Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 6:4 - પવિત્ર બાઈબલ

4 મેં તેમની સાથે કરાર કર્યો, તેઓ જે દેશમાં જઈને વસ્યા હતા તે કનાન દેશનું મેં તેમને વચન આપ્યું હતું. તેઓ ત્યા રહેતા હતા, પણ તે તેમનો પોતાનો પ્રદેશ ન હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને તેઓના પ્રવાસનો દેશ, એટલે કનાન દેશ કે, જેમાં તેઓએ પ્રવાસ કર્યો તે, તેઓને આપવાનો મારો કરાર પણ મેં તેમની સાથે કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 મેં તેમની સાથે કરાર કર્યો ત્યારે તેઓ જે દેશમાં પ્રવાસીઓ તરીકે વસ્યા હતા તે દેશ આપવાનું મેં તેમને વચન આપ્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 મેં તેઓની સાથે કરાર કર્યો હતો. તેઓ જે દેશમાં જઈને વસ્યા હતા તે કનાન દેશ તેઓને આપવાનું મેં વચન આપ્યું હતું. તેઓ ત્યાં રહેતા હતા, પણ તે તેઓનો પોતાનો પ્રદેશ ન હતો.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 6:4
21 Iomraidhean Croise  

યહોવાએ ઇબ્રામને દર્શન આપીને કહ્યું કે, “હું આ દેશ તારા વંશજોને આપીશ.” આથી યહોવા ઇબ્રામ સામે જે જગ્યાએ પ્રગટ થયો તે જગ્યાએ ઇબ્રામે યહોવાની ઉપાસના માંટે એક વેદી બંધાવી.


ત્યારે યહોવાએ ઇબ્રામને કહ્યું, “તારે એ બાબતો જાણી લેવી જોઈએ. તારા વંશજો વિદેશી બની જશે અને તેઓ એવા દેશમાં જશે જે એમનો નહિ હોય. તેઓ ત્યાં ગુલામ બનશે. 400 વર્ષ સુધી તેમના પર ભારે અત્યાચારો થશે.


આ રીતે તે જ દિવસે યહોવાએ ઇબ્રામ સાથે કરાર કર્યો કે, “હું મિસરની નદીથી મહા નદી ફાત સુધીનો આખો પ્રદેશ –


તમાંરા ઘરમાં જન્મેલો ગુલામ હોય, તેની તેમજ પૈસાથી જેને ખરીદવામાં આવ્યો હોય, તેની બંન્નેની સુન્નત કરાવવી જ જોઈએ. આ રીતે તમાંરા રાષ્ટમાં પ્રત્યેક બાળકની સુન્નત થશે.


“જો, હું તારી સાથે આ કરાર કરું છું; તું અનેક પ્રજાઓનો પિતા થઈશ.


“હું તો ફકત આ પ્રદેશમાં રહેતો મુસાફર માંત્ર છું. એટલે માંરી પાસે માંરી પત્નીને દફનાવવા માંટે કોઈ જગ્યા નથી. તેથી તમે મને કબરસ્તાન માંટે કોઈ જગ્યા તમાંરા ગામમાં આપો, કે, જેથી હું માંરી પત્નીને દફનાવું.”


અત્યારે તું આ જ દેશમાં રહે; હું તારી સાથે રહીશ અને તને આશીર્વાદ આપીશ. હું તને અને તારા વંશજોને બધા પ્રદેશો આપીશ. અને તારા પિતા ઇબ્રાહિમ આગળ મેં જે સમ ખાધા હતા તે પૂરા કરીશ.


હું તારા વંશજોને આકાશના અસંખ્ય તારા જેટલા વધારીશ. અને એમને આ બધા પ્રદેશો આપીશ. અને તારા વંશજોને કારણે પૃથ્વીની બધી પ્રજાઓ આશીર્વાદિત થશે.


અને યાકૂબે જોયું તો દેવદૂતો સીડી ઉપરથી ચઢતા-ઊતરતા હતા. અને યહોવા સીડી પાસે ઊભા હતા. યહોવાએ કહ્યું, “હું તમાંરા પિતા ઇબ્રાહિમનો દેવ યહોવા છું. હું ઇસહાકનો દેવ છું. જે જમીન પર તું સૂતો છે તે જમીન હું તને અને તારા વંશજોને આપીશ.


