Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગલાતીઓ 3:11 - પવિત્ર બાઈબલ

11 તેથી એ સ્પષ્ટ છે કે નિયમ દ્વારા કોઈ પણ વ્યક્તિ દેવને યોગ્ય બની શકે નહિ. પવિત્ર શાસ્ત્ર કહે છે કે, “જે વ્યક્તિ વિશ્વાસથી દેવને યોગ્ય છે તે વિશ્વાસથી જીવશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તો નિયમથી ઈશ્વરની આગળ કોઈ પણ માણસ ન્યાયી ઠરતું નથી એ ખુલ્લું છે. કેમકે, “ન્યાયી વિશ્વાસથી જીવશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 કોઈ માણસ નિયમશાસ્ત્રની મારફતે ઈશ્વરની સમક્ષ સુમેળમાં આવેલ વ્યક્તિ તરીકે સ્વીકૃત થતો નથી તે હવે સ્પષ્ટ છે. કારણ, શાસ્ત્રમાં લખેલું છે: “વિશ્વાસ દ્વારા ઈશ્વર સાથે સુમેળમાં આવેલ વ્યક્તિ જીવશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તો હવે એ સ્પષ્ટ છે કે નિયમશાસ્ત્રથી ઈશ્વરની આગળ કોઈ પણ ન્યાયી ઠરતું નથી, કેમ કે ‘ન્યાયી વિશ્વાસથી જીવશે.’”

Faic an caibideil Dèan lethbhreac




ગલાતીઓ 3:11
20 Iomraidhean Croise  

“જો તેઓ તમાંરી વિરુદ્ધ પાપ કરે-કોણ નથી કરતું? અને તું રોષે ભરાઈને તેમને શત્રુના હાથમાં સોંપી દે, અને તેઓ તેમને કેદ કરીને પોતાના દેશમાં લઈ જાય, પછી એ દૂર હોય કે નજીક હોય.


“મારી કશીજ વિસાત નથી. હું તમને કેવી રીતે જવાબ આપી શકું? મારો હાથ મારા મોં પર રાખીને હું મૌન રહું છું.


અને યહોવા, મને શરમ આવે છે. હું ખૂબ દિલગીર છું. જેવો હું ધૂળ તથા રાખ પર બેસુ, હું મારું હૃદય અને જીવન બદલવાનું વચન આપું છું.”


જો દેવ તેની સાથે દલીલ કરે, તો દેવના 1,000 પ્રશ્ર્નોમાંથી શું ઓછામાંઓછો એકનો જવાબ તે આપી શકશે?


હે યહોવા, મારી, તમારા સેવકની, ચકાસણી ન કરો, કારણ કે તમારી આગળ કોઇ નિર્દોષ મળશે નહિ.


મારા હૃદયમાં છુપાયેલા પાપોને હું જાણી શકતો નથી, છાની રીતે કરેલા પાપોમાંથી મને શુદ્ધ કરો અને મુકત કરો.


સમગ્ર વિશ્વમાં એક પણ માણસ એવો નથી જે હંમેશા સારું જ કરતો હોય અને કદીય તેણે પાપ ના કર્યુ હોય.


આપણે રસ્તો ભૂલી ગયા છીએ, અને ઘેટાંની જેમ રઝળી ગયા છે. પણ યહોવાએ આપણા બધાનો દોષ તેને માથે નાખ્યો છે.


ત્યારે હું પોકારી ઉઠયો, “અરેરે! મને શાપ દેવામાં આવશે! કારણ કે હું મેલા હોઠનો માણસ છું. અને મેલા હોઠના લોકો વચ્ચે વસું છું. છતાં મેં મારી આ આંખો દ્વારા રાજાધિરાજ સૈન્યોના દેવ યહોવાને નિહાળ્યાં છે.”


અમે બધા અપવિત્ર થઇ ગયા છીએ. અમારાં ધર્મકાર્યો સુદ્ધાં મેલા વસ્ત્રો જેવા છે. અમે બધાં પાંદડાની જેમ ચીમળાઇ ગયા છીએ અને અમારાં પાપ પવનની જેમ અમને તાણી જાય છે.


ગવિર્ષ્ઠ માણસ તરફ જુઓ, તેનો આત્મા તેનામાં પ્રામાણિક નથી; પરંતુ સાચો ન્યાયી માણસ તેની વફાદારીને કારણે જીવશે.”


દેવ લોકોને પોતાની સાથે કેવી રીતે ન્યાયી બનાવે છે તે દર્શાવવાનો આ સુવાર્તાનો હેતુ છે. આની શરૂઆત વિશ્વાસથી થાય છે અને તેનો અંત પણ વિશ્વાસથી જ થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે તેમ, “દેવમાં વિશ્વાસ રાખીને જે વ્યક્તિ ન્યાયી થશે તે અનંતકાળ સુધી જીવશે.”


આપણે જાણીએ છીએ કે નિયમને અનુસરવાથી વ્યક્તિ દેવને યોગ્ય નથી બનતી. ના! ઈસુ ખ્રિસ્તમાં રહેલ વ્યક્તિનો વિશ્વાસ વ્યક્તિને દેવ સાથે ન્યાયી બનાવે છે. તેથી આપણે ઈસુ ખ્રિસ્તમાં આપણો વિશ્વાસ મૂક્યો, કારણ કે આપણે દેવ માટે ન્યાયી બનવા માંગતા હતા. અને આપણે દેવને યોગ્ય છીએ કારણ કે આપણે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ મુક્યો અને નહિ કે આપણે નિયમને અનુસર્યા. આ સત્ય છે કારણ કે નિયમને અનુસરવાથી કોઈ વ્યક્તિ દેવ ને યોગ્ય ન બની શકે.


ન્યાયી માણસ મારામાં વિશ્વાસ રાખીને જીવશે. જો તે ભયનો માર્યો પાછો હટી જશે તો પછી તેનામાં મને આનંદ થશે નહિ.”


દેવની દ્દષ્ટિમાં ધાર્મિક એ છે કે જે અનાથ અને વિધવાઓની તેમના દુ:ખના સમયે મુલાકાત લે છે તથા જગતની દુષ્ટતાથી દૂર રહી પોતાની જાતને નિષ્કલંક રાખી, દેવની ઈચ્છાને આધીન રહે છે.


આપણે બધા ઘણીજ ભૂલો કરીએ છીએ. જો કોઈ એવો માણસ હોય કે બોલવામાં કોઈ પણ ભૂલ ન કરે, ખરાબ ન બોલે, તો એ એક સંપૂર્ણ વ્યક્તિ છે અને તે તેની જીભ ઉપર અંકુશ રાખવા શક્તિમાન છે, તે સાબિત થાય છે.


અને તે બધાએ હલવાન પાસે એક નવું ગીત ગાયું: “તું ઓળિયું લેવાને તથા તેની મુદ્રાને બોલવાને યોગ્ય છે, કારણ કે તને મારી નાખવામાં આવ્યો હતો. અને તેં તારા લોહીથી દેવને માટે સર્વ કૂલોના, ભાષાના, પ્રજાના તથા દેશોના લોકોને ખરીધાં છે.


Lean sinn:

Sanasan


Sanasan