Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 17:3 - પવિત્ર બાઈબલ

3 પરંતુ લોકો બહુ તરસ્યા હતા. તેથી તે લોકોએ મૂસા વિરુદ્ધ બડબડાટ કરતાં કહ્યું કે, “તમે અમને, અમાંરાં બાળબચ્ચાંને અને ઢોરઢાંખરને તરસે માંરવા શા માંટે મિસર દેશમાંથી અહીં લઈ આવ્યા?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને ત્યાં લોકોને તરસ લાગી. અને લોકોએ મૂસાની વિરુદ્ધ બડબડ કરતાં કહ્યું, “તું શા માટે અમને તથા અમારાં છોકરાંને તથા અમારાં ઢોરોને તરસે મારી નાખવા મિસરમાંથી લાવ્યો છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 પરંતુ લોકોને ખૂબ તરસ લાગી હતી. તેથી તેમણે તેમની કચકચ ચાલુ રાખી. તેમણે મોશેને કહ્યું, “તું શા માટે અમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો? તું શા માટે અમને, અમારાં સંતાનોને અને અમારાં ઢોરઢાંકને અહીં તરસે મારી નાખવા લાવ્યો છે?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પરંતુ લોકો બહુ તરસ્યા હતા. તેથી તેઓએ મૂસા વિરુદ્ધ બડબડાટ કરતાં કહ્યું કે, “તું અમને, અમારાં સ્ત્રી, બાળકોને અને જાનવરોને તરસે મારવા શા માટે મિસર દેશમાંથી અહીં લઈ આવ્યો?”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 17:3
9 Iomraidhean Croise  

તેઓ ભૂખ્યા હતા ત્યારે તેં તેઓને આકાશમાંથી રોટલી આપી. તેઓ તરસ્યા હતા ત્યારે તેં ખડકમાંથી પાણી વહેવડાવ્યું. જે વતન તેં તેઓને આપવા માટે વચન આપ્યું હતું તેમાં પ્રવેશ કરવા તથા તેને જીતી લેવા તમે તેઓને આજ્ઞા આપી.


વળી બોધ આપવા માટે તેં તારો ઉત્તમ આત્મા તેમને આપ્યો, અને તેં તેમને શ્રેષ્ઠ આહાર પણ ખવડાવવાનું બંધ કર્યુ નહિ; અને તેઓની તૃષા છીપાવવા તેં તેઓને જળ આપ્યું.


તેઓ ભૂખ્યા અને તરસ્યા હતાં, અને નબળા પડી રહ્યાં હતાં.


જુદી જુદી જાતના લોકો મોટી સંખ્યામાં તેમની સાથે આવ્યા. અને પુષ્કળ ઘેટાંબકરાં અને ઢોરઢાંખર પણ હતાં.


તેમણે મૂસાને કહ્યું, “તમે અમને મિસરમાંથી બહાર શા માંટે લાવ્યા? શું મિસરમાં કબરો નથી? તમે અમને આ રણપ્રદેશમાં મરવા શા માંટે લાવ્યા? અમે લોકો મિસરમાં શાંતિપૂર્વક મૃત્યુ પામત, મિસરમાં ઘણી કબરો હતી.


પછી તે બધા લોકોએ મૂસાની વિરુદ્ધ બબડાટ કરતાં કહ્યું કે, “આપણે પીશું શું?”


જે લોકોએ માંરું ગૌરવ અને મિસરમાં તથા અરણ્યમાં માંરાં પરાક્રમો જોયાં છતાં દશદશ વખત માંરું પારખું કર્યુ છે અને માંરું કહ્યું માંન્યું નથી,


તું યહોવાના સમાંજને ઈરાદાપૂર્વક આ અરણ્યમાં લાવ્યો છે, અમે અને અમાંરા ઘેટાંબકરાં તથા ઢોરઢાંખર અહીં મરી જઈએ એટલા માંટે તું લઈ આવ્યો છે?


Lean sinn:

Sanasan


Sanasan