હું પ્રાર્થના કરું છું કે, જે પ્રમાંણે દેવે ઇબ્રાહિમને વરદાન આપ્યું હતું તે જ પ્રમાંણે તમને પણ આશીર્વાદ આપે. હું પ્રાર્થના કરું છું કે, દેવ તમને ઇબ્રાહિમના આશીર્વાદ આપે. તે તને અને તારી ભાવિપેઢીને આ જગ્યા કે, જયાં તમે પરદેશીની જેમ રહો છો તેને સદાને માંટે તમાંરી સંપત્તિ બનાવી દે.”


પણ હું તારી સાથે એક વિશિષ્ટ કરાર કરીશ. તારા પુત્રો, તારી પત્ની, અને તારા પુત્રોની પત્નીઓ પણ તારી સાથે વહાણમાં આવશે.


“દેવે માંરા કુળને મજબૂત અને સુરક્ષિત બનાવ્યું, દેવે કરાર કર્યો છે જે અનંતકાળ રહેશે, તે દરેક રીતે સુરક્ષિત છે. દેવે મને વિજય અને મને જે કાંઇ જોઇએ તે આપશે. તે માંરી બધી ઇચ્છાઓ અને મહત્વકાંક્ષાઓ પરિપૂર્ણ કરશે.


તેમણે કહ્યું, “આ કનાન દેશ હું તમને આપીશ; અને તે સર્વદા તમારું પોતાનું વતન થશે.”


જ્યારે યહોવાએ આ કહ્યું તેઓ અલ્પ સંખ્યામાં હતાં તેઓ કનાન દેશમાં ફકત પ્રવાસીઓ તરીકે જ હતાં.


આજે તમે આબીબ મહિનામાં નીકળ્યાં છો.


અને જ્યારે યહોવા તમને કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, હિવ્વીઓ, અને યબૂસીઓના દેશમાં લઈ જાય-તેણે તમાંરા પિતૃઓને જે દેશ તમને આપવાનું વચન આપ્યું હતું અને જયાં દૂધ અને મધની રેલછેલ છે, ત્યાં લઈ જાય, ત્યારે તમાંરે ઉપાસના આ માંસમાં કરવાની છે.


હું યહોવા છું, મેં ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબને જે દેશ આપવાનું પ્રતિજ્ઞાપૂર્વક વચન આપ્યું હતું, તે દેશમાં હું તમને લઈ જઈશ અને તમને તેના વારસદાર બનાવીશ.’”


મારી પાસે આવો, હું કહુ છું તે સાંભળો. મારું સાંભળશો તો જીવન પામશો. હું તમારી સાથે કાયમનો કરાર કરીશ. મેં દાઉદને જે ઉપકારો કરવાનું વચન આપ્યું હતું તે તમારા ઉપર કરીશ.


એક દિવસ મૂસાના સસરા મિધાની રેઉએલના પુત્ર હોબાબને મૂસાએ કહ્યું, “છેવટે દેવે અમને જે દેશ આપવાનું વચન આપ્યું હતું ત્યાં જવા માંટે અમે પ્રસ્થાન કરીએ છીએ. તમે પણ અમાંરી સાથે ચાલો. અમે તમાંરા શુભચિંતક બનીશું; કારણ કે યહોવાએ ઇસ્રાએલને અદભુત સુરક્ષા અને જનસમૂહ માંટે વચનો આપ્યાં છે.”


પણ દેવે ઈબ્રાહિમને આ જમીનમાંથી કશું આપ્યું નહિ. દેવે તેને એક ડગલું પણ જમીન આપી નહિ. પણ દેવે વચન આપ્યું કે ભવિષ્યમાં તે ઈબ્રાહિમને આ જમીન તેના માટે તથા તેના સંતાનો માટે આપશે. (ઈબ્રાહિમને કોઈ સંતાન નહોતા તે અગાઉ આ હતું.)


Lean sinn:

Sanasan


Sanasan