Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 40:2 - પવિત્ર બાઈબલ

2 “પ્રથમ માંસના પ્રથમ દિવસે તું પવિત્રમડંપ ઊભો કરજે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “તું પહેલા માસને પહેલે દિવસે મુલાકાતમંડપનો માંડવો ઊભો કર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 પ્રથમ માસના પ્રથમ દિવસે મુલાકાતમંડપ ઊભો કરજે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “પ્રથમ માસના પ્રથમ દિવસે તું મુલાકાતમંડપ ઊભો કરજે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 40:2
21 Iomraidhean Croise  

હું ઇસ્રાએલીઓને મિસરમાંથી બહાર લઇ આવ્યો ત્યારથી આજપર્યંત હું કદી કોઇ મકાનમાં રહ્યો નથી. હું એક મંડપમાંથી બીજા મંડપમાં ફરતો રહું છું.


તેના શાસનના પહેલા વર્ષના પહેલા મહિનામાં તેણે યહોવાના મંદિરના બારણા ખોલી નાંખ્યાં અને તેમની મરામત કરાવી.


આજે તમે આબીબ મહિનામાં નીકળ્યાં છો.


મિસર દેશમાંથી નીકળ્યા પછી ત્રીજા મહિનાના પ્રથમ દિવસે જ ઇસ્રાએલના લોકો સિનાઈના રણમાં આવી પહોંચ્યા.


યહોવાએ મૂસાને કહ્યું, “વળી તું મંડપ દશ પડદાનો બનાવજે. આ પડદા ઝીણા કાંતેલા શણના હોવા જોઈએ અને ભૂરા, કિરમજી અને લાલ ઊનના બનાવજે. એ પડદાઓ ઉપર જરીથી કળામય રીતે કરૂબ દેવદૂતો ભરાવજે.


પર્વત પર તને પવિત્ર મંડપનો જે નમૂનો મેં બતાવ્યો છે તે પ્રમાંણે તું પવિત્ર મંડપ ઊભો કરજે.


“આ પવિત્ર મંડપ ઉપર તંબુ બનાવવા માંટેનું બકરાંના વાળના કાપડના અગિયાર પડદા તૈયાર કરવા.


હારુન તથા તેના પુત્રોએ એ દીવો સંભાળવાનો છે. તેઓએ મુલાકાત મંડપની પહેલી ઓરડીમાં જવાનું છે. આ કરાર મુકેલી ઓરડીની બહાર છે, જે બંન્ને ઓરડાને અલગ કરે છે. આ જગ્યામાં તેઓ દીવો રાખશે જે સાંજથી સવાર સુધી યહોવાની સામે બળતો રહેશે. આ કાયમી વિધિનું ઇસ્રાએલીઓએ અને તેના વંશજોએ પેઢી દર પેઢી પાલન કરવાનું છે.”


એમાંથી થોડો ઝીણો ખાંડીને તેનો ઉપયોગ મુલાકાતમંડપમાં કરારકોશ આગળ, જયાં હું તને દર્શન આપવાનો છું ત્યાં કરવો. તમાંરે આ ધૂપને અત્યંત પવિત્ર સમજવાનો છે.


પવિત્રમંડપનો તંબુ, તેનાં આચ્છાદન, તેની કડીઓ, પાટિયાં, વળીઓ, થાંભલી અને કૂભીઓ:


આ નાકાંઓને જોડવા માંટે કાંસાની નાના કદની 50 કડીઓ બનાવી તેના વડે એ બે પડદા જોડી દીધા એટલે એક સળંગ તંબુ થઈ ગયો.


હવે યહોવાએ મૂસાને કહ્યું,


“પ્રવેશદ્વારનો પડદો મુલાકાતમંડપમાં યથાસ્થાને લટકાવજે. અને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર સામે દહનાર્પણ માંટે વેદી મૂકજે.


અમારા દેશવટાના પચ્ચીસમે વર્ષે એટલે કે શહેરનો નાશ થયા પછી ચૌદમે વર્ષે, વર્ષની શરુઆતમાં, મહિનાના દશમાં દિવસે યહોવાનો હાથ મારી પર આવ્યો અને તે મને ત્યાં લઇ ગયા.


આ યહોવા મારા માલિકના વચન છે: “પહેલાં મહિનાના પહેલા દિવસે તમારે ખોડખાંપણ વગરનો એક વાછરડો ધરાવી મંદિરની શુદ્ધિ કરવી.


ઇસ્રાએલીઓ મિસર દેશમાંથી નીકળી ગયા ત્યાર પછી બીજા વર્ષના બીજા મહિનાના પ્રથમ દિવસે સિનાઈના અરણ્યમાં મુલાકાતમંડપમાં યહોવાએ મૂસાને કહ્યું,


જે દિવસે મૂસાએ પવિત્રમંડપ ઊભો કરવાનું કાર્ય સંપૂર્ણ કર્યુ, તે દિવસે તેણે મંડપનો તેમજ તેમાંની બધી સાધન-સામગ્રી વેદી તથા તેનાં બધાં સાધનોનો અભિષેક કરી તેમના બધાં પાત્રોનો અભિષેક કરીને પવિત્ર કર્યા.


મિસરમાંથી પ્રસ્થાન કર્યા પછી બીજા વર્ષના પ્રથમ મહિનામાં ઇસ્રાએલી પ્રજા અને મૂસા સિનાઈના અરણ્યમાં હતા ત્યારે યહોવાએ મૂસાને કહ્યું,


જે દિવસે કરારનો પવિત્રમંડપ એટલે કરારમંડપ ઊભો કરવામાં આવ્યો તે જ દિવસે તેના પર વાદળે આચ્છાદન કર્યુ. અને સાંજે વાદળનું સ્થાન અગ્નિએ લીધું અને આખી રાત તે ઝળહળતો રહ્યો.


Lean sinn:

Sanasan


Sanasan