Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 32:5 - પવિત્ર બાઈબલ

5 હારુને જોયું કે લોકો બહુ આનંદમાં આવી ગયા છે, તેથી તેની આગળ હારુને વેદી બાંધી અને એવી જાહેરાત કરી કે, “આવતી કાલે યહોવાના માંનમાં ઉત્સવ થશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને હારુને તે જોયું, ત્યારે તેણે તેની આગળ વેદી બાંધી; અને હારુને ઢંઢેરો પિટાવ્યો, “કાલે યહોવાને માટે પર્વ પાળવામાં આવશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 પછી આરોને સોનાના વાછરડાની આગળ વેદી બનાવીને જાહેર કર્યું, “આવતી કાલે પ્રભુના માનમાં પર્વ પાળવામાં આવશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 હારુને જોયું કે લોકો બહુ આનંદમાં આવી ગયા છે, તેથી તેની આગળ હારુને વેદી બાંધી અને એવી જાહેરાત કરી કે, “આવતી કાલે યહોવાહના માનમાં ઉત્સવ પાળવામાં આવશે.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 32:5
18 Iomraidhean Croise  

તેણીએ પત્રમાં લખ્યું કે, “ઉપવાસ કરવાનું શરૂ કરો અને નાબોથને બધા લોકોની સામે બેસાડો.


યેહૂએ હુકમ કર્યો. “બઆલને માટે એક પવિત્ર મેળો બોલાવો.” અને મેળો બોલાવવામાં આવ્યો.


પછી દમસ્કથી આહાઝે મોકલેલી રૂપરેખા પ્રમાણે યાજક ઊરિયાએ યરૂશાલેમમાં એક વેદી બંધાવી. આહાઝ દમસ્કથી પાછો ફરે તે પહેલાં તેણે વેદી તૈયાર કરાવી દીધી.


આથી એવું નક્કી કરવામાં આવ્યું કે દાનથી તે બેર-શેબા સુધી સમગ્ર ઇસ્રાએલમાં એવો ઢંઢેરો કરાવવો કે, બધા લોકોએ ઇસ્રાએલના દેવ યહોવાના માનમાં પાસ્ખાનું પર્વ ઉજવવા માટે યરૂશાલેમ આવવું, કારણ, બહુ ઓછા માણસોએ નિયમશાસ્ત્રમાં લખેલી સૂચનાઓ મુજબ ઉજવ્યું હતું.


મૂસાએ જવાબ આપ્યો, “અમાંરા યુવાન અને વૃદ્ધ બધાંજ જશે; અને અમે અમાંરા પુત્રપુત્રીઓ તથા ઘેટાંબકરાં અને ઢોરને પણ લઈ જઈશું. અમે બધાં જ જઈશું, કારણ એ અમાંરા માંટે અમાંરા યહોવાનો ઉત્સવ છે.”


“તેથી તમે લોકો આજની આ રાતનું સદા સ્મરણ કરશો, અને તમાંરે એને યહોવાના ઉત્સવ તરીકે ઊજવવો. અને નિત્ય નિયમાંનુસાર તમાંરા વંશજોએ યહોવાના માંનમાં તેની ઊજવણી કરવી.


ત્યાર બાદ મૂસાએ એક વેદી બનાવી અને તેનું નામ “યહોવા નિસ્સી” રાખ્યું.


હારુને કડીઓ લઈને તે ઓગાળી અને ધાતુના બીબામાં ઢાળીને એક વાછરડાંની મૂર્તિ બનાવી એટલે લોકો બોલી ઊઠયા, “ઇસ્રાએલીઓ! આ રહ્યા તમાંરા દેવ, જે તમને મિસર દેશમાંથી બહાર લઈ આવ્યા હતા.”


બીજે દિવસે સવારમાં વહેલા ઊઠીને લોકોએ દહનાર્પણો અને શાંત્યર્પણો ચઢાવ્યાં અને ત્યાર પછી તેઓએ ખાધું પીધું અને મોજમજા કરવા લાગ્યા.


“કારણ એફ્રાઇમે અનેક વેદીઓ બાંધી, તેઓ પાપ કરવાની વેદીઓ બની ગઇ હતી. એ તો પાપની વેદીઓ છે!


ઇસ્રાએલના લોકો પોતાના સર્જનહારને ભૂલી ગયા છે અને એમણે મંદિરો ચણાવ્યઁ છે. યહૂદાના લોકોએ અનેક કિલ્લેબંદી નગરો બંધાવ્યાં છે. પરંતુ હું એમનાં નગરો ઉપર અગ્નિ વરસાવીશ. અને તે એમના કિલ્લાઓને ભસ્મીભૂત કરી નાખશે.”


“ઇસ્રાએલી લોકોને તું આ કહે: યહોવાના ઉત્સવો નીચે મુજબ છે, તમાંરે યહોવાના પસંદ કરેલા ઉત્સવોને ધર્મસંમેલનો તરીકે જાહેર કરવા.


એ જ દિવસે તમાંરે ધર્મસંમેલન બોલાવવું. અને તે દિવસે કોઈ સાંસારિક કામ કરવાં નહિ, તમે ગમે ત્યાં રહેતા હોય છતાં તમાંરા વંશજોએ કાયમ માંટે આ નિયમ પાળવાનો છે.


“આ બધા યહોવાના વાર્ષિક પર્વો નિયમિત ઉજવવાના છે. આ પ્રસંગો પર પવિત્ર મેળાવડા યોજવા, એ દિવસો દરમ્યાન નક્કી કરેલા નિયમ મુજબ દહનાર્પણ, ખાદ્યાર્પણ અને પેયાર્પણ યહોવાને અર્પણ કરવા.


“પ્રતિવર્ષ યહોવાના જે ઉત્સવો ઉજવવાના, ધર્મસંમેલનો બોલાવવાના પવિત્ર પર્વો છે તે નીચે મુજબ છે.


તો ચાલો આપણે આપણું પાસ્ખા ભોજન આરોગીએ, પણ જૂના ખમીરવાળી રોટલીથી નહિ. તે જૂની રોટલી તો પાપની અને અપકૃત્યોની રોટલી છે. પરંતુ જે રોટલીમાં ખમીર નથી એવી રોટલી આપણે આરોગીએ. આ તો સજજનતા અને સત્યની રોટલી છે.


પછી શાઉલે યહોવાને માંટે એક વેદી બાંધી. તેણે પોતે તેને બાંધવાનું શરુ કર્યું. યહોવાને માંટે બાંધેલી તેની તે પહેલી વેદી હતી.


Lean sinn:

Sanasan


Sanasan