નિર્ગમન 10:6 - પવિત્ર બાઈબલ6 તેઓ તારા મહેલોને તથા તારા અમલદારોના અને તમાંમ મિસરવાસીઓનાં ઘરોને ભરી દેશે. તારા પિતૃઓએ મિસરમાં રહેવાનું શરુ કર્યુ ત્યારથી કદી ન જોયા હોય તેના કરતા વધારે તીડો હશે.’” ત્યારબાદ મૂસા ફારુન પાસેથી ચાલ્યો ગયો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને તમારાં ઘર તથા તમારા સર્વ સેવકોનાં ઘર તથા સર્વ મિસરીઓનાં ઘર [તેઓથી] ભરાઈ જશે; તમારા પિતૃઓએ તથા તમારા પિતૃઓના પિતૃઓએ તેઓ પૃથ્વી પર હયાતીમાં આવ્યા ત્યારથી તે આજ સુધી એવું જોયું નથી.” અને તે પાછો ફરીને ફારુનની હજૂરમાંથી નીકળી ગયો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 તારા મહેલો, તારા બધા અમલદારોનાં ઘર તથા સર્વ ઇજિપ્તીઓનાં ઘર તીડોથી ભરાઈ જશે. તારા પિતૃઓ અથવા તેમના પૂર્વજો આ દેશમાં વસ્યા ત્યારથી અત્યાર સુધી આવું કંઈ તેમણે જોયું નથી.” પછી મોશે ફેરો પાસેથી ચાલ્યો ગયો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેઓ તારા મહેલોને તથા તારા અમલદારોના અને તમામ મિસરવાસીઓનાં ઘરોને ભરી દેશે. તારા પિતૃઓએ મિસરમાં વસવાટ શરૂ કર્યો ત્યારથી આજસુધી જોયાં ના હોય એટલાં બધાં જથ્થાબંધ તીડો છવાઈ જશે.” પછી મૂસા ફારુન પાસેથી ચાલ્યો ગયો. Faic an caibideil |