટું નુકશાન થયું.


હે મારા આત્મા, વિશ્રામ કરો! કારણકે યહોવા તમારી સંભાળ રાખે છે.


એટલે તમે કહ્યું, “ના, અમે તો ઘોડા પર બેસીને ભાગી જઇશું.” એટલે હવે તમારે ભાગવું પડશે. તમે કહ્યું, “અમે તો પવનવેગી ઘોડા પર ભાગી જઇશું.” એટલે હવે તમારો પીછો પકડનારાઓ પવનવેગે તમારો પીછો પકડશે.


બીજી પ્રજાઓમાંના જૂઠા દેવોમાંથી કયો વિદેશી દેવ વરસાદ લાવી શકે? અથવા આકાશ પોતાની જાતે ઝાપટાં વરસાવી શકે, હે યહોવા, અમારા દેવ, માત્ર તમે જ તેમ કરી શકો છો. તેથી મદદ માટે અમે તમારી જ આશા રાખીશું.”


“જા, અને યરૂશાલેમ સાંભળે તે રીતે ઘોષણા કર: “‘આ યહોવાના વચન છે: મને યાદ છે કે, જુવાનીમાં તારી ભકિત કેવી અચળ હતી! નવાં નવાં પરણ્યાં ત્યારે તું મારા પર કેટલો પ્રેમ રાખતી હતી! તું રણમાં ઉજ્જડ પ્રદેશમાં મારી પાછળ પાછળ આવી હતી.


તમે પોતે બનાવેલા આ દેવોને શા માટે વિનંતી કરતા નથી? જો તેઓ કરી શકે તો ભલે આવીને તેઓ તમને મુશ્કેલીઓમાંથી ઉગારે. હે યહૂદિયા, તારે તો જેટલાં નગર છે તેટલાં દેવોની મૂર્તિઓ છે.”


તું શા માટે આટલી સરળતાથી માર્ગ બદલે છે? જેમ આશ્શૂરે તમને નીચા પાડયા છે તેમ મિસર પણ તમને નીચા પાડશે.


યહોવા કહે છે, “એક નિયમ છે, કોઇ માણસ પોતાની પત્નીને છૂટાછેડા આપે અને તેણી તેને છોડીને જાય અને બીજા માણસને પરણે, તો પછી પહેલો પતિ તેને પાછો લઇ શકે ખરો? ચોક્કસ નહિ – કારણ એ દેશ પૂરેપૂરા ષ્ટ થયો નથી? હે ઇસ્રાએલી પ્રજા, તેં તો અનેક પ્રેમીઓ સાથે વ્યભિચાર કર્યો છે! અને તે છતાં પણ તું પાછી આવવા માંગે છે?


“મેં સ્પષ્ટ રીતે એફ્રાઇમના નિસાસા સાંભળ્યા છે, ‘તમે મને સખત સજા કરી છે; પણ જેમ વાછરડાને ઝૂંસરી માટે પલોટવો પડે છે તેમ મને પણ સજાની જરૂર હતી, મને તમારી તરફ પાછો વાળો અને પુન:સ્થાપિત કરો, કારણ કે ફકત તમે જ મારા યહોવા દેવ છો.


મેં જ્યારે એમના પિતૃઓને હાથ પકડીને મિસરમાંથી બહાર કાઢયા હતા ત્યારે તેમની સાથે જે કરાર કર્યો હતો તેવો આ કરાર નહિ હોય. હું તેમનો વિશ્વાસુ માલિક હોવા છતાં પણ તેમણે મારા કરારનું ઉલ્લંઘન કર્યુ છે.


અમે જે જે કરવાની પ્રતિજ્ઞા કરી છે તે જ અમે ચોક્કસ કરીશું. અમે અને અમારા વડીલો, અમારા રાજાઓ અને અમારા આગેવાનો જેમ યહૂદિયાના ગામોમાં અને યરૂશાલેમમાં થાય છે, તેમ આકાશની સમ્રાજ્ઞીને બલિદાન, અર્પણો અને પેયાર્પણો ચઢાવતા રહીશું. તે વખતે અમને જોઇએ તેટલું ખાવા મળતું હતું, અમે ઘણા સુખી અને સમૃદ્ધ હતા.


તેં મારાં આપેલાં જરીયાન વસ્ત્રો લઇને મૂર્તિઓને પહેરાવ્યાં અને મારું તેલ અને મારો ધૂપ તેમને ચઢાવ્યાં.


ફરી તારી પાસેથી હું નીકળ્યો ત્યારે મેં તને જોઇ તો તું લગ્ન માટે પુખ્ત ઉંમરની બની ચૂકી હતી. મેં મારો ઝભ્ભો તારા પર પસારીને તારી નગ્નતા ઢાંકી. મેં તને ગંભીર વચન આપ્યું અને તારી સાથે કરાર કર્યો અને તું મારી થઇ.’” આ યહોવા મારા માલિકના વચન છે.


બીજી પ્રજાઓની જેમ, વિદેશીઓની જેમ આપણે પણ લાકડાંના અને પથ્થરના દેવોની પૂજા કરીશું. તમારા મનમાં એવી જે ઇચ્છાઓ તમે ઘરાવો છો તે હું સાચી પડવા દેનાર નથી.’”


તે આશ્શૂરના ઉમરાવો અને સેનાપતિઓ ભભકાદાર પોશાક પહેરેલા સૈનિકો અને ઘોડેસવારો ઉપર મોહી પડી. એ બધા રૂપાળા જુવાનો હતા.


આથી, ઓહલીબાહ, હું યહોવા માલિક, કહું છું કે, ‘તારા જે પ્રેમીઓથી તું કંટાળી ગઇ છે તેમને જ હું તારી સામે ઉશ્કેરીશ અને ચારેબાજુથી તને ઘેરી વળવા તેમને ભેગા કરીશ.


મોટીનું નામ ઓહલાહ હતું અને નાનીનું નામ ઓહલીબાહ હતું. તેઓ બંને મારી થઇ અને મારાથી તેમને સંતતિ થઇ. ઓહલાહ એટલે સમરૂન અને ઓહલીબાહ એટલે યરૂશાલેમ.


“જાગ્રત ચોકીદાર સમા પવિત્ર દૂતોએ આ સજા કરેલી છે, તેમણે આ ચુકાદો આપેલો છે, જેથી સર્વ જીવો સમજે કે, માનવ-રાજ્યમાં પરાત્પર દેવ સવોર્પરી છે, તે જેને રાજ્ય આપવું હોય તેને આપે છે; અને તેના ઉપર નાનામાં નાના માણસને સ્થાપે છે.


એટલે આપને માણસોમાંથી હાંકી કાઢવામાં આવશે, અને વગડાના પશુઓ ભેગા આપે રહેવું પડશે, અને આપે બળદની જેમ ઘાસ ખાવું પડશે અને આપે આકાશમાંથી વરસતી ઝાકળથી ભીંજાવું પડશે. સાત વરસ સુધી આપ આ પ્રમાણે જીવશો. આખરે તમે જાણશો કે, પરાત્પર દેવ મનુષ્યોના સર્વ રાજ્યો ઉપર અધિકાર ચલાવે છે અને રાજ્ય જેને સોંપવું હોય તેને સોંપે છે.


અને તને માણસોમાંથી હાંકી મૂકવામાં આવશે. અને તારે વગડાના પશુઓ ભેગા રહેવું પડશે અને તારે બળદની જેમ ઘાસ ખાવું પડશે. આમને આમ સાત વર્ષ વીતી જશે. આખરે તને સમજાશે કે, સૌથી ઉંચો દેવ તે છે જે લોકોના રાજ્યો ઉપર શાસન કરે છે અને જેને પસંદ કરે, તેને જે આપવું હોય તે તેને આપે છે.”


તેને માણસોમાંથી હાંકી કાઢવામાં આવ્યો, તેનું મન પશુ સમાન થઇ ગયું. તે બળદની જેમ ઘાસ ખાતો હતો, તેને જંગલી ગધેડા ભેગું રહેવું પડ્યું અને ખુલ્લા આકાશ નીચે સૂવાને લીધે ઝાકળથી પલળવું પડ્યું. આખરે તેને સમજાયું કે, પરાત્પર દેવ માનવોના રાજ્યમાં સવોર્પરી છે, અને ઇચ્છે તેને રાજ્ય સોંપે છે.


યહોવાનો હોશિયાને આ પહેલો સંદેશો હતો. તેણે કહ્યું “જા અને તે વારાંગનાને પરણ; જેને તેની વારાંગનાવૃતિથી સંતાન થયા તેને પોતાનાં કરી લે; કેમ કે, દેશ યહોવાનો ત્યાગ કરીને વારાંગના જેવું વર્તન કર્યું છે, તેઓ યહોવામાં અશ્રદ્ધાળુ થયા છે.”


પરંતુ તમે પેટ ભરીને ખાધુંપીધું અને ધરાયા એટલે તમને અભિમાન થઇ ગયું અને તમે મને ભુલી ગયા.


હે ઇસ્રાએલના લોકો, તમારા યહોવા દેવ પાસે પાછા આવો, તમારા દુષ્કૃત્યોને લીધે તમે ઠોકર ખાઇને પછડાયા છો.


યહોવા કહે છે. “તે દિવસે તે મને ‘મારા માલિક’ કહેવાને બદલે ‘મારા પતિ’ એમ કહીને સંબોધન કરશે ને પછીથી બઆલ કહીને નહિ બોલાવે.


જ્યારે ઇસ્રાએલને પોતાના રોગની ખબર પડી અને યહૂદાએ પોતાનો ઘા જોયો, ત્યારે ઇસ્રાએલે આશ્શૂર જઇ સમ્રાટને તેડાવ્યો. પણ તે તેમને સાજો કરી શકે એમ નથી કે, તેમના ઘા રૂજાવી શકે એમ નથી.


તેઓ પોતાનો અપરાધ કબૂલ કરશે અને મારું મુખ શોધશે પણ હું મારે સ્થાને જરૂર પાછો ચાલ્યો જઇશ. દુ:ખમાં આવી પડશે ત્યારે તેઓ મને શોધવા નીકળશે.”


Lean sinn:

Sanasan


Sanasan