નિર્ગમન 3:18 - પવિત્ર બાઈબલ18 “વડીલો તમાંરી વાણી સાંભળશે, પછી તમે અને ઇસ્રાએલના વડીલો મિસરના રાજા પાસે જઈને તેને કહેજો કે, ‘હિબ્રૂ લોકોના દેવ યહોવા છે. અમાંરા દેવ અમાંરા લોકો પાસે આવ્યા હતા, તેમણે અમને ત્રણ દિવસ રણમાં પ્રવાસ કરવા માંટે કહ્યું હતું. અમને રજા આપો તો અમે અમાંરા દેવ યહોવાને યજ્ઞ અર્પણ કરી શકીએ.’ Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને તેઓ તરી વાણી સાંભળશે; અને તું તથા ઇઝરાયલના વડીલો મિસરના રાજાની પાસે જઈને તેને કહો, ‘હિબ્રૂઓના ઈશ્વર, યહોવા અમને મળ્યા છે. અને હવે અમારા ઈશ્વર યહોવાની આગળ યજ્ઞ કરવા માટે અમને ત્રણ દિવસની મજલ જેટલે અરણ્યમાં જવા દે.’ Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 “તેઓ તારી વાત માનશે. પછી તું તથા ઇઝરાયલી લોકોના આગેવાનો ઇજિપ્તના રાજા પાસે જઈને તેને કહો કે, ‘હિબ્રૂઓના ઈશ્વર યાહવેએ પોતાને અમારી સમક્ષ પ્રગટ કર્યા છે. હવે અમારા ઈશ્વર યાહવે આગળ યજ્ઞ કરવા માટે અમને મુસાફરી કરતાં ત્રણ દિવસ લાગે તેટલે દૂર વેરાન પ્રદેશમાં જવા દો.’ Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 લોકો તારી વાણી સાંભળશે, પછી તું અને ઇઝરાયલના વડીલો મિસરના રાજા પાસે જઈને તેને કહેજો કે, ‘હિબ્રૂઓના ઈશ્વર યહોવાહ અમને મળ્યા છે. એ અમારા ઈશ્વર યહોવાહની આગળ યજ્ઞાર્પણ કરવા માટે અમે ત્રણ દિવસની મુસાફરી કરીને જઈ શકીએ એટલે દૂર અરણ્યમાં અમને જવા દે.” Faic an caibideil |
ત્યારે હારુન અને મૂસાએ કહ્યું, “હિબ્રૂઓના દેવે અમને લોકોને દર્શન આપ્યાં છે, એટલા માંટે અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે અમને રણમાં ત્રણ દિવસ પ્રવાસ કરવા દો. ત્યાં અમે અમાંરા દેવ યહોવાને એક યજ્ઞ અર્પણ કરીશું, જો અમે એ પ્રમાંણે નહિ કરીએ તો તેમનો ક્રોધ ભભૂકી ઊઠશે અને અમાંરો નાશ કરશે. તે અમને મરકી કે તરવારનો ભોગ બનાવશે.”