Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 1:10 - પવિત્ર બાઈબલ

10 “છતાંય ઇસ્રાએલ પુત્રોની સંખ્યા સમુદ્રની રેતી જેટલી થશે, જે ન તો માપી શકાય કે, ન તો ગણી શકાય. તેમને એમ કહેવામાં આવ્યું હતું કે, ‘તમે દેવની પ્રજા નથી,’ તેને બદલે ‘તમે જીવતા જાગતા દેવના દીકરાઓ છો.’ એમ તેમને કહેવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તોપણ ઇઝરાયલૌ લોકોની સંખ્યા સમુદ્રની રેતી જેટલી થશે કે, જેનું માપ કે ગણતરી થઈ શકે નહિ; તેમને એવું કહેવામાં આવ્યું હતું કે, તમે મારા લોક નથી, તેને બદલે તેમને એમ કહેવામાં આવશે કે, [તમે] જીવતા ઈશ્વરના દીકરાઓ [છો].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 ઇઝરાયલના લોકો દરિયાની રેતી સમાન અગણિત અને અમાપ થશે. અત્યારે પ્રભુ તેમને આમ કહે છે: “તમે મારા લોક નથી.” પણ એવો દિવસ આવે છે જ્યારે તે તેમને કહેશે, “તમે જીવતા ઈશ્વરના પુત્રો છો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તોપણ ઇઝરાયલ લોકોની સંખ્યા સમુદ્રની રેતી જેટલી થશે, જે ન તો માપી શકાશે કે ન ગણી શકાશે. તેઓને એવું કહેવામાં આવ્યું હતું કે, “તમે મારા લોકો નથી,” તેને બદલે એવું કહેવામાં આવશે કે, “તમે જીવંત ઈશ્વરના લોકો છો.”

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 1:10
26 Iomraidhean Croise  

હું તારા વંશજોની સંખ્યા પૃથ્વીની રજ જેટલી અસંખ્ય બનાવી દઈશ. જો કોઈ વ્યકિત પૃથ્વીની રજને ગણી શકે તો જ તારા વંશજોને ગણી શકે.


તેથી હું જરૂર તને આશીર્વાદ આપીશ. હું આકાશના તારા જેટલા, દરિયાકાંઠાની રેતી જેટલા તારા વંશજો વધારીશ. અને તારા વંશજો પોતાના દુશ્મનોને કબજે કરશે.


હે યહોવા, તમે મને વચન આપ્યું હતું કે, ‘હું તારું ભલું કરીશ, અને તારા વંશજોને સમુદ્રની રેતીના રજ જેટલા બનાવીશ કે, જેને કોઈ ગણી ન શકે.’”


તમે તમાંરા લોકો ઇસ્રાએલીઓને તમાંરા પોતાના ગણ્યા અને સદાને માંટે તમાંરા પોતાના બનાવી અપનાવી લીધા છે, અને ઓ યહોવા, તમે પોતે તેઓના દેવ બન્યા છો.


હું ઉત્તરને કહીશ, તેમને જવા દે અને દક્ષિણને કહીશ, તેમને રોકતો નહિ. મારા પુત્ર-પુત્રીઓને દૂર દૂરથી ઠેઠ ધરતીને છેડેથી પાછા લાવો.


તારી સંતતિની સંખ્યા રેતી જેટલી અને તારા વંશજો તેના કણ જેટલા થયા હોત અને તેમનાં નામ મારી નજર આગળથી ભૂંસાઇ ગયા ન હોત.”


હજુ પણ સાચે જ તમે અમારા પિતા છો! જો ઇબ્રાહિમ અને ઇસ્રાએલ (યાકૂબ) અમારો અસ્વીકાર કરે તોયે, હે યહોવા, તું અમારો પિતા છે, પ્રાચીન સમયથી તું “અમારો ઉદ્ધારક” એ નામથી ઓળખાતો આવ્યો છે.


હે યહોવા, હવે તમે અમારા પિતા છો; અમે માટી અને તમે કુંભાર છો. અમે સર્વ તમારા હાથોની કૃતિઓ છીએ.


યહોવા કહે છે; “પહેલા કદી મારા વિષે જાણવાની કાળજી કરી નહોતી એવા લોકો હવે મને શોધી રહ્યા છે. પહેલા કદી મને તેઓ શોધતા નહોતા, છતાં હું તેમને મળવા તૈયાર હતો. એ પ્રજા મને નામ દઇને પોકારતી નહોતી છતાં મેં તેમને કહ્યું કે, ‘આ રહ્યો હું. આ રહ્યો હું.’


અને યહોવાને માટે ઉપહાર તરીકે દરેક પ્રજાઓમાંથી તારા સર્વ ભાઇઓને પાછા લાવશે. ત્યાંથી તેઓને મારા પવિત્ર પર્વત યરૂશાલેમમાં ઘોડાઓ પર, રથોમાં, પાલખીઓમાં, ખચ્ચરો પર તથા ઊંટડીઓ પર બેસાડીને કાળ જીપૂર્વક લાવવામાં આવશે, એમ યહોવા કહે છે. કાપણીના સમયમાં જેમ અર્પણોને યહોવાના શુદ્ધ પાત્રોમાં મંદિરમાં લાવવામાં આવે તેમ તેઓ યહોવાની સમક્ષ અર્પણ રૂપ થશે.


આકાશમાંના અસંખ્ય તારાઓની જેમ અથવા સમુદ્રની અગણિત રેતીની જેમ હું મારા સેવક દાઉદના અને મારી સેવા કરનાર લેવીવંશી યાજકના કુળસમૂહોની વૃદ્ધિ કરીશ.”


સાદર પ્રણામ સાથે લખવાનું કે, આથી હું એવો હુકમ કરું છું કે, મારા આખા સામ્રાજ્યમાં સર્વ લોકોએ દાનિયેલના દેવનો ભય રાખવો અને તેને માન આપવું. કારણકે તે જીવંત દેવ અને અધિકારી છે. તેમનું રાજ્ય અવિનાશી છે અને તેમની સત્તાનો અંત આવતો નથી.


ત્યારે યહોવાએ કહ્યું, “તેનું નામ લો-આમ્મી પાડ; કારણ કે તમે ઇસ્રાએલના લોકો મારા લોકો નથી, ને હું તમારો દેવ નથી.”


હું તેણીને જમીનમાં મારા માટે રોપીશ. મેં જેઓને ‘મારા અપ્રિય’ કહ્યાં હતાં તેમને મારો પ્રેમ બતાવીશ, હું તે લોકો જે ‘મારા લોક નથી’ તરીકે ઓળખાય છે તેમને ‘તમે મારા લોકો’ છો તેમ કહીશ, અને તેઓ કહેશે, ‘તમે અમારા દેવ છો.’”


કેટલાક લોકોએ તેનો સ્વીકાર કર્યો. તેઓએ તેનામાં વિશ્વાસ કર્યો. જે લોકોએ તેનામાં વિશ્વાસ કર્યો હતો તેઓને તેણે કંઈક આપ્યું. તેણે તેઓને દેવનાં બાળકો થવાનો અધિકાર આપ્યો.


દેવે સર્જેલી દરેક વસ્તુ એ સમયની ઉત્તેજનાપૂર્વક રાહ જોઈ રહી છે કે જ્યારે દેવ દુનિયાને બતાવી દેશે કે તેનાં (સાચાં) સંતાનો કોણ છે એ ઘટના ઘટે એની આખા જગતને આતુરતા છે.


“હું તમારો પિતા થઈશ, અને તમે મારા દીકરા દીકરીઓ થશો, એમ સર્વશક્તિમાન પ્રભુ કહે છે.”


આ માણસ એટલો બધો વૃદ્ધ હતો કે તે મૃત અવસ્થામાં હતો. પણ એ એક જ વ્યક્તિમાંથી અનેક પ્રજા ઉત્પન્ન થઈ. તેનાં સંતાન આકાશના તારા અને સમુદ્રકિનારાની રેતીના કણ જેટલા અસંખ્ય હતા.


Lean sinn:

Sanasan


Sanasan