ગલાતીઓ 3:16 - પવિત્ર બાઈબલ16 દેવે ઈબ્રાહિમ અને તેના વંશજને વચનો આપ્યા. દેવે ન હોતું કહ્યું કે, “તારા સંતાનોને.” (એનો અર્થ ઘણા લોકો થઈ શકે પરંતુ દેવે કહ્યું કે, “તારા સંતાનને.” આનો અર્થ માત્ર એક જ વ્યક્તિ; અને તે વ્યક્તિ ખ્રિસ્ત છે.) Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 હવે ઇબ્રાહિમને તથા તેના સંતાનને વચનો આપવામાં આવ્યાં હતાં. તેનાં સંતાનોને, જાણે ઘણાં વિષે [બોલતા હોય] એમ ઈશ્વર બોલતા નથી. પણ એક વિષે બોલતા હોય તેમ બોલે છે, “તારા સંતાનને” એટલે તે ખ્રિસ્ત [વિષે બોલે છે.] Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 હવે ઈશ્વરે તેમનાં વરદાન અબ્રાહામ અને તેના વંશજને આપ્યાં હતાં. “અને તારાં વંશજોને” એટલે કે, ઘણા લોકને એવું શાસ્ત્રમાં લખેલું નથી. પણ શાસ્ત્રમાં લખેલું છે, “અને તારા વંશજને” જેનો અર્થ ફક્ત એક વ્યક્તિને એવો થાય છે, અને એ વ્યક્તિ તો ખ્રિસ્ત છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 હવે ઇબ્રાહિમને તથા તેનાં સંતાનને વચનો કહેવામાં આવ્યા હતાં અને તેનાં સંતાનોને જાણે ઘણાં વિષે ઈશ્વર કહેતાં નથી; પણ ‘તારા સંતાનને’, એમ એક વિષે કહે છે તે તો ખ્રિસ્ત છે. Faic an caibideil |
આમ લોકો દેવનું વચન વિશ્વાસ દ્વારા મેળવે છે. દેવે વિશ્વાસનો માર્ગ સૂચવ્યો છે, તેથી તે સઘળાંને વિનામૂલ્યે ભેટ તરીકે આપી શકાય. તેથી ઈબ્રાહિમના બધા વંશજોને દેવનું વચન વિનામૂલ્ય ભેટ છે. તે એમ નથી કે દેવની કૃપા માત્ર નિયમ પ્રમાણે જીવનારા માટે જ છે. કોઈ પણ માણસ કે જે ઈબ્રાહિમના જેમ વિશ્વાસથી જીવે છે તેને પણ વચન મળી શકે છે. ઈબ્રાહિમ આપણા સૌને પૂર્વજ છે.
નવા જીવનમાં ગ્રીક અને યહૂદિ લોકો વચ્ચે કોઈ ભિન્નતા નથી. જે લોકોની સુન્નત કરવામાં આવી છે, અને જેની સુન્નત કરવામાં નથી આવતી તેવા લોકો વચ્ચે કોઈ ભિન્નતા નથી. અથવા તો તે લોકો કે જે વિદેશીઓ અથવા સિથિયનો છે તેમની વચ્ચે કોઈ ભિન્નતા નથી. સ્વતંત્ર લોકો અને દાસો વચ્ચે પણ કોઈ જ ભિન્નતા નથી. પરંતુ ખ્રિસ્ત તો બધા જ વિશ્વાસીઓમાં વસે છે. અને ખ્રિસ્ત સર્વ તથા સર્વમાં છે.