નિર્ગમન 10:9 - પવિત્ર બાઈબલ9 મૂસાએ જવાબ આપ્યો, “અમાંરા યુવાન અને વૃદ્ધ બધાંજ જશે; અને અમે અમાંરા પુત્રપુત્રીઓ તથા ઘેટાંબકરાં અને ઢોરને પણ લઈ જઈશું. અમે બધાં જ જઈશું, કારણ એ અમાંરા માંટે અમાંરા યહોવાનો ઉત્સવ છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને મૂસાએ કહ્યું, “અમે અમારાં નાનાંમોટાંને લઈને, અમારા પુત્રો તથા પુત્રીઓને લઈને, અમારાં ઘેટાંબકરાં તથા અમારાં ઢોરઢાંક લઈને જઈશું; કેમ કે યહોવાને માટે અમારે પર્વ પાળવું પડશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 મોશેએ જવાબ આપ્યો, “અમારા જુવાનો અને વૃદ્ધો, અમારા પુત્રો અને પુત્રીઓ અમે સૌ અમારાં ઘેટાંબકરાં અને ઢોરઢાંક સહિત જઈશું. કારણ, અમે પ્રભુ માટે પર્વ પાળવાના છીએ.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 મૂસાએ જવાબ આપ્યો, “અમે અમારા યુવાનોને, વયસ્કોને, દીકરાદીકરીઓને, ઘેટાંબકરાંઓને તથા અન્ય જાનવરોને લઈ જઈશું. અમે બધાં જ જઈશું. કારણ એ અમારા માટે અમારા યહોવાહનું પર્વ છે.” Faic an caibideil |
અમે લોકો અમાંરાં ઢોર અમાંરી સાથે અમાંરા દેવ યહોવાની ઉપાસના માંટે લઈ જઈશું. એક પણ ઢોરના પગની ખરી પાછળ રહેવી જોઈએ નહિ. અમાંરા ઢોરોમાંથી અમે અમાંરા દેવ યહોવાને યજ્ઞ ચઢાવવાના છીએ, અને જ્યાં સુધી અમે તે જગ્યાએ પહોંચીએ નહિ ત્યાં સુધી અમને કેવી રીતે ખબર પડે કે અમાંરે યહોવાને શું અર્પણ કરવાનું છે? તેથી આ બધી જ વસ્તુઓ તો જરૂર અમે અમાંરી સાથે લઈ જઈશું.”
ત્યારે હારુન અને મૂસાએ કહ્યું, “હિબ્રૂઓના દેવે અમને લોકોને દર્શન આપ્યાં છે, એટલા માંટે અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે અમને રણમાં ત્રણ દિવસ પ્રવાસ કરવા દો. ત્યાં અમે અમાંરા દેવ યહોવાને એક યજ્ઞ અર્પણ કરીશું, જો અમે એ પ્રમાંણે નહિ કરીએ તો તેમનો ક્રોધ ભભૂકી ઊઠશે અને અમાંરો નાશ કરશે. તે અમને મરકી કે તરવારનો ભોગ બનાવશે.”