Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 6:5 - પવિત્ર બાઈબલ

5 મેં ઇસ્રાએલના લોકોનાં ઊહંકાર સાંભળ્યા છે. હું જાણું છું કે તેઓ મિસરના ચાકરો છે અને મેં માંરો કરાર સંભાર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને વળી મિસરીઓએ ગુલામીમાં રાખેલો ઇઝરાયલીઓની રોકકળ પણ મેં સાંભળી છે; અને મેં મારા કરારને યાદ કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 હવે મેં ઇજિપ્તીઓની ગુલામીમાં પીડાતા ઇઝરાયલી લોકોના નિસાસા સાંભળ્યા છે અને મારો કરાર સંભાર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 મેં ઇઝરાયલી લોકોની રડારોળ સાંભળી છે. તેઓ મિસરમાં ગુલામ છે અને મેં મારો કરાર યાદ કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 6:5
11 Iomraidhean Croise  

પરંતુ દેવ નૂહને ભૂલ્યા નહિ. દેવે નૂહ અને વહાણમાં તેની સાથે રહેનારાં બધાં જ પશુઓ અને પ્રાણીઓને યાદ રાખ્યા. દેવે પૃથ્વી પર પવન વહેતો કર્યો અને પાણી ઊતરી ગયાં.


એટલે માંરી અને તમાંરી તથા બધી જાતનાં પ્રાણીઓ વચ્ચે જે કરાર થયો છે તેની મને યાદ આવશે. અને પાણી કદી પ્રલયનું રૂપ ધારણ કરી બધા જીવોનો વિનાશ નહિ કરે.


તે પોતાનો કરાર સર્વદા યાદ રાખે છે; અને હજાર પેઢીઓને આપેલું વચન પાળે છે.


હવે ઘણો સમય પસાર થયા પછી મિસરના રાજાનું અવસાન થયું. ઇસ્રાએલીઓ ગુલામીમાં પીડાતા હતા. તેઓ આક્રદ કરીને મદદ માંટે પોકાર કરતા હતા તેથી ગુલામીમાંથી કરેલો એ પોકાર દેવ સુધી પહોંચ્યો.


દેવે તેમનું રૂદન અને ઊહંકાર સાંભળ્યો અને ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબ સાથે કરેલા કરારનું તેમને સ્મરણ થયું.


પછી યહોવાએ કહ્યું, “મેં મિસરમાં માંરા લોકોને દુઃખ સહન કરતાં જોયા છે. તે તેમના મુકાદમો તેમને પીડા કરે છે ત્યારે તેમના રૂદન મેં સાંભળ્યાં છે, તેમની હાડમાંરીની મને ખબર છે.


પરંતુ ફારુને તેમને કહ્યું, “હે મૂસા અને હારુન, તમે લોકોને હેરાન શા માંટે કરો છો? તમે તે લોકોના કામમાં આડા આવો છો, તેમને તેમનું કામ કરવા દો. તમાંરે બન્નેએ પણ તમાંરું કામ શરુ કરવું જોઈએ.


અને તેણે તેઓને બધાં સંકટોમાંથી ઉગારી લીધા. તેઓને બચાવવા માટે તેણે કોઇ દૂત નહોતો મોકલ્યો, તે જાતે આવ્યા હતા. તેણે ઊંચકીને ભૂતકાળમાં બધો સમય તેઓને ઉપાડ્યા કર્યા.


દેવ ઈસ્ત્રાએલના બચાવ માટે આવ્યો છે. દેવે તેની સેવા માટે ઈસ્ત્રાએલના લોકોને પસંદ કર્યા છે. દેવે તેમને મદદ કરી છે અને એમના પર દયા બતાવી છે.


દેવે કહ્યું છે કે, તે આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવશે. અને આ રીતે તેણો તેનું પવિત્ર વચન યાદ કર્યુ.


Lean sinn:

Sanasan


Sanasan