નિર્ગમન 5:21 - પવિત્ર બાઈબલ21 તેઓએ મૂસા અને હારુનને કહ્યું, “તમે શું કર્યુ છે એ યહોવા જુએ અને તમને સજા કરે. કારણ તમે અમને ફારુન અને તેના સેવકોની નજરમાં તિરસ્કૃત બનાવી દીઘા છે; અને અમાંરી હત્યા કરવા માંટે તેઓને એક બહાનું આપી દીધું છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને તેઓએ તેમને કહ્યું, “યહોવા તમારા ઉપર દષ્ટિ કરીને ન્યાય કરો. કેમ કે ફારુનની દષ્ટિમાં તથા તેમના સેવજોની દષ્ટિમાં તમે અમને ધિકકારપાત્ર કરી નાખ્યા છે, ને એમ કરીને અમને મારી નાખવા માટે તેઓના હાથમાં તરવાર આપી છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 ઉપરીઓએ તેમને કહ્યું, “પ્રભુ તમારાં કામ જોઈને તમને સજા કરો; કારણ, ફેરો તથા તેના અધિકારીઓની દૃષ્ટિમાં તમે અમને ધિક્કારપાત્ર બનાવ્યા છે અને અમને મારી નાખવા માટે તેમના હાથમાં તલવાર મૂકી છે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 તેઓએ મૂસા અને હારુનને કહ્યું, “તમે શું કર્યુ છે એ યહોવાહ ધ્યાનમાં લે અને તમને શિક્ષા કરે. કારણ તમે અમને ફારુનની અને તેના સેવકોની નજરમાં તિરસ્કૃત બનાવી દીઘા છે; અને તેઓ અમને મારી નાખે તે માટે જાણે તમે તેઓના હાથમાં તલવાર આપી છે!” Faic an caibideil |
પરંતુ યાકૂબે શિમયોન અને લેવીને કહ્યું, “તમે લોકોએ મને બહુ દુ:ખી કર્યો છે; આ પ્રદેશના વતનીઓ કનાનીઓ અને પરિઝીઓમાં તમે મને અપ્રિય બનાવ્યો છે. તે બધા લોકો આપણા વિરોધી થઈ જશે. અહીં માંરી પાસે તો થોડા જ માંણસો છે, અને જો એ લોકો એકઠા થઈને માંરી વિરુધ્ધ જઈને માંરા પર હુમલા કરે તો માંરા પરિવારનો તો વિનાશ જ થાય.”