Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 16:21 - પવિત્ર બાઈબલ

21 રોજ સવારે પ્રત્યેક જણ પોતાનાથી ખવાય તેટલો ખોરાક ભેગો કરતાં, અને સૂર્ય તપતો ત્યારે જે વધતું હોય તે બધું ઓગળી જતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને પ્રત્યેક માણસ દર સવારે પોતાના આહાર પ્રમાણે તે એકઠું કરતો; અને સૂર્ય તપતો ત્યારે તે પીગળી જતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 દરરોજ સવારે પ્રત્યેક વ્યક્તિ પોતાની જરૂરિયાત જેટલો ખોરાક એકઠો કરતી; પરંતુ જ્યારે સૂર્ય તપતો ત્યારે જમીન પર પડેલો ખોરાક પીગળી જતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 રોજ સવારે પ્રત્યેક જણ પોતાના આહાર જેટલો ખોરાક ભેગો કરતો હતો અને સૂર્ય તપતો ત્યારે જે વધ્યું હોય તે બધું ઓગળી જતું હતું.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 16:21
8 Iomraidhean Croise  

પરંતુ તેઓએ મૂસાનું કહ્યું માંન્યું નહિ અને તેમાંના કેટલાકે થોડું સવાર માંટે રાખ્યું તો તેમાં કીડા પડયા, અને તે ગંધાઈ ઊઠયું તેથી મૂસા તેમના પર ક્રોધે ભરાયો.


અને પછી અઠવાડિયાના છઠ્ઠે દિવસે તેઓએ બમણો ખોરાક ભેગો કર્યો. પ્રત્યેક વ્યક્તિ દીઠ 16 કપ. પછી એ સમાંજના બધા આગેવાનોએ આવીને મૂસાને તે વિષે જણાવ્યું.


તારી યુવાવસ્થાના દિવસોમાં તું યહોવાનું સ્મરણ કર. તું જીવનનો આનંદ માણી શકે તેવાં ભૂંડા વર્ષો અને દિવસો આવે તે પહેલાં તારી યુવાનીમાં તારા યહોવાને ભૂલી જઇશ નહિ.


જે કઁઇ કામ તારે હાથ લાગે તે હૃદયપૂર્વક કર; કારણ કે જે તરફ તું જાય છે તે શેઓલમાં કઈં પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.


પણ પહેલા તમે દેવના રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો, તો તે પણ તમને આ બધી જ વસ્તુઓ આપશે.


પછી ઈસુએ કહ્યું, “ફક્ત થોડા વધુ સમય માટે તમારી સાથે પ્રકાશ રહેશે. જ્યાં સુધી તમારી સાથે પ્રકાશ છે ત્યાં સુધી પ્રકાશમાં ચાલો, તો પછી અંધકાર (પાપ) તમને પકડશે નહિ. જે વ્યક્તિ અંધકારમાં ચાલે છે તે જાણતી નથી કે તે ક્યાં જાય છે.


દેવ કહે છે કે, “યોગ્ય સમયે મેં તમને સાંભળ્યા, અને તારણના દિવસે મેં તમને મદદ કરી.” હું તમને કહું છું કે, “યોગ્ય સમય” હમણાં છે. અને “તારણનો દિવસ” પણ હમણાં છે.


Lean sinn:

Sanasan


Sanasan