નિર્ગમન 10:25 - પવિત્ર બાઈબલ25 મૂસા એ કહ્યું, “અમે અમાંરા ઘેટાંબકરાં અને ઢોર અમાંરી સાથે લઈ જઈશું એટલું જ નહિ પરંતુ જ્યારે અમે લોકો જઈશું ત્યારે તમે અમને યજ્ઞ માંટેના અર્પણો પણ આપશો અને અમે લોકો એ અર્પણોનો દેવ યહોવાની ઉપાસના માંટે ઉપયોગ કરીશું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અને મૂસાએ કહ્યું, “તમારે અમને યજ્ઞ તથા દહનીયાર્પણો પણ આપવાં જોઈએ કે, અમે અમારા ઈશ્વર યહોવાને યજ્ઞાપર્ણ કરીએ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 પણ મોશેએ જવાબ આપ્યો, “તમારે અમને બલિદાનો અને દહનબલિ પણ લઈ જવા દેવાં જોઈએ, જેથી અમે અમારા ઈશ્વર આગળ બલિદાનો ચડાવી શકીએ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 પણ મૂસાએ કહ્યું, “અમે અમારાં ઘેટાંબકરાં સહિત જાનવરોને અમારી સાથે લઈ જઈશું; એટલું જ નહિ પરંતુ જ્યારે અમે લોકો જઈશું ત્યારે તારે અમને દહનીયાર્પણો માટેનાં અર્પણો પણ આપવાં પડશે. અને અમે લોકો એ અર્પણો ઈશ્વર યહોવાહને ચઢાવીશું. Faic an caibideil |
અમે લોકો અમાંરાં ઢોર અમાંરી સાથે અમાંરા દેવ યહોવાની ઉપાસના માંટે લઈ જઈશું. એક પણ ઢોરના પગની ખરી પાછળ રહેવી જોઈએ નહિ. અમાંરા ઢોરોમાંથી અમે અમાંરા દેવ યહોવાને યજ્ઞ ચઢાવવાના છીએ, અને જ્યાં સુધી અમે તે જગ્યાએ પહોંચીએ નહિ ત્યાં સુધી અમને કેવી રીતે ખબર પડે કે અમાંરે યહોવાને શું અર્પણ કરવાનું છે? તેથી આ બધી જ વસ્તુઓ તો જરૂર અમે અમાંરી સાથે લઈ જઈશું.”