Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 3:21 - પવિત્ર બાઈબલ

21 ઇસ્રાએલી લોકો પર મિસરના લોકોને દયા થાય તેમ હું કરીશ, પરિણામે જ્યારે તમે નીકળશો, ત્યારે ખાલી હાથે નહિ નીકળો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને હું મિસરીઓની દષ્ટિમાં આ લોકોને કૃપા પમાડીશ; અને એમ થશે કે જ્યારે તમારું નીકળવું થશે, ત્યારે તમે ખાલી હાથે જશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 “મારા લોક પર ઇજિપ્તના લોકોની રહેમનજર થાય એમ હું કરીશ. તેથી તમારે ત્યાંથી ખાલી હાથે નીકળવાનું નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 અને મિસરીઓની નજરમાં ઇઝરાયલી લોકો પર દયા દર્શાવાય તેવું હું કરીશ. તેને પરિણામે જ્યારે તમે મિસરમાંથી બહાર જવા રવાના થશો ત્યારે ખાલી હાથે બહાર નહિ આવો.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 3:21
13 Iomraidhean Croise  

હું તે રાષ્ટનો ન્યાય કરીશ અને તેમને સજા કરીશ અને પાછળથી તેઓ ઘણી માંલમિલકત લઈને ત્યાંથી બહાર નીકળશે.


પણ યૂસફને યહોવાનો સાથ હતો. તેણે તેના પર દયા કરી અને કેદખાનાના સંત્રીની તેના પર દયા થાય તેમ કર્યુ.


તેમણે તમાંરી સામે કરેલાં બધાં પાપો અને ગુનાઓની ક્ષમાં આપજો, તેમને કેદ કરનારાઓનાં હૃદયમાં દયા જગાડજો;


હે યહોવા, તારા સેવકની પ્રાર્થના ધ્યાનપૂર્વક સાંભળ, અને તારા તે સેવકોની પ્રાર્થના સાંભળ જેઓ તમારો આદર કરવામાં આનંદ માને છે આજે તમે તમારા સેવકને સફળતા આપો. અને જ્યારે હું રાજા પાસે જઇને તેમની મદદ માગું ત્યારે રાજા મારા તરફ દયાભાવ દર્શાવે, એ અરસામા હું રાજાનો પાત્રવાહક હતો.”


તેઓ તેમના લોકોને, તેમના સોના ચાંદી સાથે, સુરક્ષિત રીતે પાછા લઇ આવ્યાં અને તેઓમાંથી કોઇ નિર્બળ ન હતું.


જે શત્રુઓએ તેના લોકો કેદ કર્યા હતાં, દેવે તેઓની પાસે તેમનાં પર કરુણા દર્શાવડાવી.


તમે ઇસ્રાએલના લોકોને આ સંદેશો અવશ્ય આપજો; ‘પ્રત્યેક પુરુષ પોતાના પડોશી પાસે અને પ્રત્યેક સ્ત્રી પોતાની પડોશણ પાસે સોનાચાંદીના અલંકારો માંગી લે. અને


યહોવા મિસરવાસીઓના હૃદયમાં ઇસ્રાએલી લોકો માંટે સદભાવ પેદા કરશે. મિસરના અમલદારો અને લોકો મૂસાને બહુ મોટો માંનવ માંનવા લાગ્યા.’”


પછી ઇસ્રાએલના લોકોએ મૂસાના કહ્યા પ્રમાંણે કર્યુ, તેમણે પોતાના પડોશીઓ પાસેથી સોનાચાંદીના ઘરેણાં અને વસ્ત્રો માંગી લીધાં હતાં.


યહોવાએ મિસરવાસીઓના હૃદયમાં એ લોકોના માંટે સદભાવ પેદા કર્યો હતો, તેથી તેઓએ ઇસ્રાએલીઓએ જે જે માંગ્યું તે તેમણે આપ્યું. આમ ઇસ્રાએલી લોકોને મિસરવાસીઓનું ધન પ્રાપ્ત થયું.


જ્યારે કોઇ વ્યકિતના જીવનથી યહોવા ખુશ થાય છે ત્યારે તેના દુશ્મનોને પણ તેની સાથે શાંતિથી રાખે છે.


યૂસફને ત્યાં ઘણી મુશ્કેલીઓ હતી. પણ દેવે તેને તે બધી મુશ્કેલીઓમાંથી બચાવ્યો. ફારુંન મિસરનો રાજા હતો. તેને યૂસફ ગમતો અને તેને માન આપતો કારણ કે દેવે યૂસફને ડહાપણ આપ્યું. ફારુંને યૂસફને મિસરનો અધિકાર બનાવી જવાબદારી સોંપી. અને ફારુંનના મહેલના તમામ લોકો પર શાસન કરવાની જવાબદારી સોંપી.


પરંતુ મુકત કરતી વખતે તેને ખાલી હાથે જવા દેવો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan