Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 11:1 - પવિત્ર બાઈબલ

1 યહોવા કહે છે, “ઇસ્રાએલ બાળક હતો ત્યારે હું તેના પર પ્રેમ રાખતો હતો. મેં મારા પુત્રને મિસરમાંથી બોલાવ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ઇઝરાયલ બાળકિ હતો ત્યારે હું તેના પર પ્રેમ રાખતો હતો, ને મારા પુત્રને મેં મિસરમાંથી બોલાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 પ્રભુ કહે છે, “જ્યારે ઇઝરાયલ બાળક હતો ત્યારે મેં તેના પર પ્રેમ રાખ્યો અને ઇજિપ્તમાંથી મેં તેને મારા પુત્ર તરીકે બોલાવી લીધો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ઇઝરાયલ બાળક હતો ત્યારે હું તેના પર પ્રેમ રાખતો હતો, મેં મારા દીકરાને મિસરમાંથી બોલાવ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 11:1
18 Iomraidhean Croise  

ઇસ્રાએલને કહેવા દો, “મારી યુવાવસ્થાથી મારી પાસે ઘણાં દુશ્મનો હતાં.”


‘તમે તમાંરી નજરે જોયું કે મે મિસરવાસીઓને શું કર્યુ અને તમને મિસરમાંથી ગરૂડની જેમ ઉપાડીને માંરી પાસે કેવી રીતે લાવ્યો હતો.


ત્યારે તું ફારુનને કહેજે:


યહોવા કહે છે કે, ‘ઇસ્રાએલ માંરો પહેલો ખોળાનો પુત્ર છે. અને મેં તને કહ્યું છે કે, માંરા પુત્રને માંરી ઉપાસના કરવા જવા દે. જો તું એને જવા દેવાની ના પાડશે, તો હું તારા પહેલા ખોળાના પુત્રની હત્યા કરીશ.’”


મેં તારે માટે થઇને બીજા બધાં લોકોને વિનિયોગ કર્યો છે, કારણ કે મારી ષ્ટિમાં તું મૂલ્યવાન અને સન્માનપાત્ર છે, મેં તારા પર પ્રીતિ કરી છે.


પછી યહોવાએ કહ્યું, “મારા લોકોનો, મારા વારસાનો મેં ત્યાગ કર્યો છે; મારી અતિપ્રિય પ્રજાને મેં શત્રુઓને સ્વાધીન કરી છે.


“જા, અને યરૂશાલેમ સાંભળે તે રીતે ઘોષણા કર: “‘આ યહોવાના વચન છે: મને યાદ છે કે, જુવાનીમાં તારી ભકિત કેવી અચળ હતી! નવાં નવાં પરણ્યાં ત્યારે તું મારા પર કેટલો પ્રેમ રાખતી હતી! તું રણમાં ઉજ્જડ પ્રદેશમાં મારી પાછળ પાછળ આવી હતી.


તારા વ્યભિચાર અને પાપના આ બધાં વર્ષોમાં તે કદી વિચાર કર્યો નહિ કે તારા બાળપણમાં તું નગ્ન હતી અને લોહીમાં તરફડતી હતી.”


“‘એવામાં હું ત્યાંથી નીકળ્યો અને મેં તને તારા લોહીમાં તરફડતી જોઇ. તું લોહીમાં ખરડાયેલી હતી ત્યારે મેં તને જીવાડવાનું વિચાર્યું.


હે બેથેલ, તારી સાથે પણ તેમ જ થશે. કારણ કે, તેઁ ઘણું ખરાબ કર્યુ છે. જ્યારે તે દિવસ આવશે ત્યારે ઇસ્રાએલના રાજાનો સંપૂર્ણ નાશ થઇ જશે.”


પછી યહોવાએ એક પ્રબોધક દ્વારા ઇસ્રાએલી લોકોનો મિસરમાંથી છુટકારો કર્યો. તેઓને એક પ્રબોધક મારફતે રક્ષણ આપ્યું.


યહોવા કહે છે, “તમને મિસરમાંથી બહાર લાવ્યો ત્યારથી હું તમારો દેવ યહોવા છું. હું તમને મુકરર પર્વના દિવસોની જેમજ મંડપોમાં રહેતાં કરીશ.


યહોવા કહે છે: “તમે મિસરમાં હતાં ત્યારથી હું, યહોવા તમારો દેવ છું. મારા સિવાય તમારો કોઇ અન્ય દેવ નથી. અને મારા વિના તમારો કોઇ તારણહાર નથી.


તેની દ્રાક્ષવાડીઓ હું તેને પાછી આપીશ, તથા આશાના દ્વાર તરીકે આખોરની ખીણ પણ આપીશ; યુવાનીમાં મેં તેને મિસરના બંદીવાસમાંથી મુકત કરી ત્યારે તે આનંદના ગીતો ગાતી હતી તેમ ફરીથી તે મને ઉત્તર આપશે.”


યહોવા કહે છે કે, “મેં તમને પ્રેમ કર્યો છે,” તેમ છતાં તમે પૂછો છો કે, “તમે અમને પ્રેમ કરો છો તે પ્રગટ થાય છે?” ત્યારે યહોવા જવાબ આપે છે, “એસાવ અને યાકૂબ ભાઇઓ હતા, પણ મેં યાકૂબ પર મારો પ્રેમ દર્શાવ્યો છે.


હેરોદ મરણ પામ્યો ત્યાં સુધી યૂસફ મિસરમાં રોકાયો. પ્રભુએ પ્રબોધક દ્વારા જણાવ્યું હતું તે સાચું પડે માટે આમ બન્યું, “મેં મારા પુત્રને મિસરમાંથી બહાર બોલાવી લીઘો.”


હા, યહોવા પોતાનાના લોકોને ચાહે છે, તેના બધા પવિત્ર લોકો તેના હાથમાં છે. તેઓ તેના પગ આગળ બેસે છે, અને તેનો ઉપદેશ ગ્રહણ કરે છે.


તમે અન્ય કોઈ પણ પ્રજા કરતાં સંખ્યાંબળમાં વધારે હતા માંટે યહોવાએ તમને પસંદ કર્યા નથી, તમે બધાં રાષ્ટ્રોમાંનાં સૌથી નાના હતા.


Lean sinn:

Sanasan


Sanasan