Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 1:17 - પવિત્ર બાઈબલ

17 પરંતુ દાયણો દેવથી ડરીને ચાલનારી અને દેવમાં વિશ્વાસ કરતી હતી, એટલે તેણે મિસરના રાજાની આજ્ઞાનું પાલન ન કરતાં તેઓ છોકરાઓને જીવતા રહેવા દેતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 પણ તે દાયણો ઈશ્વરનું ભય રાખનારી હતી, ને મિસરના રાજાએ તેઓને આપેલી આજ્ઞા પ્રમાણે ન કરતાં તેઓ છોકરાઓને જીવતા રહેવા દેતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 પણ આ દાયણો ઈશ્વરનો ડર રાખનારી હતી; તેથી ઇજિપ્તના રાજાની આજ્ઞા પ્રમાણે ન કરતાં છોકરાઓને જીવતા રહેવા દેતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 પરંતુ આ દાયણો ઈશ્વરની બીક રાખનારી અને વિશ્વાસુ હતી, એટલે તેઓએ મિસરના રાજાની આજ્ઞા માની નહિ અને છોકરાઓને જીવતા રહેવા દીધા.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 1:17
22 Iomraidhean Croise  

પછી ઇબ્રાહિમે કહ્યું, “હું ડરતો હતો કારણ કે મને થયું કે, આ દેશમાં કોઈ પણ દેવને માંન આપતું નથી અને તેનાથી ડરતું નથી અને માંરી પત્ની સારાને મેળવવા માંટે આ લોકો મને માંરી નાખશે.


પછી ત્રીજે દિવસે યૂસફે તેઓને કહ્યું, “જો તમે આમ કરશો તો જરૂર બચવા પામશો, કારણ કે હું તો દેવથી ડરીને ચાલનારો માંણસ છું;


પરંતુ રાજાએ સખ્તાઇથી આગળ યોઆબ અને લશ્કરના અમલદારોને લોકોની ગણતરી કરવાનો હુકમ કર્યો તેથી તેઓ રાજાની પરવાનગી લઇ ઇસ્રાએલના લોકોની સંખ્યા ગણવા ગયા.


મારી પહેલાનાં પ્રશાસકો લોકોને ભારરૂપ થઇ પડ્યા હતા; તેઓ લોકો પાસેથી ખોરાક અને દ્રાક્ષારસ તેમજ 40 શેકેલ ચાંદી લેતા હતા. તે ઉપરાંત તેમના નોકર લોકો પર ત્રાસ ગુજારતા તે તો જુદું. પણ મેં દેવથી ડરીને તેમની સાથે એવો વર્તાવ કર્યો નહોતો.


તેથી દરવાજે રહેલા રાજાના સેવકોએ મોર્દખાયને પૂછયું; “તું શા માટે રાજાની આજ્ઞાનો ભંગ કરે છે?”


જે ઉદારતા તમારા ભકતોને ખાતર તમે રાખી મૂકી છે, તે તમે તમારા ભરોસો પર રાખનાર માટે ખૂબ દાખવી છે. અને તમારો ભય રાખનારા માટે તમારો આશીર્વાદ મહાન છે.


તેથી મિસરના રાજાએ દાયણોને બોલાવીને કહ્યું, “તમે આવું શા માંટે કર્યું? તમે લોકોએ છોકરાઓને શા માંટે જીવતા રહેવા દીધા?”


અને હિબ્રૂ પ્રજા પણ સંખ્યામાં અને શક્તિમાં વૃદ્ધિ પામતી રહી. દાયણો દેવથી ડરીને ચાલતી હતી એટલે તેણે તેમને કુટુંબકબીલાવાળી ઘરવાળી બનાવી.


દયા તથા સત્યતાથી પાપનું પ્રાયશ્ચિત થાય છે, અને યહોવાનો ડર વ્યકિતને દુષ્ટતાથી દૂર રાખે છે.


યહોવાનો ભય એટલે પાપને ધિક્કારવું, અભિમાન, ઉદ્ધતાઇ, કુમાર્ગ, અને વાંકાબોલાપણાને હું ધિક્કારું છું.


આ મારી વાતનો ઉપસંહાર છે; દેવનો ભય રાખ અને તેની આજ્ઞાઓનું પાલન કર, પ્રત્યેક માણસની એ સંપૂર્ણ ફરજ છે.


જો દુષ્ટ પાપી મનુષ્ય સેંકડો વખત દુષ્કર્મ કર્યા પછી પણ દીર્ઘાયુષ્ય ભોગવે છે, છતાં હું સારી રીતે જાણું છું કે યહોવાનો ભય રાખનારાઓનું ભલું થશે.


ત્યારે તેમણે રાજાને કહ્યું, “યહૂદાના કેદીઓમાંનો એક દાનિયેલ આપની અને આપે સહી કરેલા હુકમની અવજ્ઞા કરે છે. તે રોજ ત્રણ વખત પોતાના દેવને પ્રાર્થના કરે છે.”


એફ્રાઇમને સજા થશે અને કચરી નાખવામાં આવશે કારણ તેણે મૂર્તિઓના યાજકોના આદેશ પાળ્યાં છે.


તમે રાજા ઓમરી અને તેના વંશજ આહાબના કુરિવાજો પાળ્યા છે, તમે તેમને પગલે ચાલ્યાં છો, તેથી હું તમને ખેદાનમેદાન કરી નાખીશ; તમારા લોકો હાંસી પાત્ર બની જશે અને સૌ કોઇ તમારું અપમાન કરશે.”


“જેઓ તમારા દેહનો નાશ કરી શકે છે પરંતુ તમારા આત્માને મારી શક્તા નથી, તેવા લોકોથી બિલકુલ ન ડરો. ફક્ત પ્રભુથી જ ડરો. કારણ કે તે તમારા આત્માને અને શરીરને નરકમાં ધકેલી શકે છે.


હું તમને એકથી ડરવાનું બતાવીશ. તમારે તેનાથી ડરવું જોઈએ જેનામાં તમને મારી નાખવાનો અને પછી તમને નરકમાં નાખવાનો અધિકાર છો. હા, તે એક છે જેનાથી તાર ડરવું જોઈએ.


પિતર અને બીજા પ્રેરિતોએ જવાબ આપ્યો, “અમારે માણસો કરતાં દેવની આજ્ઞાનું પાલન વધારે કરવું જોઈએ.


પછી રાજાએ પોતાની પાસે ઊભેલા રક્ષકોને કહ્યું, “આગળ વધો અને યહોવાના યાજકોને માંરી નાખો, કારણ કે તેઓ સર્વ દાઉદ સાથે મળી જઈ કાવતરું કરનારા છે, દાઉદ માંરી પાસેથી ભાગી જતો હતો તે તેઓ જાણતા હતા છતાં એમણે મને જાણ કરી નથી.” પણ રાજાના સેવકો યહોવાના યાજકોના જીવ લેવા હાથ ઉગામવા તૈયાર નહોતા,


Lean sinn:

Sanasan


Sanasan