Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 1:4 - પવિત્ર બાઈબલ

4 એટલા માટે કોઇ પણ જગ્યાએ જ્યાં એમાંનો કોઇ બાકી રહેલો હોય તો તેની જગ્યાના લોકો તેને યરૂશાલેમનાં મંદિરનાં બાંધકામ માટે યથાશકિત સોના, ચાંદી, સામાન, પશુઓ અને અર્પણ આપીને મદદ કરે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 કોઈ પણ સ્થળે તેનામાંનો જે કોઈ બાકી રહેલો હોય, તેને ત્યાંના લોકો યરુશાલેમમાંના ઈશ્વરના મંદિરને માટે ઐચ્છિકાર્પણો ઉપરાંત સોનુંરૂપું, સરસામાન અને પશુઓ આપીને તેની સહાય કરે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 દેશનિકાલીમાં આવેલા લોકોમાંથી બાકી રહેલા પૈકી જે કોઈને ત્યાં પાછા ફરવું હોય તેમને તેમના પડોશીઓએ મદદ કરવી. તેમણે તેમને સોનું, રૂપું જરૂરી પુરવઠો અને પ્રાણીઓ તેમ જ યરુશાલેમમાં ઈશ્વરના મંદિરમાં ચડાવવા માટે અર્પણો આપવાં.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેઓ સિવાયના, રાજ્યમાં તેઓમાંના બાકી રહેતા લોકો યરુશાલેમમાં ઈશ્વરના ઘરના બાંધકામને સારુ, ઐચ્છિકાર્પણો તરીકે ભક્તિસ્થાનનાં બાંધકામને માટે સોનું અને ચાંદી, જરૂરી સાધનો અને પશુઓ અર્પણ કરીને, તેઓને મદદ કરે.”

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 1:4
15 Iomraidhean Croise  

હું જાણું છું, મારા દેવ કે તમે અંતરને તપાસો છો, અને ખરા મનની સચ્ચાઇ તમને ગમે છે, અને આ બધું મેં સ્વેચ્છાએ સાચા હૃદયથી અર્પ્યુ છે. અને અત્યારે અહીં હાજર રહેલ તમામ લોકો તમને સ્વેચ્છાએ ભેટ-સોગાદો અપેર્ છે તે જોઇને મને આનંદ થાય છે.


તદુપરાંત, પવિત્રસ્થાનના બાંધકામ માટે મારો ફાળો આપવા ઉપરાંત મારા ભંડારમાં જે કાઇં સોનું અને ચાંદી છે તે બધું હું મારા દેવના મંદિર માટે આપી દઉં છું.


આ લોકોએ યહોવાને માટે ઉદાર મનથી અને હોંશે હોંશે આપ્યું અને એ જોઇને સૌ કોઇને ખૂબ આનંદ થયો અને રાજા દાઉદ પણ પ્રસન્ન થયો.


પૂર્વના દરવાજાના દ્વારપાળ લેવી યિમ્નાહના પુત્ર કોરેને યહોવાનાં અર્પણો તથા પરમપવિત્ર વસ્તુઓ સ્વીકારવાની અને તેમની ફાળવણી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.


તેથી યરૂશાલેમમાં આવેલા ઇસ્રાએલના દેવ યહોવાનું મંદિર ફરીથી બાંધવા માટે રાજ્યમાંના કોઇ પણ યહૂદામાં આવેલા યરૂશાલેમમાં જઇ શકશે. તેનો દેવ તેની સાથે રહ્યો. યરૂશાલેમમાં એ જ દેવની પૂજા થાય છે.


તેથી યહૂદા અને બિન્યામીનના કુળસમૂહોના બધાં આગેવાનો, યાજકો, લેવીઓ અને યહોવા દ્વારા પ્રેરાયેલાઓ યરૂશાલેમમાં યહોવાનું મંદિર બાંધવા જવા તૈયાર થયા.


“હે ઇસ્રાએલના દેવ યહોવા, તું ન્યાયી છે તેથી જ અમે આજે છીએ એટલા ઊગરવા પામ્યા છીએ. અમે અપરાધીઓ તમારી સમક્ષ ઊભા છીએ, જુઓ. અમારા અપરાધને કારણે અમને તમારી સમક્ષ આવવાનો કોઇ અધિકાર નથી.”


આ પ્રમાંણે ઇસ્રાએલના લોકોએ યહોવાએ મૂસા માંરફતે જે જે કામો કરવાની આજ્ઞા કરી હતી તેને માંટે તે કાર્યમાં મદદ કરવાની ઈચ્છા જે સ્ત્રી પુરૂષોની હતી તે સૌએ પોતાના અર્પણો રાજીખુશીથી તેમને આપ્યાં.


બાકી રહેલા યાકૂબના વંશજો મહાબળવાન દેવ પાસે પાછા આવશે.


“હું ઘણાં વર્ષોથી યરૂશાલેમથી દૂર હતો. તેથી હું મારા લોકો જે ગરીબ છે અને બલિદાનો અર્પણ કરે છે. તેમને લેવા પાછો આવ્યો છું. જ્યારે કેટલાએક યહૂદિઓએ મને મંદિરમાં જોયો ત્યારે હું આ કરતો હતો. મેં શુદ્ધિકરણનો ઉત્સવ પૂર્ણ કર્યો. ત્યાં મારી આજુબાજુ કોઇ ટોળું ન હતું. અને મેં કોઇ જાતની ગરબડ ઊભી કરી ન હતી.


તમારી મુશ્કેલીઓમાં એકબીજાને મદદરૂપ થાઓ. જ્યારે તમે આમ કરો ત્યારે વાસ્તવમાં ખ્રિસ્તના નિયમને અનુસરો છો.


Lean sinn:

Sanasan


Sanasan