Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 4:1 - પવિત્ર બાઈબલ

1 ત્યારે મૂસાએ દેવને કહ્યું, “જ્યારે હું ઇસ્રાએલના લોકોને કહીશ કે તમે મને મોકલ્યો છે, ત્યારે એ લોકો માંરા પર વિશ્વાસ નહિ કરે અને કહેશે, ‘યહોવા તને પ્રત્યક્ષ નથી થયા.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ત્યારે મૂસાએ ઉત્તર આપ્યો, “પણ જોજો, તેઓ મારું કહેવું ખરું નહિ માને, ને મારી વાણી નહિ સંભળે; કેમ કે તેઓ કહેશે કે, યહોવાએ તને દર્શન દીધું નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 ત્યારે મોશેએ જવાબ આપ્યો, “પણ તેઓ મારું કહેવું માને જ નહિ અને મારી વાણી સાંભળે જ નહિ અને એમ કહે કે, ‘પ્રભુએ તને દર્શન દીધું જ નથી’ તો મારે શું કરવું?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ત્યારે મૂસાએ ઈશ્વરને જણાવ્યું, “પ્રભુ હું ઇઝરાયલના લોકોને કહીશ કે યહોવાહે મને મોકલ્યો છે, ત્યારે તેઓ મારા કહેવા પર વિશ્વાસ નહિ કરે અને કહેશે કે, “યહોવાહે તને દર્શન દીધું નથી.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 4:1
14 Iomraidhean Croise  

અને તે જ વખતે તેણે વધુમાં જણાવ્યું કે, “આ વેદી તૂટી જશે અને તેના પરની રાખ ફેલાઈ જશે, યહોવાની આ ભવિષ્યવાણી સાચી પડશે, તે સમયે તું જાણશે કે, મેં જે કહ્યું હતું તે સત્ય હતું.”


એટલે તે માંણસે તેને કહ્યું, “તને અમાંરો ઉપરી અને ન્યાયાધીશ કોણે બનાવ્યો છે? તે જેમ પેલા મિસરીની હત્યા કરી તેમ માંરી હત્યા કરવા માંગે છે?” તે સાંભળીને મૂસા ડરી ગયો તેથી વિચાર કરવા લાગ્યો કે, “હવે બધાંને ખબર પડી ગઈ છે કે મેં શું કર્યુ છે.”


દેવે મૂસાને એ પણ કહ્યું, “તમે લોકોને જે કહેશો તે એ કે, ‘તમાંરા પિતૃઓના દેવ યહોવાઓ, ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબના દેવે મને તમાંરી પાસે મોકલ્યો છે. માંરું નામ સદાને માંટે યહોવા રહેશે અને પેઢી દરપેઢી લોકો મને એ નામે જ ઓળખશે.’”


યહોવાએ એ પણ કહ્યું, “જાઓ, અને ઇસ્રાએલના વડીલોને (આગેવાનોને) ભેગા કરો અને તેમને કહો કે, ‘તમાંરા પિતૃઓના દેવે, ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબના દેવે, મને દર્શન આપ્યા અને કહ્યું કે આ સંદેશો તમને આપું, હું તમાંરી પર નજર રાખી રહ્યો છું. મિસરમાં તમે જે મુશ્કેલીઓ સહન કરી છે તે મેં નજરે જોઈ છે.


“વડીલો તમાંરી વાણી સાંભળશે, પછી તમે અને ઇસ્રાએલના વડીલો મિસરના રાજા પાસે જઈને તેને કહેજો કે, ‘હિબ્રૂ લોકોના દેવ યહોવા છે. અમાંરા દેવ અમાંરા લોકો પાસે આવ્યા હતા, તેમણે અમને ત્રણ દિવસ રણમાં પ્રવાસ કરવા માંટે કહ્યું હતું. અમને રજા આપો તો અમે અમાંરા દેવ યહોવાને યજ્ઞ અર્પણ કરી શકીએ.’


પરંતુ મૂસાએ યહોવાને કહ્યું, “હે યહોવા, હું સાચું કહું છું કે, હું કંઈ સારો વક્તા નથી. હું લોકો સાથે કુશળતાપૂર્વક વાત કરવાને યોગ્ય નથી. અને હવે તમાંરી સાથે વાતચીત કર્યા પછી પણ, હું કુશળ વક્તા નથી. તમને ખબર છે કે બોલવામાં હું મંદ છું અને ઉત્તમ શબ્દોનો પ્રયોગ કરી શક્તો નથી.”


પછી હારુને લોકોને યહોવાએ જે જે કહ્યું હતું, તે બધુંજ કહી સંભાળાવ્યું. તથા મૂસાએ લોકો સમક્ષ ચમત્કાર કરી બતાવ્યા.


લોકોને વિશ્વાસ બેઠો કે દેવે જ મૂસાને મોકલ્યો છે. તેઓએ મસ્તક નમાંવી તેને પ્રણામ કર્યા અને દેવની સેવા કરી, કારણ કે તેઓને ખબર હતી કે, દેવ ઇસ્રાએલના લોકોની મદદ કરવા આવ્યા હતા. અને તેમણે દેવની ઉપાસના કરી કારણ કે તેઓ જાણતા હતા કે યહોવાએ તેમના દુઃખો જોયાં હતા.


પરંતુ મૂસાએ યહોવાને કહ્યું, “ઇસ્રાએલના લોકો માંરી વાત સાંભળવા પણ નથી માંગતા, તો પછી ફારુન શી રીતે સાંભળશે? મને તો સારી રીતે બોલતાં પણ નથી આવડતું.”


અને મૂસાએ કહ્યું, “હું સ્પષ્ટ રીતે બોલતો નથી તો પછી ફારુન માંરી વાત શી રીતે સાંભળશે?”


મેં કહ્યું, “હે પ્રભુ યહોવા! હું તેમ કરી શકું તેમ નથી, મને બોલતા તો આવડતું નથી, હું તો હજી નાની વયનો બાળક છું!”


પછી આત્મા મને ઉપાડી ગયો અને હું દુ:ખી થઇને ક્રોધ અનુભવતો સાથે ગયો. પરંતુ યહોવાનો હાથ પ્રબળ રીતે મારા પર હતો.


મૂસાએ વિચાર્યુ કે તેના યહૂદિ ભાઈઓ સમજશે કે દેવ મારા હાથે તેઓનો છૂટકારો કરશે. પણ તેઓ સમજ્યા નહિ.


ગિદિયોને યહોવાને કહ્યું, “જો તમે માંરા પર પ્રસન્ન થયા હો તો તમે જ માંરી સાથે વાત કરો છો એની કોઈ નિશાની આપો;


Lean sinn:

Sanasan


Sanasan