Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 1:6 - પવિત્ર બાઈબલ

6 જ્યારે પ્રથમજનિત ને જગતમાં દેવ રજૂ કરે છે, તે કહે છે, “દેવના બધાજ દૂતો દેવના પુત્રનું ભજન કરો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 વળી જયારે તે પ્રથમજનિતને જગતમાં લાવે છે, ત્યારે તે કહે છે. “ઈશ્વરના સર્વ દૂતો તેનું ભજન કરો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 વળી, ઈશ્વરે પોતાના પ્રથમજનિત પુત્રને દુનિયામાં મોકલતી વખતે ફરી કહ્યું, “ઈશ્વરના બધા દૂતો તેનું ભજન કરો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 વળી જયારે તે પ્રથમજનિતને દુનિયામાં લાવે છે, ત્યારે તે કહે છે કે, ‘ઈશ્વરના સર્વ સ્વર્ગદૂતો તેમનું ભજન કરો.’”

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 1:6
17 Iomraidhean Croise  

મૂર્તિઓનું પૂજન કરનારા અને તેના વિષે ડંફાસ હાંકનારા સહુ શરમાઓ, તેમના “દેવો” નમશે અને યહોવાની ઉપાસના કરશે.


દેવના રાજ્યની સુવાર્તા આખા વિશ્વમાં બધી જ જાતિના લોકોને સંભળાવવામાં આવશે. ત્યારે અંત આવશે.


તે શબ્દ એક મનુષ્ય થયો અને આપણામાં વસ્યો. આપણે તેનો મહિમા જોયો. જે ફક્ત પિતાના દીકરાનો જ મહિમા છે. તે શબ્દ કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો.


કોઈ પણ માણસે આજપર્યંત દેવને જોયો નથી, પરંતુ એકાકીજનિત દીકરો (ઈસુ) જ દેવ છે. તે પિતા (દેવની) ની ઘણી નજીક છે. દેવ કોના જેવો છે, તે દીકરાએ આપણને બતાવ્યું છે.


હા, દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે તેનો એકનો એક દીકરો આપ્યો. દેવે તેનો દીકરો આપ્યો તેથી તેનામાં દરેક વ્યક્તિ જે વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.


દુનિયાની રચના કરી તે પહેલાં દેવ એ લોકોને ઓળખતો હતો. અને દેવે એવો પણ નિર્ણય કર્યો હતો કે એ લોકો તેના દીકરા જેવા થાય. અનેક ભાઈઓ અને બહેનોમાં ઈસુ સર્વ પ્રથમ જન્મેલો સૌથી મોટો ગણાશે.


“ઓ દેશજાતિઓ, દેવના લોકોનો જયનાદ કરો; તે પોતાના સેવકોના ખૂનનો બદલો લેશે, કરશે સજા તે પોતાના દુશ્મનોને, ને કરશે પાવન પોતાના લોકોના દેશને.”


કોઈ પણ વ્યક્તિ દેવને જોઈ શક્તી નથી. પરંતુ ઈસુ દેવની પ્રતિમાં જ છે. ઈસુ જ, જે બધી વસ્તુઓનું સર્જન કરવામાં આવ્યું છે તેનો શાસક છે.


ખ્રિસ્ત તો શરીરનું એટલે મંડળીનું શિર છે. તે આરંભ, એટલે મૂએલાંઓમાંથી પ્રથમ ઊઠેલો છે; કે જેથી સઘળામાં તે શ્રેષ્ઠ થાય.


દેવે કદી કોઈ દૂતોને કહ્યું નથી કે: “તું મારો પુત્ર છે; અને આજથી હું તારો પિતા બનું છું.” દેવે કોઈ દૂતને એવું કદી કહ્યું નથી કે, “હું તેનો પિતા હોઇશ, અને તે મારો પુત્ર હશે.”


આથી જ્યારે ખ્રિસ્ત આ દુનિયામાં આવ્યો, ત્યારે તેણે કહ્યું: “હે દેવ પશુઓનુ રક્ત તને પ્રસન્ન કરી શકે તેમ નથી. પણ તેં મારા માટે શરીર બનાવ્યું છે.


હવે, ઈસુ આકાશમાં ગયો છે. તે દેવની જમણી બાજુએ છે. તે દૂતો, અધિકારીઓ, અને પરાક્રમીઓ પર રાજ કરે છે.


આ રીતે દેવે તેનો પ્રેમ આપણને બતાવ્યો છે: દેવે તેના એક માત્ર પુત્રને તેના મારફત આપણને જીવન આપવા માટે આ દુનિયામાં મોકલ્યો છે.


અને ઈસુ ખ્રિસ્ત પાસેથી, તમને કૃપા અને શાંતિ થાઓ. ઈસુ ખ્રિસ્ત વિશ્વાસુ સાક્ષી છે. મૂએલાંમાંથી સજીવન થનાર તે સર્વ પ્રથમ હતો. ઈસુ પૃથ્વીના રાજાઓનો અધિપતિ છે. ઈસુ એક જ છે જે આપણને પ્રેમ કરે છે. અને ઈસુ એ એક છે જેણે પોતાના રક્ત વડે આપણને આપણા પાપમાથી મુક્ત કર્યા;


Lean sinn:

Sanasan


Sanasan