Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 3:1 - પવિત્ર બાઈબલ

1 ઇસ્રાએલના પુત્રો પોતાનાં નગરોમાં વસ્યા પછી, સાતમો માસ આવ્યો ત્યારે તેઓ બધા એક દિલથી યરૂશાલેમમાં ભેગા થયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ઇઝરાયલી લોકો પોતાનાં નગરોમાં વસ્યા પછી, સાતમો માસ આવ્યો ત્યારે લોકો એક દિલથી યરુશાલેમમાં એકત્ર થયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 સાતમો માસ આવતા સુધીમાં તો બધા ઈઝરાયલીઓ પોતપોતાનાં નગરોમાં ઠરીઠામ થઈ ગયા. તે પછી તેઓ સૌ યરુશાલેમમાં એકદિલે એકઠા થયા,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ઇઝરાયલી લોકો સાતમા માસમાં દેશનિકાલ પછી પોતાનાં નગરોમાં પાછા આવ્યા, લોકો એક દિલથી યરુશાલેમમાં ભેગા થયા.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 3:1
16 Iomraidhean Croise  

બાકીના લોકોએ જે આપ્યું તે 170 કિલો સોનું, 2,000 માનેહ રૂપું તથા 6 યાજકવસ્ત્ર હતાં.


હવે યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગવૈયાઓ, થોડાં લોકો, મંદિરના સેવકો, તથા સર્વ ઇસ્રાએલીઓ તેમનાં પોતપોતાનાં નગરોમાં વસ્યા.


બધા લોકો પાણી દરવાજાના સામેના મેદાનમાં ભેગા થયા અને તેમણે લહિયા એઝરાને, યહોવાએ ઇસ્રાએલને જે નિયમશાસ્ત્ર ફરમાવ્યુ હતું તે પુસ્તક લાવવા માટે પૂછયું.


પછી તેઓને ખબર પડી કે નિયમમાં એવું લખેલુ છે કે યહોવાએ મૂસા મારફતે એવી આજ્ઞા જણાવી હતી કે સાતમા મહિનાનાં ઉત્સવ દરમ્યાન ઇસ્રાએલીઓએ કામચલાઉ માંડવાઓમાં રહેવું જોઇએ;


“નીચે દર્શાવેલ નિયમ તમાંરે સદાય પાળવાનો છે: તમાંરે તથા તમાંરી મધ્યે વસતા વિદેશીઓએ સાતમાં મહિનાના દશમાં દિવસે ઉપવાસ કરવો અને કોઈ કામ કરવું નહિ.


“ઇસ્રાએલના લોકોને એમ જણાવ: સાતમાં મહિનાના પહેલા દિવસે તમાંરે સંપૂર્ણ વિશ્રામના સ્મરણના દિવસ તરીકે પાળવો.


ત્યારબાદ હું બધા લોકોને પવિત્ર હોઠ આપીશ, જેથી તેઓ મારું નામ લઇ શકે અને ખભેખભા મિલાવીને મારી સેવા કરે.


વિશ્વાસીઓ પ્રતિદિન મંદિરના આંગણામાં ભેગા મળતા. તેઓ બધાને હેતુ સર્વ સામાન્ય હતો. તેઓ તેઓના ઘરોમાં એક સાથે જમતા. તેઓ રોટલી ભાંગીને ઉમંગથી તથા નિખાલસથી ખાતા.


વિશ્વાસીઓનું મંડળ એક મનનું તથા એક જીવનું હતું. સમૂહનો કોઇ પણ વ્યક્તિ તેઓની પાસે જે વસ્તુઓ હતી તેની માલિકી તરીકેનો દાવો તેમાંના કોઈએ કર્યો નહિ. તેને બદલે તેઓ દરેક વસ્તુના ભાગ કરી વહેંચતા.


ભાઈઓ અને બહેનો, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે હું તમને વિનંતી કરું છું કે તમે બધા એક મતના થાઓ. જેથી કરીને તમારામાં કોઈ ભાગલા ન પડે. હું તમને વિનંતી કરું છું કે તમે એ જ હેતુથી એ જ વિચારમાં સંપૂર્ણ રીતે એક થાઓ.


“તમાંરામાંના બધાં પુરુષોએ યહોવાએ પસંદ કરેલા સ્થાને તમાંરા દેવ યહોવાને વર્ષમાં ત્રણ વાર મળવા આવવું જ. બેખમીર રોટલીના પર્વના પ્રસંગે અઠવાડીયા પર્વના પ્રસંગે અને માંડવાયપર્વના પ્રસંગે કોઈ પણ વ્યકિત યહોવા સમક્ષ ખાલી હાથે આવે નહિ.


ઉત્તરે દાનથી માંડીને દક્ષિણે બેરશેબા પ્રદેશ સુધીના ઈસ્રાએલના સમગ્ર દેશમાંથી અને પૂર્વના ગિલયાદથી સર્વ લોકો મિસ્પાહ મુકામે યહોવા સમક્ષ એકત્ર થયાં.


Lean sinn:

Sanasan


Sanasan