Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 2:4 - પવિત્ર બાઈબલ

4 આ છે આકાશ અને પૃથ્વીનાં સર્જનનો ઈતિહાસ. જયારે દેવે પૃથ્વી અને આકાશ બનાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 આકાશ તથા પૃથ્વીનું ઉત્પત્તિ-વર્ણન એ છે. જે દિવસોમાં યહોવા ઈશ્વરે પૃથ્વી તથા આકાશ ઉત્પન્‍ન કર્યા, ત્યારે

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 આકાશ તથા પૃથ્વીના સર્જનનું આ વર્ણન છે. પ્રભુ પરમેશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્‍ન કર્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 આ આકાશ તથા પૃથ્વીના સર્જન સંબંધિત વૃત્તાંત છે; જયારે યહોવાહ ઈશ્વરે પૃથ્વી તથા આકાશ ઉત્પન્ન કર્યાં,

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 2:4
27 Iomraidhean Croise  

આરંભમાં દેવે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું.


દેવે તેઓને આશીર્વાદ આપ્યા. દેવે તેઓને કહ્યું, “ઘણાં સંતાનો પ્રાપ્ત કરો, પૃથ્વીને ભરી દો અને તેનું નિયંત્રણ કરો. સાગરનાં માંછલાં પર અને આકાશના પક્ષીઓ પર શાસન કરો. પૃથ્વી પરનાં પ્રત્યેક જીવ પર શાસન કરો.”


ત્યારે દેવે કહ્યું, “પ્રકાશ પ્રગટો” અને પ્રકાશ પ્રગટયો.


દેવે પોતાના દ્વારા તૈયાર થયેલી પ્રત્યેક વસ્તુઓ જોઈ અને દેવે જોયું કે, પ્રત્યેક વસ્તુ ઘણી જ સારી છે. સાંજ પડી અને સવાર થઇ, તે છઠ્ઠો દિવસ હતો.


દેવે પ્રકાશને જોયો અને તેમણે જાણ્યું કે, તે સારું છે. ત્યારે દેવે પ્રકાશને અંધકારથી જુદો પાડયો.


નૂહના પુત્રો શેમ, હામ અને યાફેથ હતા. જળપ્રલય પછી એ ત્રણે ઘણા પુત્રોના પિતા થયા. અહીં ત્રણેય ના પુત્રોની યાદી આપવામાં આવી છે.


આ શેમના પરિવારની કથા છે. વિનાશક જળપ્રલય પછીના બીજા વર્ષે શેમ જ્યારે 100 વર્ષનો હતો ત્યારે, તેને ત્યાં આર્પાકશાદનો જન્મ થયો હતો. આર્પાકશાદના જન્મ પછી


દેવે સાતમાં દિવસને આશીર્વાદ આપ્યો અને તેને પવિત્ર બનાવ્યો. કેમ કે, તે દિવસે દેવ સંસારનું સર્જન કરતી વખતે જે કામ કરી રહ્યા હતા તે બધાં જ કાર્યો બંધ કર્યા.


ઇશ્માંએલના પરિવારની આ યાદી છે. ઇશ્માંએલ સારાની મિસરી દાસી હાગાર અને ઇબ્રાહિમનો પુત્ર હતો.


આ ઇસહાકની કથા છે. ઇબ્રાહિમનો એક પુત્ર ઇસહાક હતો.


એસાવ ઉફેર્ અદોમના વંશજો આ પ્રમાંણે છે.


એસાવ અદોમીઓના આદિપિતા છે. સેઈરના પહાડી પ્રદેશના અદોમીઓના વડવા એસાવના વંશજો આ પ્રમાંણે છે:


આ પ્રકરણ આદમના પરિવારનો આ ઇતિહાસ છે. દેવે મનુષ્યને પોતાના સ્વરૂપમાં જ બનાવ્યો.


લોકોએ આ જોયું ત્યારે તેઓ ભૂમિ પર પ્રણામ કરવા નમ્યાં, અને પોકાર કર્યો, “યહોવા એ જ દેવ છે! યહોવા એ જ દેવ છે!”


અને બોલ્યો, “હે યહોવા, અમારા પિતૃઓના દેવ, તું સ્વર્ગાધીપતિ છે અને બધી પ્રજાઓના રાજ્યો ઉપર તારી જ આણ પ્રવતેર્ છે. તારું બળ અને સાર્મથ્ય એવું છે કે કોઇ તારી સામે થઇ શકે તેમ નથી.


શું વરસાદનો કોઇ જનક છે? ઝાકળનાં બિંદુઓ ક્યાંથી આવે છે?


“જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો? તું બહુ સમજે છે તો એ તો કહે કે


કારણ, યહોવા વિના બીજા દેવ કોણ છે? તેનાં વિના ખડક સમાન બીજું કોણ છે?


કારણ તમે મહાન દેવ છો, અને અદૃભૂત ચમત્કારના કરનાર છો; તમે જ એકલાં દેવ છો.


યહોવા તો યોદ્ધા છે, જેનું યહોવા નામ છે.


લેવીના પુત્રો: ગેર્શોન, કહાથ અને મરારી હતા. તેઓ એમને નામે ઓળખાતાં પરિવારોના પૂર્વપુરુષો હતા. લેવીનું આયુષ્ય 137 વર્ષનું હતું.


ઇસ્રાએલનો રાજા અને તેના ઉદ્ધારક સૈન્યોના દેવ યહોવા આ પ્રમાણે કહે છે: “હું જ આદિ છું અને હું જ અંત છું; મારા સિવાય કોઇ બીજો દેવ નથી.


આસિયા પ્રાંતમાંની સાત મંડળીઓ જોગ લખિતંગ યોહાન: જે (દેવ) છે જે હતો અને જે આવી રહ્યો છે તેના તરફથી અને તેના રાજ્યાસનની આગળ જે સાત આત્મા છે, તેઓના તરફથી;


પ્રભુ દેવ કહે છે કે, “હું આલ્ફા તથા ઓમેગા છું, હું તે એક છું જે છે, જે હંમેશા હતો અને જે આવનાર છે, હું સવૅશક્તિમાન છું,”


તે વડીલોએ કહ્યું કે: “હે સર્વશક્તિમાન પ્રભુ દેવ, અમે તારી સ્તુતિ કરીએ છીએ. તું તે એક છે, જે છે અને જે હતો. હવે તેં મહાસાર્મથ્ય ધારણ કર્યુ છે. હવે તારું રાજ્ય સ્થાપન થયું છે!


પછી મેં પાણીના દૂતને દેવને એમ કહેતા સાંભળ્યો કે: “તું તે એક છે, જે છે, અને હંમેશા હતો. તું પવિત્ર છે, તું જે ન્યાય કરે છે તે યોગ્ય છે.


Lean sinn:

Sanasan


Sanasan