નિર્ગમન 19:6 - પવિત્ર બાઈબલ6 તમે માંરે સારું એક ખાસ યાજકોનું રાષ્ટ્ર બનશો તથા પવિત્ર દેશજાતિ થશો.’ આ બધું તમાંરે ઇસ્રાએલના લોકોને કહેવાનું છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને મારે માટે તમે યાજકોનું રાજ્ય તથા પવિત્ર દેશજાતિ થશો. એ જ વાત તારે ઇઝરાયલીઓને કહેવી.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 વળી, તમે મારા રાજપદ નીચે સેવા કરનાર યજ્ઞકારો તરીકે મારું રાજ્ય તથા મને સમર્પિત થયેલા લોક બની રહેશો.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તમે મારે સારુ ખાસ યાજકોનું રાજ્ય બનશો તથા પવિત્ર દેશજાતિ થશો.’ આ બધું તારે ઇઝરાયલના લોકોને કહેવાનું છે.” Faic an caibideil |
યહોવાએ કહ્યું, “તમે લોકો તમાંરા દેવની યહોવાની વાણી ધ્યાનપૂર્વક સાંભળશો, અને તેની નજરમાં જે સારું હોય તે કરશો. અને તેની આજ્ઞાઓ માંથે ચઢાવશો. અને માંરા બધા કાનૂનોનું પાલન કરશો તો મેં મિસરીઓ ઉપર જે રોગો મોકલ્યા હતા તેમાંનો કોઈ તમાંરા ઉપર મોકલીશ નહિ. કારણ કે હું યહોવા તમાંરા રોગોનો કરનાર છું. તમને સાજા હરનાર છું.”
હે ભાઈઓ તથા બહેનો, હું તમને વિનંતી કરું છું કે હવે તમે કઈક કરો. દેવે આપણા પ્રત્યે પુષ્કળ દયા દર્શાવી છે. તેથી દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. તમારું અર્પણ માત્ર પ્રભુ અર્થે જ થાય, અને તેથી દેવ પ્રસન્ન થશે. તમારું અર્પણ દેવની સેવાનો આધ્યાત્મિક માર્ગ છે.
“કુદરતી રીતે મૃત્યુ પામેલ કોઈ પણ પશુપંખીનું માંસ તમાંરે ખાવું નહિ. તમાંરા ગામમાં રહેતા વિદેશીઓને ખાવા માંટે આપવું હોય તો આપવું. ભલે તે લોકો તેનો આહાર કરતાં અથવા કોઈ વિદેશીને તે વેચી શકો છો. કારણ કે તમે તો તમાંરા દેવ યહોવાની પસંદગી પામેલ છો, તમે તેમની પવિત્ર પ્રજા છો અને વળી લવારાને તમાંરે તેની માંતાના દૂધમાં ઉઢાળવું અથવા રૌંધવું નહિ.