Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 8:10 - પવિત્ર બાઈબલ

10 ફારુને કહ્યું, “આવતી કાલે.” મૂસાએ કહ્યું, “તમે જેવું કહો છો તેવું જ થશે. જેથી તમને ખબર પડી જશે કે અમાંરા દેવ યહોવા સમાંન બીજું કોઈ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને ફારુને કહ્યું, “કાલે કરજે.” અને મૂસાએ કહ્યું, “તમારા કહેવા પ્રમાણે થાઓ. એ માટે કે તમે જાણો કે અમારા ઈશ્વર યહોવાના જેવો કોઈ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 ફેરોએ કહ્યું, “આવતી કાલે.” મોશેએ કહ્યું, “તમારા કહેવા પ્રમાણે હું કાલે વિનંતી કરીશ; જેથી તમે જાણો કે અમારા ઈશ્વર પ્રભુ જેવો કોઈ છે જ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 ફારુને કહ્યું, “આવતી કાલે.” મૂસાએ કહ્યું, “તું કહે છે તે પ્રમાણે થશે.” જેથી તને માલૂમ પડશે કે અમારા ઈશ્વર યહોવાહ સમાન અન્ય કોઈ ઈશ્વર નથી.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 8:10
21 Iomraidhean Croise  

ઓ યહોવા દેવ, તમે મહાન છો, અમે જે સાંભળ્યું છે તે પ્રમાંણે તમે જ એક માંત્ર દેવ છો અને તમાંરા વિના અન્ય કોઈ દેવ નથી.


હે યહોવા, અમે તમારા સમાન અન્ય કોઇ દેવ વિષે સાંભળ્યું નથી. તમારા સિવાય અન્ય કોઇ દેવ નથી.


જેથી તેઓ જાણે કે તમારું નામ છે, “યહોવા” છે અને તમે એકલાં જ સમગ્ર પૃથ્વી પર પરાત્પર દેવ છો.


હે યહોવા, અન્ય દેવોમાં તમારા જેવો દેવ કોઇ નથી; અને તમારા જેવા પરાક્રમો પણ કોઇનાઁ નથી.


યહોવાએ ન્યાયી ચુકાદાઓ આપીને, પોતાની ઓળખાણ આપી છે અને દુષ્ટો પોતાનીજ પ્રપંચી જાળમાં ફસાઇ ગયા છે.


“હે યહોવા, કોણ છે તમાંરા જેવો બીજો દેવ? છે કોણ તમાંરા જેવું પરમપવિત્ર મહિમાંવાન? તમાંરા જેવા ચમત્કાર કોણ કરી શકે? સ્તોત્રોમાં ભયજનક પરાક્રમ કરનાર, કોણ છે?


મૂસાએ ફારુનને કહ્યું, “તમે કૃપા કરીને મને કહો કે માંરે તમાંરા માંટે, તમાંરા અમલદારો માંટે અને તમાંરી પ્રજા માંટે યહોવાને પ્રાર્થના ક્યારે કરવી અને દેડકાં તમાંરી પાસેથી અને તમાંરા ઘરોમાંથી હઠી જાય અને માંત્ર નદીમાં જ રહે એવું કરવું.”


જો તું આમ નહિ કરે તો હું માંરી બધી શક્તિ તારા ઉપર, તારા અમલદારો ઉપર અને તારા લોકો ઉપર વાપરીશ. ત્યારે તને ખબર પડશે કે જગતમાં માંરા જેવો બીજો કોઈ દેવ નથી.


મૂસાએ ફારુનને કહ્યું, “જ્યારે હું નગર છોડીશ ત્યારે હું પ્રાર્થના માંટે યહોવાની આગળ માંરા હાથ લંબાવીશ. એટલે વીજળીના કડાકા બંધ થઈ જશે. અને કરા પણ નહિ પડે. આ પરથી તને ખબર પડશે કે આખા જગતનો માંલિક યહોવા છે.


આવતી કાલની બડાશ મારીશ નહિ, કારણ, આવતીકાલે શું થઇ જાય તે તું જાણતો નથી.


તો તમે દેવની તુલના શાની સાથે કરશો? તમે તેમનું વર્ણન કઇ રીતે કરી શકશો?


વળી પવિત્ર યહોવા પૂછે છે, “તમે મારી સરખામણી કોની સાથે કરશો? મારી બરોબરી કોણ કરી શકે છે?”


ભૂતકાળની જુની વાતોનું સ્મરણ કરો! એક માત્ર હું જ દેવ છું, બીજો કોઇ નથી, એક માત્ર હું જ દેવ છું, મારા સમાન કોઇ નથી.


‘હે યહોવા દેવ, તમે અમાંરી મધ્યે તમાંરી મહાનતા તથા સાર્મથ્ય પ્રગટ કરો છો તેનું પરિણામ જોવાની માંરી ઇચ્છા છે; આકાશમાં કે પૃથ્વી પર એવો કોઈ દેવ નથી જે તમે અમાંરા માંટે કરેલાં કાર્યોની સરસાઇ કરી શકે.


અન્ય પ્રજાઓ પાસે આપણા ખડક સમ ખડક નથી, આપણા શત્રુઓ પણ તે જાણે છે.


“હે ઇસ્રાએલ, તમાંરા દેવ જેવો બીજો કોઈ દેવ નથી, તે આકાશમાંથી વાદળ પર સવાર થઇને તેના ગૌરવમાં તમને મદદ કરવા આવે છે.


આ તમાંમ તેમણે એટલા માંટે કર્યુ કે પોતે જ દેવ છે, બીજું કોઈ નથી, એની ખાતરી તમને કરાવી શકાય.


“એટલે તમે ચોક્કસ રીતે મનમાં રાખો કે યહોવા જ દેવ છે, અને બીજા કોઇ દેવ નથી. તે આકાશમાં અને પૃથ્વી ઉપર દેવ છે.


કાલે શું થવાનું છે તેની તમને ખબર નથી! તમારું જીવન શાના જેવું છે? તે તો ફક્ત એક ધૂમર જેવું છે. અલ્પ સમય માટે જુઓ છો, અને પછી તે અદ્રશ્ય થઈ જાય છે.


Lean sinn:

Sanasan


Sanasan