એઝરા 4:3 - પવિત્ર બાઈબલ3 ઝરૂબાબ્બેલ, યેશુઆ અને ઇસ્રાએલી કુટુંબના બીજા વડવાઓએ કહ્યું, “અમારા દેવનું મંદિર બાંધવામાં તમારે અમારી સાથે જોડાવું નહિ. ઇરાનના રાજા કોરેશે અમને ફરમાવ્યા પ્રમાણે અમે એકલા જ યહોવાનું મંદિર બાંધીશું.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 પણ ઝરુબ્બાબેલે, યેશૂઆએ તથા ઇઝરાયલના પિતૃઓનાં કુટુંબોનાં વડીલોમાંના બાકીનાઓએ તેઓને કહ્યું, “અમારા ઈશ્વરને માટે મંદિર બાંધવામાં અમારી સાથે તમારે કંઈ લાગતુંવળગતું નથી; પણ ઇરાનના રાજા કોરેશે અમને આજ્ઞા આપી છે તેમ, અમે પોતે જ એકત્ર થઈને ઇઝરાયલના ઈશ્વર યહવાને માટે એ બાંધકામ કરીશું.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 ઝરુબ્બાબેલ, યેશૂઆ અને ગોત્રના આગેવાનોએ તેમને કહ્યું, “પ્રભુ, અમારા ઈશ્વરનું મંદિર બાંધવા માટે અમારે તમારી મદદની જરૂર નથી. પણ ઇરાનના સમ્રાટ કોરેશે અમને આપેલા આદેશ પ્રમાણે, અમે પોતે એને બાંધીશું.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 પણ ઝરુબ્બાબેલ, યેશૂઆ અને ઇઝરાયલના પૂર્વજોના કુટુંબનાં મુખ્ય વડીલોએ તેઓને કહ્યું, “તમારે નહિ, પણ અમારે અમારા ઈશ્વરનું ભક્તિસ્થાન બાંધવું જોઈએ. જેમ ઇરાનના રાજા કોરેશે આજ્ઞા આપી છે તેમ, અમે પોતે જ એકત્ર થઈને ઇઝરાયલના ઈશ્વર, યહોવાહના માટે એ બાંધકામ કરીશું.” Faic an caibideil |
બીજા વર્ષના બીજા મહિનામાં યરૂશાલેમમાં દેવના મંદિરમાં પહોચ્યા પછી, શઆલ્તીએલનો પુત્ર ઝરુબ્બાબેલે અને યોસાદાકનો પુત્ર યેશૂઆએ તેમના બીજા જાતભાઇઓની મદદ વડે, યાજકો લેવીઓ અને દેશવટેથી યરૂશાલેમ પાછા ફરેલા બાકીના બધા લોકોની મદદથી મંદિરનું ખરેખરું બાંધકામ શરૂ કર્યુ. તેમણે વીસ વર્ષના અને તેથી મોટા લેવીઓને યહોવાના મંદિરનાં બાંધકામની દેખરેખ રાખવા નીમ્યા.